Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 334
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩૨): ૩૨૧ સમાધાનઃ અહીં પર્યાયને મોક્ષનું કારણ બતાવવું છે. દ્રવ્ય છે તે તો કૂટી-ધ્રુવ છે. સંવર-નિર્જરાને મોક્ષનું કારણ બતાવવું છે. સંવર-નિર્જરા, એ ઉપશમ-ક્ષયોપશમક્ષાયિક ભાવ ( રૂપ) છે. એ ત્રણ પર્યાય મોક્ષનું કારણ છે, એમ બતાવવું છે. આહા.... હા! “નિયમસાર” ગાથા-૩૮માં તો આવ્યું ને.! ત્રિકાળી આત્મા જ ઉપાદેય છે. પર્યાય ઉપાદેય નથી. સંવર, નિર્જરા અને કેવળજ્ઞાન એ પર્યાયતત્ત્વ છે, નાશવાન છે; કારણકે એક સમયની અવસ્થા છે, બદલતી-નાશવાન છે. અને કારણ પરમાત્મા અવિનાશી છે, માટે એ તત્ત્વ છે, એ ખરેખર આત્મા છે. સમજાય છે કાંઈ? અહીંયાં બીજી ચીજ બતાવવી છે. અહીં તો બતાવવું છે કેઃ મોક્ષનું કારણ જે (છે, તે) પર્યાય છે, એ “પર્યાય' દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. એથી વીતરાગી પર્યાયને મોક્ષનું કારણ કહ્યું . એ વીતરાગી પર્યાય, વીતરાગી દ્રવ્યના અવલંબનથી ઉત્પન્ન થઈ છે; અર્થાત ત્રિકાળી વીતરાગબિંબ–ચૈતન્યપ્રતિમાના અવલંબનથી મોક્ષનો માર્ગ–વીતરાગી પર્યાય ત્રણ ભાવરૂપ ઉત્પન્ન થઈ છે; એ “પર્યાય' મોક્ષનું કારણ છે. પણ આ રાગાદિ કારણ નથી. અને આ (વીતરાગી પર્યાય) મોક્ષનું કારણ છે, એ બતાવવું છે. અને એ “પર્યાય” (મોક્ષનું) કારણ છે અને તે પર્યાય' દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે, એ સિદ્ધ કરવું છે. કારણ કે, એ (મોક્ષમાર્ગની) પર્યાયનો તો મોક્ષ થતાં નાશ થશે; (તો) જો એ પર્યાય અને દ્રવ્ય એક હોય, તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થાય; (પરંતુ) દ્રવ્ય તો અવિનાશી ત્રિકાળ છે! આહા... હા! ભગવાન (આત્મા) તો ત્રિકાળી આનંદનો નાથ, પૂર્ણાનંદ (પ્રભુ), અનંત ગુણનો પિંડ પ્રભુ (છે), એ ત્રિકાળ અવિનાશી છે. અર.. ૨. ૨! એમાં પલટવું-ફલટવું નથી. (એ) નાશવાન નથી ! આહા... હા! “શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી.” અહીંયાં આ કહેવું છે... હોં ! અને બીજે ઠેકાણે (નિયમસાર” માં એમ) બતાવવું છે કે: “મોક્ષ' કાર્યપરમાત્મા; એનું કારણ, “કારણ પરમાત્મા.” (પણ) અહીંયાં (એની) ના પાડે છે. -કઈ અપેક્ષાએ? (ક) પર્યાય સિદ્ધ કરવી છે અને પર્યાયને નાશવાન સિદ્ધ કરવી છે. અને પર્યાયને દ્રવ્યથી કથંચિત્ ભિન્ન સિદ્ધ કરવી છે. આહા.. હા! સમજાણું કાંઈ ? ન સમજાય તો રાત્રે (ચર્ચામાં) પ્રશ્ન પૂછવા. વિનાસંકોચ પૂછવું. આહા.... હા! કહે છે? કેઃ ભગવાનઆત્મા, પૂર્ણાનંદમૂર્તિ, ધ્રુવ પ્રભુ-એને ધ્યેય બનાવીને, (એનું ) અવલંબન લઈને, (તેનું લક્ષ કરીને, આશ્રય કરીને) જે પર્યાય ઉત્પન્ન થઈ, એને “ભાવના' કહી. એને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક-ત્રણ ભાવસ્વરૂપ કહી. એ (શુદ્ધ) પરિણામિકભાવથી ભિન્ન છે. કારણ કે ત્રણ ભાવ પર્યાયરૂપ છે અને (શુદ્ધ ) - પારિણામિક દ્રવ્યરૂપ છે! Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357