________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪: પ્રવચન નવનીત ભાગ-૧ લેવું તે તો આત્મા કરી શકતો નથી; કારણ કે એ તો જડની પર્યાય છે. પણ આત્મામાં રાગ આવે છે, એનો પણ કર્તા-ભોકતા આત્મા નથી. અને (એનો) કર્તા-ભોકતા માને તો એ આત્મા નહીં. આહા. હો... હા... હા! આવું (વસ્તુ- ) સ્વરૂપ છે!
હવે ભાષા એકદમ ઊંડથી લીધી છે: “સર્વવિશુદ્ધ”- ભગવાનઆત્મા સર્વવિશુદ્ધ છે અને “પારિણામિક-પરમભાવગ્રાહક” છે. આહા. હા! ત્રિકાળી પરમ સ્વભાવભાવ, જે નિત્યાનંદ ધ્રુવ પ્રભુ, એને અહીં પારિણામિક ભાવ કહે છે. એવો પારિણામિક-પરમભાવ-ગ્રાહક-એવો પારિણામિક ત્રિકાળી ભાવ –પર્યાય નહીં; રાગ તો નહીં, પુણ્ય તો નહીં પણ એક સમયની પર્યાય પણ નહીં;- “સર્વવિશુદ્ધ-પારિણામિક-પરમભાવગ્રાહક” ભગવાન આત્માનો પારિણામિક સહજ સ્વભાવ, એવો “પરમભાવગ્રાહક,” (અર્થાત્ ) એવા પરમભાવને જાણવાવાળી- “ શુદ્ધઉપાદાનભૂત”—એ ત્રિકાળી ચીજ છે, એ શુદ્ધઉપાદાનભૂત છે. અહીં પર્યાય ની વાત નથી. ત્રિકાળી જે દ્રવ્ય છે એ શુદ્ધઉપાદાનભૂત છે. એમાં પરની અપેક્ષા વિના અનંત ગુણ ભર્યા પડ્યા છે; એ શુદ્ધઉપાદાન છે, ધ્રુવઉપાદાન છે.
આહા... હા! “સર્વવિશુદ્ધ-પરિણામિક-પરમભાવગ્રાહક” પારિણામિક એવો પરમભાવસહજાન્મસ્વરૂપ એવા પરમભાવ-જ્ઞાયકભાવ, એવો સહજ પરિણામિકભાવ, એની ગ્રાહક અર્થાત એવા પરમભાવને જાણવાવાળી-“શુદ્ધઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિક નયે” –શુદ્ધ ઉપાદાનભૂત ત્રિકાળ એને શુદ્ધદ્રવ્યાર્થિકનયે-શુદ્ધદ્રવ્યનું પ્રયોજન છે જેને, એવા શુદ્ધ દ્રવ્યાર્થિકક નયે (તો એ) “–જીવ કર્તુત્વ-ભોકતૃત્વથી (શૂન્ય) છે.”
આહા... હા! ભગવાન આત્મા, ચૈતન્યપરિણામી, પરમભાવસ્વભાવ! આચાર્યને પણ કહેવામાં ભાષા ટૂંકી પડે છે. શું કહે છે? આટલા શબ્દ વાપર્યા છે-પ્રભુ! તું સર્વવિશુદ્ધ પરમાત્મસ્વરૂપ છો. શુદ્ધપારિણામિક સહજ સ્વભાવભાવ તારું સ્વરૂપ છે. એ શુદ્ધઉપદાનભૂત છે. નિમિત્ત નહીં, અશુદ્ધઉપાદાન નહીં તેમ પર્યાયનું-ક્ષણિકનું શુદ્ધઉપાદાન, તે પણ નહીં. આહા.. હા! દ્રવ્યનું શુદ્ધઉપાદાનભૂત (અર્થાત્ ) જેમાંથી આનંદનું ગ્રહણ હોય, એવી ચીજને અહીંયા શુદ્ધઉપાદાન કહે છે. જેમાંથી અતીન્દ્રિય આનંદનું ગ્રહણ હોય, અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવેએ ચીજને “શુદ્ધઉપાદાન” કહે છે. એ ચીજને હોં! વેદન થવું એ તો પર્યાય છે. આહા... હા! આવી વાતો છે!! વીતરાગમાર્ગ અલૌકિક છે.
પ્રભુ અંદર સર્વવિશુદ્ધ ચૈતન્યધન પ્રભુ, એ પારિણામિક-પરમભાવ વસ્તુ (છે). “પરમભાવ” એ ક્ષાયિકભાવ નહીં; ઉદયભાવ નહીં, ઉપશમભાવ નહીં. કેવળજ્ઞાન છે તે ક્ષાયિકભાવ (છે) એ પણ અંતર (વસ્તુ) માં નથી. આહા.. હા! એ (વસ્તુ ) તો પારિણામિકપરમભાવગ્રાહક! કેવળજ્ઞાન (જે) છે એને-પર્યાયને પણ પારિણામિકભાવ કહેવામાં આવે છે. પણ આ પ્રભુ ત્રિકાળ છે; એ તો પરમભાવ છે;૫રમપારિણામિકભાવ છે. આહા... હા... હા.... હા ! એવા (પરમભાવ) ગ્રાહક; (અર્થાત્ ) એને જાણવાવાળી, (એટલે કે) એવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com