________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬ : પ્રવચન નવનીત ભાગ-૧ આટલાં – બાવીશ લાખ પુસ્તકો પ્રકાશિત થયાં); આ મકાન (–મંદિરો આદિ) બન્યાં, (પણ) અમે કોઈને કાંઈ કહ્યું નથી, મકાન બનાવો.. અહીં પૈસા (વાપરો )... બિલકુલ કોઈ વાત નહીં. (અમે તો માત્ર) ઉપદેશ આપીએ, સાંભળવું હોય તો સાંભળો, એ સિવાય (અમારી કોઈ ) પ્રવૃત્તિ નથી.
અહીં કહે છે કે : એ શુદ્ધ પારિણામિકની જે પર્યાય છે, તે દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. કેમ ભિન્ન છે? – એ વિશેષ કહેશે.
*
*
*
[ પ્રવચન : તા.૪-૮-૭૯ ]
(“સમયસાર') ૩૨૦ – ગાથાની જનસેનાચાર્યની ટીકા છે. અહીં સુધી આવ્યું છે : જે આત્મા પોતાના સ્વભાવ-સન્મુખ થઈને જે શુદ્ધોપયોગથી પોતાને પ્રાપ્ત કરે છે, એ શુદ્ધોપયોગ-શુદ્ધ (આત્મા) અભિમુખ ભગવાન ! એ પર્યાય શું ચીજ છે? પર્યાય અને દ્રવ્યને શો સંબંધ છે? એ ઝીણી વાત (ઇ ) ! શું કહ્યું? કે : પ્રભુ ચૈતન્યસ્વરૂપ, ધ્રુવ, અતીન્દ્રિય આનંદ અમૃતના સાગરથી પરિપૂર્ણ ભર્યો (છે). એવી (જે) ચીજ (શુદ્ધાત્મા ), એની સન્મુખ થઈને જે અભિમુખ પરિણામ ઉત્પન્ન થાય છે અર્થાત્ (દ્રવ્ય-સન્મુખ, અને પરથી - પર્યાયથી પણ વિમુખ થઈ, એ પર્યાય અનંતર્મુખ જાય છે, તો એ પર્યાયને અધ્યાત્મભાષાથી “શુદ્ધાત્માભિમુખ (પરિણામ)” અને “શુદ્ધોપયોગ” કહેવામાં આવ્યું. (તથા) એને આગમ ભાષામાં ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (ભાવત્રય) કહેવામાં આવ્યું. હવે અહીં કહે છે કે ““તે પર્યાય '' - એ શુદ્ધોપયોગ (રૂપ) જે પર્યાય, દ્રવ્ય સ્વભાવ ભગવાન પૂર્ણ પ્રભુની સન્મુખ થઈ એ પર્યાય- “શુદ્ધપારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કર્થચિત્ ભિન્ન છે.'' આહાહા..હા !
શરીર, વાણી, મનની તો વાત જ કયાં છે ? એ તો પરવસ્તુ (છે). એના કારણે આવે છે, જાય છે. પુણ્ય-પાપના ભાવની અહીં વાત નથી. એને તો (“સમયસાર”) સંવર અધિકારમાં (એમ કહ્યું કે :) પુણ્ય – પાપના ભાવ “આધાર અને આત્મા “આધેય”, કે આત્મા ‘આધાર’ અને પુણ્ય-પાપ “આધેય” – એમ નથી. ત્યાં એટલું લીધું કે : પુણ્ય- પાપના ભાવનું ક્ષેત્ર પણ ભિન્ન! આહા..હા..હા ! સ્ત્રી, કુટુંબ, પરિવારનું ક્ષેત્ર તો (સર્વથા ) ભિન્ન (છે); એની વાત તો અહીં છે નહીં એની સાથે તો (આત્માને) કાંઈ સંબંધ જ નથી. ફકત અંદર જે પુણ્ય અને પાપના ભાવ થાય છે, એને પણ પરસત્તા ગણીને પરક્ષેત્ર ગણ્યા છે. - એ પરસત્તા છે, પોતાની - સ્વસત્તા નથી. આહાહા...હા ! દયા, દાન,વ્રત, ભક્તિ, પૂજાદિનો ભાવ થાય, પણ એ સ્વસત્તામાં અભિન્ન નથી, અર્થાત્ સ્વસત્તાથી તદ્દન ભિન્ન છે. ત્યાં સંવર અધિકાર (ગાથા : ૧૮૧-૧૮૩) માં તો એમ કહ્યું કે : ઉપયોગ ઉપયોગમાં છે. જાણનક્રિયા આધાર અને આત્મા આધેય, એમ લીધું ત્યાં તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com