________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬: પ્રવચન નવનીત ભાગ-૧
(એમ ને એમ ) વાંચ્યા કરે, અને મોટા (પૈસાવાળા ) માણસ (સભામાં) બેઠા હોય એને કંઈ ખબર પડતી ન હોય છતાં જયનારાયણ (−હા એ હા) કરે! અહીં તો સત્ય છે એ સત્ય છે. (મેં તો ઈન્દોરના શેઠને કહ્યું કેઃ ) ‘શેઠ! પર્યાય ઉપાદાનથી-પોતાનાથી થાય છે, પરથી નહીં. (એ વાતનો ) ઢંઢેરો પીટો ! અહીં કંઈ ખાનગી નથી ’.
( અહીં કહે છે: ) “ અજીવ નથી ”–એ પરિણામ (જીવ જ) છે, અજીવ નથી. એનો અર્થ છેઃ એ પરિણામમાં રાગ પણ નથી અને અજીવ પણ નથી. આહા... હા ! સમજાણું કાંઈ ?
માર્ગ જરી ઝીણો, પ્રભુ! પકડવા માટે બહુ ધ્યાન રાખવું જોઈએ, બહુ પ્રયત્ન જોઈએ. દુનિયાને રાજી રાખવા વાત કરે (તે તો) લોકરંજન (છે.) તારણસ્વામી કહે છે કે: દુનિયા લોકરંજન કરે છે, જનરંજન કરે છે. આ ‘અષ્ટપાહુડ' માં (પણ) આવ્યું: જનરંજન કરે છેલોકોને ઠીક કેમ પડે ? જનરંજન ( એટલે ) દુનિયા રાજી થાય એવું કરો. દેશસેવા કરો. એકબીજાને મદદ કરો. સાધર્મીને મદદ કરો. પણ અહીં કહે છે કે મદદ કોઈ કરી શકતું નથી; (એ તો ) જડની પર્યાય છે.
મુનિને-સાચા સંતને પણ આહાર-પાણી દે છે... તો એ આહાર-પાણી દેવાની ક્રિયા આત્મા કરી શકતો નથી. એ સમયે એ વિકલ્પ આવ્યો. પણ આહા૨ દેવામાં જે જ્ઞાની છે (તે) તો (એ) વિકલ્પથી રહિત, નિર્મળ પરિણામના સ્વામી છે. એને ક્રમબદ્ધથી નિર્મળ પરિણામ ઉત્પન્ન થાય છે. એ રાગના અને ‘હું મુનિને આહાર આપું છું' એવા (વિકલ્પના ) પણ સ્વામી નથી. આહા... હા ! બહુ આકરી વાત!
અહીં આ લોકો ( સંપ્રદાયમાં ) તો (એમ ) કહે: શેત્રુંજયની જાત્રા કરીને નીચે ઊતરે અને સાધુને આહાર આપે તો ઘણો લાભ થશે! પછી એના સાધુ ગમે તેવા હોય. (પણ ) એ સાધુ ક્યાં હતા ? શ્વેતાંબરમાં સાધુ-ગૃહીત મિથ્યાત્વી છે. કુંદકુંદ આચાર્યે કહ્યું ને...! (અને ) ‘મોક્ષમાર્ગ પ્રકાશક' પાંચમા અધ્યાયમાં શ્વેતાંબર સ્થાનકવાસીને અન્ય મતમાં નાખ્યા છે. કોઈને દુઃખ લાગે... પણ સત્ય તો આ છે. સત્ય તો આવું છે. તારા લાભનું કારણ તો ‘આ’ છે. તને અનુકૂળ બોલે... ને વિપરીત થઈ જાય તો નરક ને નિગોદ મળશે. પ્રભુ! એ (જન) રંજન કરવા જશે તેને નરક-નિગોદ મળશે.
આહા... હા! અહીં કહે છે: “ જીવ જ છે, અજીવ નથી ”–આ અનેકાંત. જીવ પણ પરિણામનો કર્તા છે અને (એ) પરિણામનો કર્તા અજીવ પણ છે (–એ અનેકાંત નથી ).
ખરેખર તો ક્રમબદ્ધના નિર્ણયમાં જ્યારે સમ્યગ્દર્શન થયું, તે પરિણામ વખતે (જે) રાગ છે, એ રાગ સંબંધી પોતાનું જ્ઞાન પોતાનાથી થાય છે. રાગ છે તો જ્ઞાન થાય છે એમ પણ નહીં. એ પોતાનાં પરિણામનો કર્તા (છે), અજીવ નહીં, એટલે શું કહે છે? કેઃ જે પોતાનામાં જ્ઞાતા-દ્રષ્ટાનાં પરિણામ થયાં, તે રાગને જાણ્યો એ પણ નહીં. પોતાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com