________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧ઃ ૧૯૧ ચીજ છે. આ પરમાણુ ક્યાં (સ્થાયી) રહેવાવાળી ચીજ છે? જ્યાં જવાના હોય ત્યાં જાય છે. (એક) કહે “મેં આપ્યા” અને બીજો કહે કે “મને મળ્યા” ( –એ બધું જૂઠું છે). અરે રે! બહુ ફેર, ભાઈ ! વીતરાગમાર્ગ (અને બીજામાર્ગમાં).
એવી (નિમિત્તની) ભાષા તો શાસ્ત્રમાં આવે છે. “મોક્ષમાર્ગ પ્રકાશક' માં પણ લીધું છે કે “શાતાના ઉદયથી (નીરોગી શરીર મળે, અનુકૂળ સંયોગ મળે . એ નિમિત્તની વાત છે. એમાં નિમિત્તપણું સ્થાપ્યું (છે). અશાતાવેદનીયના ઉદયથી શરીરમાં રોગ થાય છે; એ કથન નિમિત્તનું છે. રોગ થાય છે. શરીરની પર્યાયમાં, એમાં અશાતાના ઉદયની અપેક્ષા નથી.
દુનિયાના ડાહ્યાનાં ડહાપણ ઊડી જાય એવું છે! એ પૈસા લેવા-દેવા ને હું પૈસા લઈ શકું છું.... (પણ) એ પૈસાનાં કર્તા-કર્મ તો પૈસા પોતે (જ) છે. પૈસાનાં પરમાણુ “કર્તા' અને જવાનું કાર્ય” એ એની પર્યાય. (છતાં) દેવાવાળા એમ માને કે “મેં પૈસા આપ્યા” (તો, એ) મિથ્યા-ભ્રમ છે. (૮) પૈસા ક્યાંથી લાવી બેઠો?
(લોકો માને કે) આ પૈસાવાળા.. આબરૂ ઘણી.. (પણ) આત્મા પૈસાવાળો છે? કેટલા વાળા” છે? પગમાં એક વાળો નીકળે છે તો રાડ નાખે છે! (અહીં) કેટલા “વાળા'. પૈસાવાળા, બાયડીવાળા, કુટુંબવાળા, આબરૂવાળા, છોકરાવાળા, છોકરીવાળા, જમાઈ વાળા,.... તો કેટલા “વાળા' ?
આહા હા ! કોણ કોના દીકરા... કોણ કોના બાપ! અહીં તો પ્રભુ એમ કહે છે: બાપાની પર્યાયનો કર્તા બાપનો આત્મા છે. અને છોકરાની પર્યાયનો કર્તા તે (છોકરાનો) આત્મા છે; એની પર્યાયનો કર્તા એ આત્મા છે, તો તે એનો દીકરો ક્યાંથી થયો? અને દીકરાનો બાપ.... બાપ થયો ક્યાંથી પ્રભુ?
આવી વાત છે, ભાઈ ! બહારમાં તો સાંભળવા ય મળતી નથી. આ વાત સંપ્રદાયમાં ચાલતી નથી. અને અહીંનો વિરોધ કરે છે! અરે પ્રભુ! આ (વાત) અમારા ઘરની નથી. આ વસ્તુનું સ્વરૂપ જ છે !
આહા.... હા ! પ્રત્યેક પદાર્થમાં જે સમયે પર્યાય ઉત્પન્ન થવાનો કાળ છે, તે સમયે ઉત્પન્ન થશે. નિમિત્ત હોય છે, પણ નિમિત્તથી ઊપજે એવી અપેક્ષા નથી.
“તત્ત્વાર્થરાજવાર્તિક' માં એવું પણ આવ્યું છે કે એક કાર્યમાં બે કારણ-ઉપાદાન અને નિમિત્ત (પણ) એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. બાકી ઉપાદાનની પર્યાય થવામાં કોઈ નિમિત્તની અપેક્ષા જ નથી. સમજાણું કાંઈ ?
અત્યારે તો (કેટલાક) પંડિત એમ કહે છે કે પ્રત્યેક પદાર્થમાં ઉપાદાનની અનેક યોગ્યતા છે, પણ જેવું નિમિત્ત મળે એવું કાર્ય થાય છે. નહીંતર એકાંત છે... એકાંત છે !
હે પ્રભુ! આ “કમબદ્ધ' માં (ઉત્પાધ-ઉત્પાદકભાવનો અભાવ) નાખ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com