________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮: પ્રવચન નવનીત ભાગ-૧
સમસ્ત રાગાદિ, એટલે સમસ્ત રાગ-દ્વેષ, વિષય-વાસના, દયા-દાન-વ્રતાદિના વિકલ્પ, રહિત છે. સમજાણું કાંઈ ?
આવું (સૂક્ષ્મ તત્ત્વ) છે, ભાઈ! દુનિયાને રુચે કે ન રુચે. (પણ એ વાત તો વીતરાગના ઘરની છે; પણ) પક્ષમાં પડયાં હોય એને કેટલાકને ગોઠે નહીં, ભાઈ ! સાધુપણું તો કોઈ અલૌકિક ચીજ છે! એને ક્ષણે ક્ષણે સાતમું અને છઠ્ઠું ગુણસ્થાન આવે છે. ક્ષણમાં સાતમાંમાં નિર્વિકલ્પ આનંદ અને ક્ષણમાં છઠું. સમકિત તો પહેલાં (ચોથે ) થયું જ હોય. એ થવા વિના, છઠ્ઠું ક્યાંથી આવ્યું? અહીં (સંપ્રદાયમાં) તો સમકિતનાં ઠેકાણાં નહીં. ( છતાં ) મુનિ થઈ ગયા ! આહા... હા! ઝીણી વાત છે, પ્રભુ!
અહીંયાં કહે છેઃ એ (ઔપમિકાદિ ત્રણ ભાવ), સમસ્ત રાગાદિથી (અર્થાત્ સર્વ પ્રકારના દ્વેષ અને વિષયવાસનાદિ અશુભને શુભરાગથી ) રહિત હોવાને લીધે, શુદ્ધ ઉપાદાનકારણભૂત (હોવાથી તે મોક્ષનાં કારણ છે).
ઉપાદાન બે પ્રકારનાં છેઃ એક ધ્રુવ ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન (અહીંયા ) આ વાત ક્ષણિક ઉપાદાનની ચાલે છે. ધ્રુવ ઉપાદાન તો ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ (દ્રવ્ય છે). અને આ જે શુદ્ધ ઉપાદાન (કારણભૂત કહ્યું) છે, તે પર્યાય છે. અર્થાત્ નિર્મળ વીતરાગીપર્યાય, એ શુદ્ધ ઉપાદાન (કારણ ) ભૂત (ક્ષણિક ઉપાદાન ) છે.
આહા.. હા! આ તો દિગંબર સંત જયસેન આચાર્યદેવની સંસ્કૃત ટીકા છે! એમણે બનાવી, (એ) જગતને પસંદ પડે કે પસંદ ન પડે.. શું કરવું? માર્ગ તો આ છે, ભાઈ ! આહા.. હા! પ્રભુ! તારા લાભનું કારણ તો આ માર્ગ છે. બાકી નુકશાનનાં કારણ તો તું અનાદિ કરી (–સેવી ) રહ્યો છે.
એ (ત્રણ ભાવ), સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે, શુદ્ધ ઉપાદાનકારણભૂત હોવાથી (મોક્ષનાં કારણ છે).
એક શુદ્ધ ઉપાદાન ‘ધ્રુવ’ છે. અને એક રાગાદિ અશુદ્ધ ઉપાદાન મલિન છે. - શું કહ્યું ? (કેઃ) એક, ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ઉપાદાન છે. અને એક, રાગ-દયા-દાનાદિ અશુદ્ધ ઉપાદાન મલિન (પર્યાય ) છે. અને (એક,) આ (જે ઉપશમાદિ ત્રણે ભાવ છે તે) શુદ્ધ ઉપાદાન નિર્મળ પર્યાય છે. અરે.. રે! આવું છે! ત્રણ પ્રકારના ઉપાદાન ! બે પ્રકારનાં ઉપાદાન પોતાની પર્યાયમાં થાય છે. અને એક ઉપાદાન, ધ્રુવ (દ્રવ્ય છે). એ કાયમી ચીજને પણ ઉપાદાન કહે છે. એવું ‘ચિવિલાસ ’ માં આવે છે.
આહા... હા ! ( એ ઉપશમાદિ ત્રણભાવને) શુદ્ધ ઉપાદાન કહ્યું ને...! કેમકે- દયા, દાન, વ્રત, ભક્તિના (જે) ભાવ છે, એ અશુદ્ધ ઉપાદાન છે; મિલન છે, મેલ છે; એ મોક્ષનો માર્ગ નથી. અરે.. રે! આવી વાત (બીજે) ક્યાં?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com