________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮: પ્રવચન નવનીત ભાગ-૧ અને પરદ્રવ્યનું લક્ષ કરવાથી તો વિકલ્પ જ ઊઠે છે. (અર્થાત) પરસર્વજ્ઞ છે, એનો નિર્ણય કરતાં વિકલ્પ ઊઠે છે. સમજાણું કાંઈ ?
અહીં કહે છે કે: એ અંતર્દષ્ટિ જે વીતરાગસ્વભાવ છે, એ સિદ્ધ કરવું છે. તું વીતરાગ પ્રભુ અંદર છો; તેથી તારી (વીતરાગી) પર્યાય જે સમયે ઊપજે છે, તે ઉત્પત્તિ, ત્રિકાળી જ્ઞાયકભાવનો નિર્ણય કરવાથી થાય છે. આહા... હા... હા... હા! આ ગજબ વાત છે!! અમે સર્વજ્ઞ થયા તો ક્યાંથી થયા ? (શું ) પર્યાયમાંથી સર્વજ્ઞ-પર્યાય આવી છે! “પ્રવચનસાર’ ટીકામાં પાઠ છે: ત્રિકાળી શાયકને-જ્ઞાનભાવને “કારણ ” પણે ગ્રહીને કાર્ય” –સમ્યગ્દર્શન-જ્ઞાન-થાય છે. આહા... હા... હા ! સમજ્યાં છે કાંઈ ?
તે પણ અહીં આવ્યું કે પ્રથમનો અર્થ: “તાવત”. “તાવત’ નો અર્થ “મુખ્ય”. મારે એમ કહેવું છે કે-અને વસ્તુની મર્યાદા પણ એ છે કે “તાવત”- “પ્રથમ તો જીવ ક્રમબદ્ધ” – ક્રમસર જે પરિણામ થવાવાળાં છે તે થશે. સમજાણું કાંઈ ?
સંવત ૨૦૧૩માં, ઈશરીમાં, વિદ્વાનોની હાજરીમાં આ ચર્ચા ચાલી હતી. તેઓ તો એમ કહે કે “કમબદ્ધ છે ખરું, પણ આ પછી આ જ (પર્યાય) થશે, એમ નહીં; ગમે તેવી પર્યાય થાય-તે ક્રમબદ્ધ'. ત્યારે કહ્યું કે: “એમ નથી. જે સમયની પર્યાય જેવી આવવાવાળી હશે, તે જ આવશે; બીજી નહીં; આઘી-પાછી નહીં.'
અને (બીજી) આ એક વાત (ચર્ચા) થઈ: આત્મામાં વિકાર થાય છે, એ પોતાથી પોતાના પકારક પરિણમનથી થાય છે; કર્મના કારણે નહીં.
પોતાના ત્રિકાળી દ્રવ્ય અને ગુણમાં વિકાર થવાની લાયકાત છે જ નહીં. દ્રવ્યગુણ તો ત્રિકાળ શુદ્ધ-પવિત્ર છે. જે અનંતગુણ, પણ બધા પવિત્ર છે. તો પવિત્ર ગુણ અપવિત્રતા કરે !? –એમ થતું જ નથી. પર્યાયમાં જે અપવિત્રતા થાય છે, તે એ પવિત્ર ગુણમાંથી નહીં; એ નિમિત્તને અને પરને વશ, પોતાથી થાય છે; તે નિમિત્તથી નહીં. પણ નિમિત્તને (પોતે). વશ થઈને પર્યાયમાં વિકાર કરે છે. એ વિકાર પર્યાયમાં પકારકથી પરીણમન થાય છે; પરના કારણે નહીં. દ્રવ્ય-ગુણથી (પણ) નહીં. એ રાગ કર્તા, રાગ કાર્ય, રાગ સાધન, રાગ અપાદાન, રાગ સંપ્રદાન, રાગ આધાર- (એમ) પદ્ધારકથી થાય છે. જ્યારે વિકારમાં એમ છે તો નિર્વિકારી પર્યાયમાં શું? નિર્વિકારીપર્યાય જે ધર્મપર્યાય-સભ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-છે, તે પર્યાય, પણ પોતાથી–ષકારકથી–પરિણમે છે; તેને કોઈ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. તેને વ્યવહારની તો અપેક્ષા નથી કે વ્યવહાર છે તો તેને નિશ્ચય સમકિત થયું, એ વાત તો છે જ નહીં. પણ જ્યારે સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન ઊપજે છે, તે પોતાના ત્રિકાળી દ્રવ્યસ્વભાવ જે જ્ઞાયકભાવ; એના અવલંબનથી ઊપજે છે –એ પણ અપેક્ષિત વાત છે. બાકી તો પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ આદિ પર્યાયના ષકારક પર્યાયથી છે. સમજાણું કાંઈ ? આવી વાત છે, ભાઈ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com