________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૩૪૩ પણ તે ખંડખંડ જ્ઞાન છે; તે અખંડ ત્રિકાળી નથી. વળી, (તે) ધ્યાતા ખડખંડ જ્ઞાનનું ધ્યાન કરતા નથી. આહા. હા! જે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકરૂપ ભાવ અને જ્ઞાનમાં નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન (સાધકને) એકદેશ પ્રગટ છે, (અર્થાત્ ) વસ્તુનો એક અંશ એટલે શુદ્ધનયનો એક અંશ પર્યાયમાં (પ્રગટયો, અર્થાત) વીતરાગી મોક્ષમાર્ગ પ્રગટ થયો (છે) –તેને ધ્યાતા ધ્યાવતા નથી, એને ધ્યાનમાં લેતા નથી. (પણ) ધ્યાતા પુરુષ (ધ્યેયને ) ભાવે છે. એનું (ધ્યયનું) ધ્યાન. ધ્યાન કરવાવાળા સમકિતી ધ્યાતા કરે છે. (પણ) જે એકદેશ વીતરાગદશા, નિર્વિકાર સ્વસંવેદન પર્યાય પ્રગટ થઈ; એનું ધ્યાન કરતા નથી, કારણકે એ “ખંડરૂપ” છે.
આહા.. હા... હા! તો પછી ભગવાનનું ધ્યાન કરવું એ તો બધો વિકલ્પ છે. આવો માર્ગ છે! સાંભળવામાં ય મુશ્કેલી પડે, એવી ચીજ છે, બાપુ ! પ્રભુ નો માર્ગ તો “આ” છે, ભાઈ !
પ્રભુ તો ( એમ કહે છે કે:) “તું પ્રભુ છો ને. પ્રભુ! તને તારી મોટપની ખબર નથી. પ્રભુ! તારામાં મહા ભગવંતસ્વરૂપ અંદર પડ્યો છે. જે ભગવતસ્વરૂપ, સિદ્ધપર્યાયથી પણ કોઈ અલૌકિક (ચીજ) છે. તારા સ્વરૂપ આગળ (સિદ્ધની) પર્યાયની કિંમત નથી !' (“બહેનશ્રીના વચનામૃત') બોલ–૨૧૭માં આવ્યું છેને..! “દ્રવ્ય ને પર્યાય બને સમાન કોટિમાં નથી; દ્રવ્યની કોટિ ઊંચી જ છે, પર્યાયની કોટિ નાની જ છે.”
એમ અહીંયાં કહે છે કેઃ (જોકે ) એકદેશ મોક્ષનો માર્ગ-આનંદ-સ્વસંવેદન પ્રગટ થયો “ તોપણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે” એવું ધ્યાન કરે છે કે “જે સકલ નિરાવરણ”- હું તો સકલ નિરાવરણ છું' –એનું હું ધ્યાન કરું છું. પ્રગટેલી દશાનું મને ધ્યાન નથી.
કહે છે કે જે સકલ નિરાવરણ છે– ભગવાન! દ્રવ્યસ્વભાવ સકલ નિરાવરણ છે. અખંડ છે. આહા.. હાહા! અંદર જે પર્યાય વિનાની વસ્તુ છે, એ તો અખંડ છે. (અને) જે નિર્વિકાર
સંવેદનશાન થયું, એ તો અખંડ છે. આહા. હા! ગજબ વાત છે!! મોક્ષના માર્ગની પર્યાયને નિર્વિકલ્પ સ્વસંવેદનલક્ષણ કહ્યું, પણ એને ખંડજ્ઞાન કહ્યું. ભગવાન (આત્મા) તો ત્રિકાળી અખંડ છે; એનું ધ્યાતા ધ્યાન કરે છે.
ધર્મી જીવ-સમકિતી–ધ્યાતા (પુરુષ) કોનું ધ્યાન કરે છે? કે એ જે સકલ નિરાવરણ દ્રવ્યસ્વભાવ, પૂર્ણ અખંડ છે, જેમાં તે ખંડજ્ઞાન નથી એટલે કે જે એકદેશ વ્યક્તરૂપ ખંડજ્ઞાન અને આનંદનું વેદન પ્રગટયું છે, તે જેમાં નથી, એવી એ અખંડજ્ઞાન વસ્તુ છે; (એનું ધ્યાન કરે છે ) ! ખંડજ્ઞાન તો અનેક પ્રકારની પર્યાય (રૂપ) છે; અને “આ વસ્તુ” (જેનું ધ્યાન કરવામાં આવે છે, તે) તો એકરૂપ ત્રિકાળ છે. એક કહો, શુદ્ધ કહો, અખંડ કહો (એકાર્ય છે ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com