________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬: પ્રવચન નવનીત ભાગ-૧
વાત બહુ (ગંભીર), બાપુ! વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે. અરે! સાંભળવામાં ન આવે. બહારમાં (તો એમ સાંભળવા મળે છે) વ્રત કરો. તપસ્યા કરો ને ઉપવાસ કરો ને આ કરો...! ( પણ પ્રભુ!) એ તો બધી રાગની ક્રિયા છે, અનંત વાર કરી. એમાં કાંઈ ધર્મ નથી. એ તો રાગ છે. પણ અહીં (સંપ્રદાયમાં) એ (બધી ક્રિયા ) ને રાગ સમજવો જ કઠણ છે. વ્રત કરવા, તપસ્યા કરવી, ઉપવાસ આદિના વિકલ્પ-એ તો રાગ છે.
(અહીં કહે છે કે, જેમ નેત્ર અગ્નિને નથી સળગાવતાં, એમ આત્મા એ રાગનો કર્તા નથી. ઝીણી વાત છે, ભાઈ! નેત્રનું તો દષ્ટાંત લીધું. જેમ નેત્ર અગ્નિને સળગાવતાં નથી, તેમ ભગવાન આત્મા (તો) એને કહીએ કે (જે) એ રાગનો કર્તા થતો નથી. આહા... હા!
શરીર–વાણી-મન આ તો જડ-માટી છે; એની ક્રિયા એનાથી-જડથી થાય છે. આ હાથ ચાલે છે, ભાષા બોલીએ છીએ, એ આત્માના કારણથી બિલકુલ નથી.
આહા... હા! અહીં તો પરમાત્મા અંતરની વાત કરે છે. આ મોક્ષ અધિકારની ચૂલિકા છે. મોક્ષ અધિકાર પૂર્ણ થયો એની ચૂલિકા-માથા ઉપર ચોટલી છે. કહે છે કે એક વાર સાંભળ તો ખરો, પ્રભુ ! નેત્ર જેમ અગ્નિને સળગાવતાં નથી, તેમ ભગવાન આત્મા રાગ-દયા, દાન, પુણ્ય-પાપના ભાવને-કરતો નથી. આહા... હા! આવી વાત !
સંપ્રદાયમાં ક્યાં આ વાત હતી ? બધું જાણું છે ને....! બધી (ક્રિયા) કરતાં હતાં ને...! ૨૧ વર્ષ ૪ મહિના માં કાઢયા; ૪૫ વર્ષ એમાં (શરીરના જન્મથી સંપ્રદાયમાં- કાઢયાં છે. સાડી ચુંમાલીસ (વર્ષ) અહીં થયાં.
- બાપુ! વાત તો અલૌકિક છે, પ્રભુ! નેત્રનું દષ્ટાંત આપીને સંતો જગતને જાહેર કરે છે. કે, પરમાત્મા ત્રિલોકનાથ તીર્થંકરદેવનો એ હુકમ છે કે જેમ નેત્ર અગ્નિને સળગાવી શકતાં નથી, તેમ ભગવાન આત્મા–એ તો જ્ઞાનસ્વરૂપ આત્મા છે-એ રાગને કરતો નથી, અને “રાગને કરે એ આત્મા નહીં એ તો મિથ્યાદષ્ટિ છે.
આહા... હા! ઝીણી વાત છે, બાપુ ! આવું ક્યાંય સાંભળવા પણ મળે નહીં; (તો) એ (જીવ) ક્યારે સમજે? વિપરીત માન્યતાએ ભવભ્રમણ-ચોર્યાશીના અવતાર-કરી રહ્યો છે. એ વિપરીત માન્યતાનું સ્વરૂપ શું છે, એની (એને) ખબર નથી.
આહા.. હા ! નેત્ર જેમ અગ્નિને કરતું નથી, એમ આત્મા પોતાના સિવાય-જ્ઞાતા-દ્રષ્ટા સિવાય રાગ-દ્વેષ, દયા-દાન આદિ વિકલ્પને કરતો નથી.
બેંગલોરમાં હમણાં ૧૫ લાખનું દિગંબર મંદિર થયું. પણ એમાં (જો મંદિર બંધાવનારને ) રાગની મંદતા હોય તો (તે) શુભભાવ છે, ધર્મ નહીં. અને એ શુભભાવનો ‘કર્તા હું છું' એમ માનવું, એ મિથ્યાત્વ છે. બહુ ઝીણી વાત!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com