________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫: પ્રવચન નવનીત ભાગ-૧ આત્મા-રાગથી તો ભિન્ન, પણ પર્યાયથી પણ ભિન્ન-એવા ત્રિકાળી ભાવને નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળો જાણવો.
કાલે બતાવ્યું હતું ને! ૧૪૪–ગાથા (“સમયસાર') : પોતાનું ચૈતન્યસ્વરૂપ પૂર્ણ પ્રભુ, એનો અનુભવ કરીને સમ્યગ્દર્શન અને જ્ઞાન થાય છે ત્યારે તો એ સમ્યગ્દર્શન અને જ્ઞાન નામ પામે છે. “વ્યપદેશ' કહ્યો હતો ને? નામ જ ત્યારે પામે છે. એ વિના, દેવ-ગુરુની શ્રદ્ધા અને નવ તત્ત્વની શ્રદ્ધા- એને સમ્યક નામ નથી મળતું આહા.. હા! એ તો એની પરલક્ષી શ્રદ્ધા છે. દેવ-ગુરુની શ્રદ્ધા પણ રાગ છે. કેમકે એ પર તરફનું વલણ –લક્ષ છે. અને “રાગથી લાભ થાય છે” એવું માનવું (તે) તો મિથ્યાત્વભાવ છે. આહા... હા ! પહેલી (મૂળ વાત સમજવી) ઘણી કઠિન છે.
એ અહીં કહે છે કે શુદ્ધ પારિણામિક ભાવ જે ત્રિકાળી એવી સંજ્ઞાવાળો છે, નામવાળો (છે); તે જ સ્વીકારવા યોગ્ય છે, દષ્ટિમાં શ્રદ્ધા કરવા લાયક છે અને જ્ઞાનમાં શેય બનાવવા લાયક છે.
આહાહા ! આવી વાત હવે !! આ ભાષા જ જુદી જાતની છે. અનંત કાળથી આથડે છે. (જીવે) ચોર્યાશીના અવતાર (અનંતા કર્યા). કાલે બપોરે “નિયમસાર' (ગાથા-૪રની ટીકામાં) આવ્યું હતું ને..! એક કોડ સાડી સત્તાણું લાખ ક્રોડ કુળ (છે). એ કુળમાં પણ અનંત વાર ઉત્પન્ન થયો. અને (૮૪ લાખ) યોનિમાં પણ અનંત વાર ઉત્પન્ન થયો. જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં પણ નિગોદના જીવ છે. ત્યાં (સિદ્ધાલયમાં) “નમો સિદ્ધા... પરમાત્મા બિરાજે છે; એના ક્ષેત્રમાં નિગોદ (જીવ) અનંતા છે. આહા. હા ! ક્ષેત્ર પલટે-નીચેથી ઊંચો ગયો, ક્ષેત્ર ઊંચું થયું -માટે એનાથી લાભ થાય, એવું નથી. સમજાણું કાંઈ? એવી રીતે શુક્લ લેગ્યાથી નવમી રૈવેયક ચાલ્યો જાય એમાં કાંઈ (સારપણું) નથી; એનાથી કોઈ ધર્મ નથી; અને ધર્મનું કારણ પણ નથી. “ધર્મનું કારણ ” તો શુદ્ધ પારિણામિક ભાવ, ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ (છે). એ એનું નામ છે. એ શ્રદ્ધામાં સ્વીકાર કરવા લાયક છે. અને ધર્મ કરવો હોય તો એને જ્ઞાનની પર્યાયમાં શેય બનાવવા લાયક છે. જ્ઞાનની પર્યાયમાં પરપ્રકાશક (માત્ર) બીજાને શેય બનાવ્યો-તો એ તો મિથ્યાત્વભાવ છે. આહા.. હા! રાગને પોતાનો માનવો અને રાગથી-દયા, દાનથી–ધર્મ માનવો એ તો મિથ્યાત્વ છે. પણ એ પરને જાણવું -જ્ઞાનની પર્યાયમાં એકલા પરને જાણવો-એ એકલું પરપ્રકાશપણું (એ) જ્ઞાન નથી (પરંતુ ) એ મિથ્યાજ્ઞાન છે. કારણ કેઃ જ્ઞાનનો સ્વભાવ તો સ્વ-પર પ્રકાશક છે. (છતાં) સ્વ-પ્રકાશ છોડીને, એકલો પર-પ્રકાશમાં રહ્યો (તેથી એ મિથ્યાજ્ઞાન છે). આહા.. હા! બહુ ઝીણી વાત, બાપા! એ પર-પ્રકાશપણું પણ છોડીને, વર્તમાન જ્ઞાનમાં સ્વસ્વરૂપ ભગવાન આત્મા, પૂર્ણાનંદના નાથને શેય બનાવીને, જ્ઞાન કરવું એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. બાકી વાતો-થોથાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com