________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬: પ્રવચન નવનીત ભાગ-૧ આનંદનો પાક ન લઈએ ને જો એનાથી વિરુદ્ધ રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ-ક્રોધનાપરિણામ (ઊપજે, તો કહે છે કેઃ) અરે... રે! આ પરદેશમાં ક્યાં આવ્યાં? અહીંયાં કહે છે કે એ ‘ભાવના' માં રાગનો તો બિલકુલ અભાવ છે. સમસ્ત રાગાદિથી રહિત (છે.)
બહેનશ્રીનાં વચનામૃત' માં આ બોલ-૪૦૧ છે ને..! “જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે.” -જ્ઞાની-સમકિતી–ધર્મી જીવનું પરિણમન-પર્યાય વિભાવથી પાછું હઠીને, એટલે કે પુણ્ય-દયા, દાન, વ્રતના વિકલ્પથી પાછું હઠીને, સ્વરૂપ તરફ જઈ રહ્યું છે. “જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે.” –ધર્મી તો અંદરમાં ઠરી જવા તલસે છે. ( રાગ આવે છે, છતાં) તેમાં રહેવું, તે એનું કામ નથી. “આ વિભાવભાવ અમારો દેશ નથી.” -દયા, દાન, વ્રત, ભક્તિ, દેવ-ગુરુશાસ્ત્રનો વિનય, વાંચન આદિ વિકલ્પ, એ અમારો દેશ નથી, અરે ! “આ પરદેશમાં અમે
ક્યાં આવી ચડયાં? અમને અહીં ગોઠતું નથી.” - રાગ આવે છે, પણ અમને રુચતો નથી. અરે. રે! અમે ક્યાં જઈ ચડ્યાં? આહા... હા ! આ ચીજ (“વચનામૃત') તો અલૌકિક છે! બેનના અંતરમાંથી નીકળતી ભાષા... આ તો (પુસ્તકરૂપે ) આવી ગઈ. નહીંતર તો કોઈ લખે અને એની ખબર પડે તો (બેન કહી દે કે) બહાર નથી પાડવું! આ તો દીકરીઓએ ખાનગીમાં લખ્યું અને આ (પુસ્તક) બહાર આવી ગયું. (કહે છે કેઃ) “અહીં અમારું કોઈ નથી.” – અરે. રે! દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામમાં અમારું કોઈ નથી. (એ) કોઈ ચીજ અમારી નથી. એમાં અમારા સ્વજન નથી. અમારા સત્ + જન = સત્ ભગવાન આત્મા, એની જે નિર્મળ પરિણતિ, તે સજન, રાગમાં નથી. “જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્યાદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે.” – જ્યાં અંતરમાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, (શ્રદ્ધા એટલે સમકિત. સમકિત એટલે ત્રિકાળીની શ્રદ્ધા.) , આનંદ, વીર્ય આદિ અનંતગુણ (રૂપ) અમારો પરિવાર વસે છે. અમારો પરિવાર ત્યાં આનંદમાં છે. દયા, દાન, વ્રતાદિ વિકલ્પમાં અમારો પરિવાર નથી. રાગ અમારો પરિવાર નથી, પ્રભુ! અર. ૨! જે ક્રિયા-કાંડનો વિકલ્પ ઊઠે છે એ તો ઝેર છે; એ અમારો દેશ નથી. એ વીર્યાદિ અનંતગુણ અમારો પરિવાર છે, તે અમારો સ્વદેશ છે.
શ્રીમદે (“ધન્ય રે દિવસ આ અહો' કાવ્યમાં) કહ્યું ને....! અવશ્ય કર્મનો ભોગ છે.” – રાગ હજી ટળતો નથી, પ્રભુ! અસ્થિરતા દેખાય છે, તો હુજી રાગ ભોગવવાનો છે એમ દેખાય છે. આનંદ ભોગવવાની સાથે રાગનું ભોગવવું હજી દેખાય છે. એકલા આનંદનો ભોગ હજી દેખાતો નથી. હુજી દુઃખનું વેદન (પણ છે.) રાગ કહો કે દુ:ખ કહો. એ વ્રત, તપ, ભક્તિના વિકલ્પ છે એ દુઃખ છે, રાગ છે. આહા.... હા! હવે લોકો એને (રાગને) ધર્મ માનીને, “ધર્મી છીએ' (એમ માને/મનાવે છે) ! અરે. રે! ક્યાં જશે? એ મિથ્યાત્વભાવના સેવન (વડ) તો નિગોદમાં જશે ! આકરી વાત છે, પ્રભુ! શું થાય? અહીં તો સત્યની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com