________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪: પ્રવચન નવનીત ભાગ-૧ અને નિમિત્ત ઉત્પાદક-એવા (ભાવનો) અભાવ છે. ઉત્પાદ્ય અર્થાત્ ઉત્પન્ન થવા લાયક “કાર્ય' અને ઉત્પાદક અર્થાત્ એ (કાર્ય) ને ઉત્પન્ન કરવાવાળો (– “કર્તા'.) –એવા ઉત્પાદ્યઉત્પાદકભાવનો અભાવ સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે છે. અહીંયાં શું બાકી રહ્યું? દેવ-ગુરુ, એ ઉત્પાદક” અને એની (બીજાની) સમ્યગ્દર્શનની પર્યાય “ઉત્પાધ” –એમ નથી. આહા... હા.. હા ! આકરી વાત છે, ભાઈ ! આ શિક્ષણ શિબિરમાં આવ્યા. પણ શિક્ષણ તો આ જાતનું છે!
સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાધ-ઉત્પાદક ભાવનો અભાવ છે; તે (કારણકાર્યભાવ) નહીં સિદ્ધ થતાં”, અર્થાત્ પરદ્રવ્ય “ઉત્પાદ્ય' અને બીજું પરદ્રવ્ય “ઉત્પાદક' એમ સિદ્ધ ન થતાં, “અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી”. અજીવને જીવનું કાર્ય-અજીવની પર્યાય જીવનું કાર્ય, એમ સિદ્ધ થતું નથી. સમજાણું? શું આવ્યું? અજીવને જીવનું કર્મપણું (અને ) જીવને અજીવનું કર્મપણું-એમ સિદ્ધ થતું નથી.
સમ્યગ્દષ્ટિ જો કુંભાર હોય, તો ઘડો બનવામાં “હું બનાવું છું' , એવો વિકલ્પ (–એવી માન્યતા) એને છે જ નહીં. (જે) સ્ત્રી સમ્યગ્દષ્ટિ છે તે “હું રોટલી બનાવું છું અને શાક બનાવું છું” એમ અંદરમાં માનતી નથી. કાર્યમાં ઉપસ્થિતિ જુએ, તો એ મારાથી બને છે , એમ સમ્યગ્દષ્ટિ માનતો નથી. બહુ આકરું કામ! રોટલી, દાળ, ભાત, શાક બનાવવા આ પુડલા બનાવવા; વડી-પાપડ-સેવ (બનાવવામાં જો) હોંશિયાર બાઈ હોય, હાથ હળવા હોય.. તો બરાબર થાય છે એવી માન્યતા) ભ્રમણા છે તારી !
(અહીં કહે છે: ) (જીવન) એ અજીવનું કર્મપણું અને (અજીવને) જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. (જીવથી) અજીવનું કાર્ય (અને અજીવથી) જીવનું કાર્ય-એમ સિદ્ધ થતું નથી. આહા... હા! અને તે સિદ્ધ ન થતાં, કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે સિદ્ધ હોવાથી, (જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી). (અહીં શબ્દ) “નિરપેક્ષ” આવ્યું ને? જરી એની વિશેષ વ્યાખ્યા છે. જરી વિશેષ લેવું છે.
*
*
*
[ પ્રવચનઃ તા. ર૭-૭-૭૯]
સમયસાર'. આ અધિકાર ઘણો અપૂર્વ છે! પ્રત્યેક પદાર્થમાં પર્યાય “ક્રમબદ્ધ થાય છે. એ પર્યાયમાં પરની અપેક્ષા નથી. જેમ ઘડો ઉત્પન્ન થાય છે, તેને કુંભારની અપેક્ષા નથી. આ કર્તા-કર્મનો માસિદ્ધાંત છે.
કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે” (એટલે કે ) કર્તાનું કાર્ય, એમાં અન્યની અપેક્ષા જ નથી. ઘડો થાય છે, તો કુંભારની અપેક્ષા નથી. વણકર વસ્ત્ર વણે છે, તો વસ્ત્ર (વણવાના) સમયે વણકરની અપેક્ષા નથી. ભાષા થાય છે, તેમાં આત્માની અપેક્ષા નથી. જે અક્ષર લખવામાં આવે છે, (તેમાં) લખવાવાળાની અપેક્ષા નથી. આખી દુનિયાની વાત “ક્રમબદ્ધ” માં આવી ગઈ છે. “કર્તા-કર્મ ” મહા સિદ્ધાંત!!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com