________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬: પ્રવચન નવનીત ભાગ-૧ વિકાર કેમ થાય છે? કેઃ પરના લશે, પરના વશથી વિકાર થાય છે. પોતાના દ્રવ્ય અને ગુણમાં વિકાર થવાની તાકાત જ નથી. આહા.... હા... હા... હા ! દયા-દાનનાં પરિણામ કરવાની પણ તાકાત પોતાના ગુણની નથી. ગુણ તો નિર્મળ છે. અનંતા... અનંતા.... અનંતા... અનંતા ગુણ છે, પણ એમાંથી એકેય ગુણ વિકાર કરે, એવો કોઈ ગુણ છે નહીં. આહા... હા... હા !
અહીં કહે છે કે મુખ્ય વાત એ કહેવી છે કે.. આચાર્ય મહારાજ અમૃતચંદ્રાચાર્ય કહે છે “તાવત” અમારી મુદ્દાની વાત એ છે કેઃ “ક્રમબદ્ધ એવાં પોતાનાં પરિણામોથી” –પોતાનાં પરિણામ ક્રમબદ્ધ થાય છે; આવાં પાછાં નહીં. આહા... હા ! સમજાણું કાંઈ ?
તેઓ (ઈશરીમાં) કહેતા હતા કે “આગળ-પાછળ પરિણામ હોય. એક પછી એક થતાં હોય પણ આ જ હોય, એમ નહીં'. (પણ) અહીં એમ નથી. “તે જે થવાવાળાં (પરિણામ) હોય તે જ થશે.” સમજાણું કાંઈ ? ઝીણી (વાત) છે. આ તો પરમાત્માના પેટની વાત છે. આહા.. હા!
અરે ! તેણે (જીવે) કદી (યથાર્થ ) નિર્ણય કર્યો નથી. પરથી વિમુખ-નિમિત્તથી, રાગથી અને પર્યાયથી વિમુખ-પોતાના ત્રિકાળ સ્વભાવ-સન્મુખ નિર્ણય કરે છે ત્યારે “ક્રમબદ્ધ” નો સાચો નિર્ણય થાય છે. સમજાણું કાંઈ ?
આહા... હા! બહુ આકરી વાત! અભ્યાસ ન મળે, લોકોને નવરાશ નથી. આખો દી પાપના ધંધા... લોકો બાયડી-છોકરાંમાં રોકાય. પાપ.. પાપ ને પાપ. ધર્મ તો નથી, પણ પુણ્યનાં ઠેકાણાં નથી. ચાર કલાક શાસ્ત્રવાંચન કરવું અને સત્સમાગમ (કરવો). (પણ) સત્સમાગમ મળવો (પાછો) કઠણ. (મળે તો) એવો મળે કે ઊંધો અર્થ સમજાવે... તો મિથ્યાત્વનું પોષણ થાય. સમજાણું કાંઈ ! એમાં ધર્મ-બર્મ (નથી.) ધર્મ તો કોઈ અલૌકિક ચીજ છે! હજુ ચોવીસ કલાકમાંથી ચાર કલાક પુણ્યનો શુભભાવ કરીને પુણ્ય બાંધે, એ પણ ટાઈમ (નવરાશ ) નહીં. એમાં આ ધર્મ (ક્યાં) ?
મારી ચીજ અનંતગુણથી પરિપૂર્ણ ભરેલી છે; એનો જેને નિર્ણય હોય, એને “ક્રમબદ્ધ” નો નિર્ણય થાય છે. એને “કેવળજ્ઞાનીએ દીઠું તેમ થશે' એનો નિર્ણય થાય છે. સમજાણું કાંઈ?
૧૯૭૨ની સાલમાં, ફાગણ માસમાં, એ મોટી ચર્ચા થઈ હતી. મેં તો એમ કહ્યું કે જુઓઃ નેમિનાથ ભગવાન (જ્યારે) દ્વારકામાં આવ્યા હતા, તો દર્શન કરવા માટે શ્રીકૃષ્ણ અને એના ભાઈ ગજસુકુમાર (ગજ અર્થાત્ હાથી, હાથીના તાળવા જેવું જેનું સુંવાળું શરીર હતું. અવસ્થા જુવાન.) હાથીના હોદ્દે જતા હતા. (શ્રીકૃષ્ણના) ખોળે ગજસુકુમાર બેઠા હતા. હાથી ઉપરથી જોયું ત્યાં એક ઘણી રૂપાળી સોનીની છોકરી, સોનાના દડે રમતી હતી. શ્રીકૃષ્ણે કહ્યું કે આ છોકરીને ગજસુકુમારના લગ્ન માટે અન્તઃપુરમાં લઈ જાઓ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com