________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૪૩ મિથ્યા શ્રદ્ધાથી મિથ્યા શ્રદ્ધા થઈ; મિથ્યા શ્રદ્ધાના આધારે મિથ્યા શ્રદ્ધા થઈ. (પર્યાયમાં મિથ્યા શ્રદ્ધા) આ આત્માના આધારે નહીં; પરના આધારે નહીં. આહા.. હા! ભારે વાતો, બાપુ !
આહા. હા! ધન્ય ભાગ્ય કે જેને પરમ સત્ય સાંભળવા મળે ! “ભવિ ભાગન વચ જોગે '... નથી આવતું! “ભવિ ભાગન જોગ’ – ભવ્યના ભાગ્યના યોગે પરમાત્માની દિવ્યધ્વનિ ખરે છે. દિવ્યધ્વનિનો સાર જ “આ” છે.
કહે છે કેઃ “બંધ-મોક્ષનાં કારણ ને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો. આ રીતે સમયસારની શુદ્ધાત્માનુભૂતિલક્ષણ તાત્પર્યવૃત્તિ” નામની ટીકા”- જયસેનાચાર્યની ટીકા કેવી? – “શુદ્ધાત્માનુભૂતિલક્ષણ” – એ સમયસારની સંસ્કૃત ટીકાનું નામ જ એ છે. શુદ્ધ ભગવાન આત્માની અનુભૂતિ ( અર્થાત્ ) અનુભવ કરવો, વિકલ્પને છોડીને નિર્વિકલ્પ અનુભવ કરવો. નિર્વિકલ્પના અનુભવનો અર્થ: નિર્વિકલ્પ વસ્તુ છે એનો નિર્વિકલ્પ અનુભવ પર્યાયમાં કરવો. સમજાણું કાંઈ ? તો કહે છે કેઃ શુદ્ધાત્માનુભૂતિલક્ષણ' આ “તાત્પર્યવૃત્તિ” ટીકાનું આ જ લક્ષણ છે. આખી સંસ્કૃત ટીકાનું લક્ષણ આ છે- “શુદ્ધાત્માનુભૂતિ.' આહી.. હા ! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ-એનો અનુભવ-એ સ્વભાવના અનુસાર થઈને પોતાની પરિણતિમાં આનંદનો અનુભવ થવો એ “શુદ્ધાત્માનુભૂતિ' એ સમયસારની તાત્પર્યવૃત્તિ” ટીકાનો સાર છે, (અર્થાત ) આ તાત્પર્યવૃત્તિનું તાત્પર્ય “આ” છે. આહા.. હા ! “તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ.” મોક્ષ અધિકાર જે ચાલ્યો હતો અને પછી સર્વવિશુદ્ધમાં આવ્યો એ મોક્ષ અધિકારની ચૂલિકા છે–ચોટલી-શિખર. કળશ માથે ચઢાવે છે ને..? આ ટીકા મોક્ષઅધિકારનો કળશ છે! “ચૂલિકા સમાપ્ત થઈ.' “અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં, અહીં મક્ષ અધિકાર સમાપ્ત થયો.” -મોક્ષ અધિકારની વ્યાખ્યા અહીં પૂરી થઈ. “વળી વિશેષ કહેવામાં આવે છે :
ઔપશમિકાદિ પાંચ ભાવોમાં ક્યા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે).' પાંચ ભાવ છેઃ ઉદય ભાવ, ઉપશમ ભાવ, ક્ષાયોપથમિક ભાવ, ક્ષાયિક ભાવ, અને પારિણામિક ભાવ-પરમ પરિણામિક ભાવ. પાંચ ભાવોમાંથી (ઉદય ભાવ આદિ) ચાર ભાવ પર્યાયમાં છે અને એક (પારિણામિક ) ભાવ દ્રવ્યમાં છે. દ્રવ્ય જે વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો નાથ દ્રવ્યસ્વરૂપ એ પરમ પારિણામિક ભાવ છે; અને આ રાગાદિ થાય છે એ ઉદય ભાવ છે. એ પર્યાયમાં છે. અને ઉપશમ સમકિત અને ચારિત્ર થાય છે એ પણ પર્યાયમાં થાય છે. અને ક્ષયોપશમ જ્ઞાન. દર્શન ને ચારિત્ર થાય છે એ પણ પર્યાયમાં છે. અને ક્ષાયિક સમકિત, કેવળજ્ઞાન આદિ થાય છે એ (પણ) પર્યાયમાં છે. એ પર્યાય ચાર પ્રકારની છે. એક ઉદય ભાવની પર્યાય, એક ઉપશમ ભાવની, એક ક્ષાયોપશમ ભાવની, એક ક્ષાયિક ભાવની. હવે પાંચ ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે? ઉપશમ-ઔપથમિકઃ રાગનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com