________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ૩/૫ કેવળજ્ઞાનની પર્યાય ઉત્પન્ન થશે. આહા... હા! (શું કહ્યું?) “મોક્ષનો પ્રસંગ આવતાં'. આહા... હા... હા! મોક્ષ થશે કે નહીં, એમ નહીં.
પ્રભુ ત્રણ લોકના નાથને જેણે અંદરમાં સ્વીકાર્યો અને જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ થઈ, એને “ભાવના” કહેવામાં આવી છે અને એને “પર્યાય' કહેવામાં આવી (છે). –એ, ત્રિકાળી દ્રવ્યથી કથંચિત્ ભિન્ન (છે)! કે: (એ) ભાવનારૂપ છે, એકાગ્રતારૂપ છે, અનિત્ય છે. કેમ ભિન્ન છે? (કારણ) કેએને (જયારે) મોક્ષનો પ્રસંગ થશે ત્યારે એ પર્યાય રહેશે નહીં.
આહા.... હા! “મોક્ષનો પ્રસંગ આવતાં આ ભાવનારૂપ મોક્ષકારણભૂત” જુઓ! ખુલાસો કર્યોઃ ભાવનારૂપ મોક્ષકારણભૂત. ભગવાન પૂર્ણાનંદના નાથની અંદર એકાગ્રતા થઈ એ ભાવનારૂપ મોક્ષકારણભૂત પર્યાયનો વિનાશ થતાં મોક્ષનો પ્રસંગ આવશે. મોક્ષ થશે જ થશે. એનો તો મોક્ષ થશે જ. ત્યારે એ મોક્ષના કારણની પર્યાયનો વ્યય થઈ જશે, નાશ થઈ જશે. (તો) જો એ (પર્યાય) ત્રિકાળી–અવિનાશી સાથે અભિન્ન હોય તો (જ્યારે) એ (પર્યાયનો મોક્ષપ્રસંગમાં) નાશ થશે (ત્યારે) અવિનાશીનો પણ ભેગો નાશ થઈ જશે.
આહા... હા.. હા! આવો ઉપદેશ!! ઓલો (ઉપદેશ) તો દયા પાળો. વ્રત કરો. ભક્તિ કરો. દાન કરો. મંદિર બનાવો. (શ્રોતાઃ) આમાં નજર ન પડે માટે ઈ કરે ! (ઉત્તર:) ઈ કરે તો.. રાગ કરીને રખડે છે! એ (તો) રાગનું કર્તવ્ય છે (છતાં,) “તે મારું કર્તવ્ય છે' એમ માને, તો (તે) મિથ્યાત્વભાવ છે. અરે. રે, પ્રભુ! પ્રભુ પરમાત્મા (ત્યાં) વિદેહક્ષેત્રમાં રહી ગયા. અહીંયાં તો વીતરાગનો વિરહ પડયો; પાછળ “આ” વાત રહી. અનુભવીને જાણવામાં આવ્યું. વાત તો વાતમાં રહીજાય. પાનાં પાનાંમાં રહી ગયાં. વાણી વાણીમાં રહી ગઈ.
પોતાનું સ્વરૂપ ભગવાન આત્મા; એને અનુસરીને (જે) અનુભવ થયોએ અનુભવ ચિંતામણિ (છે). તે પર્યાય છે. કહયું છે ને..! “અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખરૂપ.” આહા. હા! એ અનુભવને ચિંતામણિરત્નની પર્યાય કહી ! એ પર્યાય, ત્રિકાળી ભાવથી કોઈ અપેક્ષાએ ભિન્ન છે. કેમકે અપૂર્ણ છે, એ અપેક્ષાએ. (જોકે) અપુર્ણ તો પૂર્ણ થશે જ. (પણ) પૂર્ણ થશે, તો અપૂર્ણતાનો નાશ થશે; એ અપેક્ષાએ (તેને) કથંચિત ભિન્ન કહી. નહીંતર-ખેરખર તો પર્યાય સર્વથા ભિન્ન છે!
એ તો કહ્યું ને....! “પ્રવચનસાર' અલિંગગ્રહણમાં ૧૯-૨૦ બોલ છે. પર્યાયવિશેષ ભેદરૂપ છે, એને દ્રવ્ય સ્પર્શતું નથી. અર્થાત્ મોક્ષના કારણરૂપ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી, અને ૨૦મો બોલઃ અંદર મોક્ષના માર્ગની પર્યાય, આનંદની-વેદનની પર્યાય, એ દ્રવ્યને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com