________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩O૮-૩૧૧: ૧૮૭ વાદ-વિવાદ નહીં કરતો. એવી ચીજ અગમ્ય છે કે એ કાંઈ વાદ-વિવાદથી ગમ્ય થઈ જાય (તેવી વસ્તુસ્થિતિ જ નથી). સ્વસમય (એટલે) પોતાના જૈન, અને પરસમય (એટલે ) અન્ય; એની સાથે વાદ ન કરવો!
(અહીંયાં કહે છે:) “કર્તા-કર્મની અન્ય નિરપેક્ષપણે” ( –અન્ય દ્રવ્યથી નિરપેક્ષપણે ) સ્વદ્રવ્યમાં જ સિદ્ધિ હોવાથી. “આહા... હા! મહાસિદ્ધાંત !! “ક્રમબદ્ધ” નો નિચોડ (–સાર) આ છે કે પ્રત્યેક પદાર્થની જે પર્યાય જે સમયે, જે કાળે, જન્મક્ષણે ઉત્પન્ન થવાની છે, (તે) ત્યારે ઉત્પન્ન થશે. એને પરની અપેક્ષા નથી. સમજાય છે કાંઈ ?
એક હાથ બીજા હાથને અડતો નથી. એ પોતાનું આમ (અડવાનું) જે કાર્ય અહીંયા (થયું), એમાં આ આંગળીની અપેક્ષા નથી. અને આ આંગળીના કાર્યમાં આ (બીજા હાથની) આંગળીની અપેક્ષા નથી. અને આ આંગળીના કાર્યમાં આ (બીજા હાથની) આંગળીની અપેક્ષા નથી. આહા... હા! આવી વાત !!
હું લોકોને ભાષાથી સમજાવી દઉં....! (એવું) જોર સમજાવવાવાળાને આવી જાય. પણ અહીં કહે છે કે એની સમજવાની પર્યાયમાં તારી ભાષાની અપેક્ષા નથી.
જિજ્ઞાસા: પરસ્પર ઉપકારની (વાત શાસ્ત્રમાં આવે છે ને ?)
સમાધાનઃ એ વાત જ નિમિત્તનું કથન છે. હમણાં તો બધાં (પ્રકાશનો) માં આવે છે ને ! ચૌદ બ્રહ્માંડનો (આકાર) કરીને નીચે લખે છે “પરસ્પરોપગ્રહો નીવાનામ”. એ તો નિમિત્તનું કથન છે. “મોક્ષમાર્ગ પ્રકાશક' માં આઠમા અધ્યાયમાં છે. જુઓઃ “હવે, મિથ્યાદષ્ટિજીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપી, તેમનો ઉપકાર કરવો એ ઉત્તમ ઉપકાર છે. શ્રી તીર્થકર-ગણધર આદિ પણ એવો જ ઉપાય કરે છે. માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશાનુસાર ઉપદેશ આપીએ છીએ. –એ વ્યવહારનું કથન છે. અરે પ્રભુ! પ્રત્યેક દ્રવ્યની-સાંભળવાવાળાની-જે પર્યાય ઉત્પન્ન થાય છે, તે પર્યાય-સાંભળવાની–અપેક્ષા વિના ઉત્પન્ન થાય છે!
“સમયસાર' બંધ અધિકારમાં લીધું છે કેઃ પરનો મોક્ષ કરાય છે અને પરને બંધ કરાય છે–એમ માનો છો; તો શું એનો મોક્ષ કરાવી લ્યો છો? (ભાઈ! એવી સ્થિતિ નથી). એના અજ્ઞાનથી એને બંધ થાય છે અને (એના) વીતરાગભાવથી એનો મોક્ષ થાય છે! આહા.... હા ! બહુ ઝીણી વાત ! બહુ અપૂર્વ વાત !!
માળા ફરે છે... તો એ મણકો જે નીચે ઊતરે છે, એમાં આંગળીની અપેક્ષા નથી. આંગળી એમ ફરે છે... તો એમાં આત્માની અપેક્ષા નથી. કોઈ પર્યાય તેના સમયમાં ક્રમસરક્રમબદ્ધ થવાવાળા કાર્યનો કર્તા તો તે પરમાણુ છે. જેનું કાર્ય જુઓ. તે કાર્યનો “કર્તા” તે છે. તે “કાર્ય” માં બીજા (કોઈ ) ની અપેક્ષા જ નથી. આહા... હા! આ રોટલી બને છે, રોટલા બને છે... આમ હાથેથી ટીપીને ગોળ તો કહે છે કે એને હાથની અપેક્ષા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com