________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૯૭ રહિત થવું, એવો પોતાનામાં “ભાવ” નામનો ગુણ છે. પરથી રહિત થવું, તે પોતાનો ગુણ છે. રાગરૂપ થવું, તે પોતાની ગુણ-દશા નથી.
અહીં તો કહે છે: “કર્તા-કર્મની અન્ય નિરપેક્ષપણે” (એટલે કે ) જે સમયે જે દ્રવ્યની પર્યાય થાય છે, એમાં અન્ય દ્રવ્યની અપેક્ષા જ નથી. કેવળજ્ઞાન થાય છે તેમાં કર્મના ક્ષયની અપેક્ષા નથી. ક્ષય હોય..! ક્ષયની વ્યાખ્યાઃ કર્મરૂપ પરિણમન જે છે, તે બીજે સમયે અકર્મરૂપે થાય તે ક્ષય. ક્ષયનો અર્થ: કોઈ ચીજ નાશ થાય છે – એમ નથી. કર્મરૂપ પર્યાય હતી, તે અકર્મરૂપ થઈ, એને “કર્મનો ક્ષય' કહેવામાં આવ્યો છે. તો એ કર્મના ક્ષયની પણ (અપેક્ષા) પોતાનામાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં કે સમ્યગ્દર્શન થવામાં (નથી). સમ્યગ્દર્શન થવામાં દર્શનમોહના અભાવની અપેક્ષા નથી. આ તો કરવા લાયક પોતાની ચીજમાં છે. પોતાની પર્યાય પોતાથી છે. એમાં પરની કાંઈ અપેક્ષા (નથી). અથવા આ નિમિત્ત છે તો (સમકિત) થયું (એમ નથી ). કથન આવે. ઉચિત નિમિત્ત હોય છે. પ્રત્યેક અનાદિ-અનંત પર્યાયમાં જે જે સમયે, જે પર્યાય થવાવાળી છે; એમાં સામે અનુકૂળ-ઉચિત નિમિત્ત હોય છે. પણ ઉચિત નિમિત્ત છે તો પર્યાય થાય છે, એવી અપેક્ષા નથી. આહા... હા ! સમજાય છે કાંઈ?
અપૂર્વ વાત છે, પ્રભુ આત્માનું હિત કોઈ અલૌકિક છે. એ કોઈ સાધારણ રીતે થઈ જાય છે, (એમ નથી). આહા.... હા ! વૈરાગ્ય કહ્યો ને? વૈરાગ્ય પણ ત્યારે થાય છે, કે જ્યારે પોતાની પર્યાયમાં, પોતાની સમ્યગ્દર્શનની પર્યાય, પોતાના દ્રવ્યના અવલંબનથી થાય ત્યારે. (સમ્યગ્દર્શનની) પર્યાયના કાળે શુભ-અશુભ ભાવથી વિરકત થવું - એ વૈરાગ્ય છે !
જ્ઞાનમાં ત્રિકાળી શાકભાવની પ્રતીતિ થઈને અનુભવ થવો, અનુભવ થઈને પ્રતીતિ થવી – એમાં પરદ્રવ્યની કોઈ અપેક્ષા કે કર્મ ખસે તો એમ ( પ્રતીતિ-અનુભવ) થાય, ( એવી વસ્તુસ્થિતિ નથી). કર્મનો ઉદય આવે તો વિકાર થાય, એ બધી વાતો જૂઠી છે. શાસ્ત્રમાં એ (પ્રકારે) કથન આવે.. તો તે પણ જૂઠું – વ્યવહાર છે. આહા.... હા! શ્રી રાજમલજીએ “કલશ ટીકા” માં ઘણીવાર લખ્યું છે: જૂઠું વ્યવહારથી કથન છે; સત્ય નથી. સત્ય વ્યવહાર તો પોતાની પર્યાય પોતાનાથી થઈ (તે છે). તે પણ સદ્દભૂત વ્યવહારનય છે. પોતાના દ્રવ્યથી ધર્મની પર્યાય (જે) પોતાના દ્રવ્યના આશ્રયથી થઈ, તે પણ સદભૂત વ્યવહાર છે. નિશ્ચયથી તો તે સમયની તે પર્યાયને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. નિમિત્તની અપેક્ષા નથી. - એવી પર્યાય “સત” છે; તેને કોઈ હેતુ” ની જરૂર નથી – અહેતુક છે'.
કોઈપણ દ્રવ્યની પર્યાયનાં કર્તા-કર્મ ભિન્ન હોય, એમ નથી. તે તે દ્રવ્ય “કર્તા” અને તે તે દ્રવ્યની પોતાની પર્યાય તે “કર્મ' અર્થાત્ “કાર્ય'. (- એ કર્તા-કર્મ.) એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com