________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪): પ્રવચન નવનીત ભાગ-૧
ઝીણી વાત છે, ભાઈ ! આ તો મૂળ તત્ત્વ છે! પરમાત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકનાથે જે કહ્યું એ કોઈ (નવો) પંથ નથી. એ કોઈ પક્ષ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ જ એવું (ત્રિકાળ) છે. આહા.... હા ! એ વસ્તુનું સ્વરૂપ આ છે કે જ્યારે એ વસ્તુની દષ્ટિ થાય છે અને ક્રમબદ્ધ પર્યાય ઉપરથી લક્ષ છૂટી જાય છે અને ત્યારે એને દ્રવ્યની દૃષ્ટિ થાય છે.
દ્રવ્યમાં એ ભાવગુણ બે છે. એક (ભાવ) ગુણના કારણે વિકારરૂપ પરિણમનના અભાવરૂપ પરિણમન થાય છે. એટલે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણમન થાય છે. અને (બીજા) એક ભાવ ( ગુણ ) ને કારણે, એ સમયે જે પર્યાય થવાવાળી છે તે થશે. આહા... હા. હા !
આ દ્રવ્યમાં “હું આ પર્યાય કરું તો થશે” એવો પ્રશ્ન નથી. એવો વિકલ્પ પણ નથી. ઝીણી વાત છે, પ્રભુ ! એ વસ્તુમાં વિકલ્પ નથી. ભાવગુણને કારણે એ પર્યાય (થવાવાળી) થશે (જ). પછી “હું કરું” એવા વિકલ્પનું પણ લક્ષ નથી. અર્થાત્ “એ પર્યાય કરું” એવું પણ લક્ષ (સાધકને) નથી. એનું લક્ષ તો દ્રવ્ય ઉપર ગયું છે, કે જેમાં અનંત ગુણ પડ્યા છે. ભાવ, અભાવ, અભાવભાવ (વગેરે). ઝીણી વાત ! એક એક વાત (ઝીણી) છે.
આત્મામાં “ભાવ” નામના બે ગુણ છે. જ્યારે “ક્રમબદ્ધપર્યાય' નો નિર્ણય કરે છે તો એની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. અને દ્રવ્યમાં ભાવ નામનો ગુણ પડ્યો છે તો તે કારણે વિકારરહિત પરિણમન થાય છે. નહીંતર “ક્રમબદ્ધ' માં તો વિકાર પણ આવે છે પણ, “ક્રમબદ્ધ' નો નિર્ણય કરવા જાય છે ત્યાં, ક્રમબદ્ધમાં નિર્મળ-મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન થાય છે. આહા... હા! સમજાય છે કાંઈ ?
(અહીં) કહે છે કે “પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવાં પોતાનાં પરિણામોથી ઊપજતો થકો” - (અહીં) નિર્મળ પરિણામને પોતાનાં કહ્યાં (છે). નહીંતર પર્યાય છે, તે દ્રવ્યથી ભિન્ન છે. કારણ કે પર્યાય તો દ્રવ્ય ઉપર તરે છે. પર્યાયનો પ્રવેશ દ્રવ્યમાં નથી. (પણ) અહીં તો એટલું (જ) સિદ્ધ કરવું છે કેઃ જીવમાં જે પરિણામ થાય છે તે ક્રમસર થાય છે, ક્રમબદ્ધ થાય છે.
સાધારણ વાત તો એમ આવી ને...? કે: ગુણ સહવર્તી અને પર્યાય ક્રમવર્તી (છે). (પણ) અહીં તો એ ઉપરાંત “મનિયમિત”-ક્રમવર્તી તો છે; પણ નિયમથી જે થવાવાળી છે તે થશે. “તે થશે ” એ સત્ છે! ખરેખર તો પર્યાય “સત્ય” (છે).
અહીં તો (કહે છે: ) નિર્મળ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની-પર્યાય ઉત્પન્ન થઈ છે, એ (નિર્મળ પર્યાય) પણ “ક્રમબદ્ધ' નો નિર્ણય કરવાથી (ઉત્પન્ન થઈ છે). (કેમકે) દ્રવ્યસ્વભાવનો નિર્ણય થાય છે, તો એનું (દ્રવ્યનું) પરિણમન નિર્મળ જ થાય છે. વિકાર થાય છે, પણ વિકારથી રહિત એનું પરિણમન થાય છે. ઝીણી વાત છે, ભાઈ ! (પણ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com