________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬: પ્રવચન નવનીત ભાગ-૧ આવ્યું. પર્યાય નથી. એમ નથી. “પર્યાય નથી' એમ માને તો નિશ્ચયભાસી-વેદાંત થઈ જાય. અને પર્યાયને મુખ્ય કરીને (પર્યાય) દષ્ટિ કરે તો પણ મિથ્યાષ્ટિ રહી જાય. (તેથી) પર્યાયને ગૌણ કરીને, ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદના નાથ ધ્રુવને મુખ્ય કરીને એને નિશ્ચય કહ્યો. પર્યાયને-ક્ષાયિક ભાવની પર્યાય સમકિત આદિને-ગૌણ કરીને અભૂતાર્થ –અસત્ય કહી. સત્ ત્રિકાળી વસ્તુને સત્ય કહ્યું, ( એને) મુખ્ય કરીને નિશ્ચય કહ્યો. “નિશ્ચયને મુખ્ય કહ્યો” એમ નથી; “મુખ્યને નિશ્ચય કહ્યો. અને એને (પર્યાયને) ગૌણ કરીને અસત્ય કહ્યું. અહીં કહે છે: એ (પ્રમાણજ્ઞાનની ) પર્યાયમાં બેય (-દ્રવ્ય અને પર્યાય ) પરસ્પર આત્માપદાર્થ છે. ( અર્થાત એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્યપર્યાયય (-દ્રવ્ય અને પર્યાયનું જોડકું ) તે આત્મા-પદાર્થ છે.
“નિયમસાર” ૩૮-ગાથામાં એમ કહ્યું કે ત્રિકાળી શુદ્ધસ્વરૂપ ભગવાન, પર્યાય વિનાનો, તે જ નિશ્ચયથી ખરેખર આત્મા છે. પર્યાય માત્ર પરદ્રવ્ય છે. અને સ્વદ્રવ્ય-ત્રિકાળી ભગવાન આત્મા- એ ખરેખર આત્મા છે. ખરેખર એ આત્મા છે અને (જ્યાં) પર્યાયને આત્મા કહેવામાં આવ્યો એ અભૂતાર્થ અને ઉપચારથી.
આહા. હા! સમજાય છે કાંઈ? ભાઈ ! આ તો વીતરાગની કોલેજ છે. જો થોડીઘણી સમજણ હોય તો કોલેજમાં જાય છે. આ તો વીતરાગી કોલેજ છે. આહા. હા! અલૌકિક વસ્તુ એવી છે !!
કહે છે કે ખરેખર આત્મા તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, જે શુદ્ધ પારિણામિક કહ્યું તે (છે); પણ પર્યાયને ભેળવીને પ્રમાણનો વિષય કરીને આત્મા કહ્યો. સમજાણું કાંઈ ?
ત્યાં, પ્રથમ તો જીવત્વ”- આત્માનું જીવપણું, અંદર શક્તિપણું, આનંદપણું, શુદ્ધસ્વભાવ ત્રિકાળી જીવત્વપણું; અને “ભવ્યત્વ”—મોક્ષ થવાલાયક ભવ્ય જીવ; અને (“અભવ્યત્વ”-) મોક્ષ નહિ થવાલાયક અભવ્ય; “એવા ત્રણ પ્રકારના પરિણામિક ભાવોમાં” – એ ત્રણ પ્રકારના પારિણામિક ભાવ છે.
અહીં તો ભવ્યને પણ પારિણામિક ભાવ કહ્યો. અને મોક્ષમાં એ (ભવ્યત્વરૂપ) પારિણામિક ભાવનો નાશ છે. – શું કહ્યું? ચીજ ( આત્મા ) માં ભવ્ય-અભવ્યપણું જ નથી. જે ભવ્યત્વ અર્થાત્ લાયકાત હતી, તે પ્રગટ થઈ ગઈ; (એથી) ત્યાં સિદ્ધમાં ભવ્યત્વપણું નથી.
અહીં એ કહ્યું છે કે: (જીવ7), ભવ્યત્વ, અને અભવ્યત્વ-ત્રણ પ્રકારના પરિણામિક ભાવ કહ્યા. આમ ત્રણ પ્રકારના પરિણામિક ભાવોમાં “શુદ્ધ જીવત્વ એવું જે શક્તિલક્ષણ” (તે ત્રિકાળ છે). અર્થાત્ એ ત્રણમાં–જીવત, ભવ્યત્વ અને અભવ્યત્વમાં- “શુદ્ધ જીવત્વશક્તિ' (છે, તે) ત્રિકાળ છે. શુદ્ધ પરમ આનંદમૂર્તિ પ્રભુ સહજસ્વભાવ છે, એમાં પર્યાયની અપેક્ષા નથી; એમાં ક્ષાયિકભાવના ભાવની અપેક્ષા નથી. એવો “શુદ્ધ જીવત્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com