________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮: પ્રવચન નવનીત ભાગ-૧
પણું ચાલ્યું જશે, બાપા! એમાં ‘આ ’ સત્ય વાત જો સમજણમાં ન આવી ( તો ) એ ચોર્યાશીના અવતારમાં ક્યાં જઈને રખડશે. શું કહેવાય ? જેમ વંટોળમાં તણખલું ઊડે, એ ક્યાં જઈને પડશે ? એમ જેને આત્મા શું ચીજ છે એની દૃષ્ટિ નથી; તે જીવ ક્યાં જઈને અવતાર લેશે ? નિગોદ ને નરકમાં જઈને અવતાર લેશે, બાપા! આહા... હા... હા !
અહીં કહે છે કેઃ જેમ નેત્ર અગ્નિને સળગાવતું નથી અને લોખંડનો પિંડ જેમ અગિનથી તપેલો છે, તેમ નેત્ર પરને કરતું નથી અને વેદતું નથી. એમ અંદર આત્મા ત્રિકાળી, શુદ્ધ, ચૈતન્યસ્વરૂપ જે સમ્યગ્દર્શનનો વિષય છે, એ ‘આત્મા’ રાગ-દ્વેષ કરે નહીં અને રાગ-દ્વેષ ભોગવે નહીં. એ તો ઠીક; પણ ‘અભેદ’ વિશેષ લીધું.
પ્રશ્ન: “ અભેદથી શુદ્ધજ્ઞાન (પરિણત ) ”– ‘ અભેદ ’ કેમ કહ્યું ?
સમાધાન: જે શુદ્ધ જ્ઞાન ત્રિકાળ છે, એમ અંદર અનુભવમાં અભેદ થયો. રાગથી ભિન્ન થઈને, પોતાનું (જે) શુદ્ધજ્ઞાનસ્વરૂપ ત્રિકાળ છે, એમાં એકાગ્ર થઈને અભેદ થયો. એમ અભેદનયથી કહ્યું કેઃ શુદ્ધજ્ઞાન જે ત્રિકાળ છે, દ્રવ્યસ્વભાવ જે ત્રિકાળ છે એની સાથે અભેદ થયો.
પહેલાં તો એટલું કહ્યું (કે) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, એ રાગ-દ્વેષનો કર્તા અને ભોક્તા નથી. -એ તો દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી લીધું પણ હવે કહે છે કેઃ એ દ્રવ્યની દૃષ્ટિ જેને થઈ-સમ્યગ્દર્શન થયું-રાગ, દયા, દાન, વ્રત, તપના વિકલ્પથી ભિન્ન પડીને (જેને) પોતાના સ્વરૂપની શુદ્ધ પરિણતિ થઈ-એ ‘શુદ્ધ પરિણતિ' ધર્મ છે. એ શુદ્ધ પરિણતિ પણ રાગની કર્તા અને રાગની ભોક્તા નથી. આહા... હા! આવો માર્ગ છે, પ્રભુ! સમજાય છે કાંઈ ? આવી વાત છે!!
જિજ્ઞાસા: રાગી હોવા છતાં પણ રાગનો કર્તા નથી?
સમાધાનઃ નથી. કર્તા નથી. (રાગ) કરવો, એનું કાર્ય નથી. થાય છે, તો એનો જ્ઞાતા છે. જાણના૨-દેખના૨ ૨હે, એનું નામ ધર્મ છે. આહા... હા! આકરી વાત, બાપુ!
જિજ્ઞાસાઃ સ્વભાવ તો (રાગનો કર્તા) નહીં, પણ પરિણતિ પણ નહીં ?
સમાધાનઃ પરિણિત પણ નહીં. ત્રિકાળી દ્રવ્યમાં તો (રાગનું કર્તૃત્વભોકતૃત્વ) નથી; પણ ત્રિકાળી દ્રવ્યની દષ્ટિ-સમ્યગ્દર્શન થયું (અર્થાત્ ) શુદ્ધ પરિણતિ થઈ-એ પણ, રાગ-દ્વેષની કર્તાભોક્તા નથી. પ્રભુ! અંદર (શાસ્ત્રમાં ) લખાણ છે કે નહીં?
“ અભેદથી શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ ” અર્થાત્ શુદ્ધ જ્ઞાનની પર્યાય જેને પ્રગટ થઈ, ( એટલે કે ) જે અનાદિથી પુણ્ય ને પાપ, દયા ને દાન, કામ ને ક્રોધના વેદનનો કર્તા હતો; (જેણે ) જૈન દિગંબર સાધુ થઈને મુનિવ્રત લીધું-પંચ મહાવ્રત પાળ્યાં; એ તો (બધાં ) રાગ છેએ રાગનો કર્તા થઈને મિથ્યાદષ્ટિપણે અનંતવાર નવમી ત્રૈવેયક સુધી ગયો. અહીં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com