________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪: પ્રવચન નવનીત ભાગ-૧
આહા... હા! એ સહજ-શુદ્ધ પારિણામિક-પરમભાવલક્ષણ “નિજપરમાત્મદ્રવ્ય તરફ ઝૂકવાથી જે સમ્યગ્દર્શન થાય છે, એ તરફ ઝૂકવાથી જે સમ્યજ્ઞાન થાય છે અને એ તરફ ઝૂકવામાં લીનતા થાય છે એ અનુચરણ-ચારિત્ર (છે). અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રએ નિજપરમાત્મદ્રવ્યની પ્રતીતિ, નિજપરમાત્મદ્રવ્યનું જ્ઞાન અને નિજપરમાત્મદ્રવ્યમાં લીનતા એ ચારિત્ર છે. બીજો કોઈ વિકલ્પ-મહાવ્રતના વિકલ્પ, એ કોઈ ચારિત્ર નથી ! સમજાણું કાંઈ?
આહા.. હા! “ભવ્યત્વશક્તિ” એ પર્યાયનયનો વિષય છે. એ “શક્તિની વ્યક્તતા' એ પણ પર્યાયનયનો વિષય છે. પણ એ પર્યાયનયનો વિષય પ્રગટ્યો ક્યાં? કેવી રીતે? કે: સહજશુદ્ધ-પારિણામિક (ભાવ) લક્ષણ નિજપરમાત્મદ્રવ્યની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા (થાય ત્યારે).
આહા. હા.. હા! કાંઈ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા અને નવ તત્ત્વના ભેદવાળી શ્રદ્ધા, (એ સમ્યગ્દર્શન નથી!) (પરંતુ) નવ તત્ત્વની અભેદ શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. ઉમાસ્વામીકૃત તત્ત્વાર્થસૂત્ર” :તત્ત્વાર્થશ્રદ્ધાનું સૂચન ” – એ અભેદ-એક વચન છે. સંસ્કૃત ટીકામાં સાત તત્ત્વનાં નામ લીધાં પણ એકવચન લીધું. કેમ કે, ભેદ નહીં! સમજાણું કાંઈ !
આહા. હા! ભગવાન આત્મા સહજ-શુદ્ધ-પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્યની શ્રદ્ધા-જ્ઞાન-રમતા-એ-રૂપે પર્યાયે પરિણમે છે. “પર્યાયે પરિણમે છે.” એ પણ વ્યવહારનયનો વિષય પર્યાય છે. પણ એ છે! એ વ્યવહારનય આશ્રય કરવા લાયક નથી, એ બીજી ચીજ છે, પણ વસ્તુ (-પર્યાય) છે! ભવ્યત્વની યોગ્યતા પણ છે અને એની વ્યક્તતા પણ પર્યાય છે. –એ બે વિષય પણ વ્યવહારનયના છે. એ કોના આશ્રયે પ્રગટ થાય છે, એ વળી બીજી ચીજ. પણ એ પ્રગટ થાય છે “દ્રવ્યના આશ્રયે , પણ એ “પર્યાય' છે; એ વ્યવહાર છે. “મોક્ષમાર્ગ' એ વ્યવહાર છે. “મોક્ષ' એ વ્યવહાર છે. આહા.. હા ! એ “પર્યાય' છે ને? પણ એ છે! મોક્ષનો માર્ગ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-પર્યાય છે. એ પર્યાય પર્યાયના આશ્રયે પ્રગટતી નથી; દ્રવ્યના આશ્રયે (પ્રગટ) થાય છે. દ્રવ્યના આશ્રયે (પ્રગટ) થઈ, એ “શક્તિની વ્યક્તતા” પર્યાય છે. “ પર્યાયે પરિણમે છે”. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાયે પરિણમે છે. એને આગમથી શું કહેવું? અધ્યાત્મથી શું કહેવું? એ વાત (આગળ કહેશે..).
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com