Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 349
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬: પ્રવચન નવનીત ભાગ-૧ જન્મે કોણ, પ્રભુ? આહા.. હા ! “ મરતો નથી, બંધ અને મોક્ષને કરતો નથી.” આહા.. હા.. હા ! મોક્ષને કરતો નથી. બંધનો-રાગાદિનો તો કર્તા નથી, પણ મોક્ષનો કર્તા નથી! મોક્ષને કરવું, એ તો પર્યાયમાં છે. મોક્ષનું કર્તા’ ‘દ્રવ્ય’ નથી. આહા.. હા.. હા..! “–એમ જિનેન્દ્રદેવ કહે છે. (ભાવાર્થ:- ) “ ( જો કે આ આત્મા, શુદ્ધાત્માનુભૂતિનો અભાવ હોતાં શુભ-અશુભ ઉપયોગરૂપે પરિણમીને જન્મ, મરણ, શુભ, અશુભ બંધને કરે છે અને શુદ્ધ આત્માની અનુભૂતિના સદ્ભાવમાં શુદ્ધોપયોગરૂપે પરિણમીને મોક્ષ પણ કરે છે, તોપણ શુદ્ધપારિણામિક ભરમભાવ ગ્રાહક શુદ્ઘદ્રવ્યાર્થિક નયે ન બંધનો કર્તા છે, અને ન મોક્ષનો કર્તા છે.)” ( -શું કહે છે? કેઃ ) આત્માને શુદ્ધાત્માનુભૂતિનો અભાવ હોવાથી, (એટલે કે) એને જ્યાં સુધી પોતાના પ્રભુની અનુભૂતિ નથી, (અર્થાત ) આનંદના નાથની-આનંદના વેદનની-અનુભૂતિ નથી, (એટલે કે ) સમ્યગ્દર્શનમાં આનંદનો અનુભવ થાય છે, એવી અનુભૂતિ જ્યાં સુધી નથી, (ત્યાં સુધી) શુભાશુભ ઉપયોગરૂપે પરિણમિત્તે (જન્મ-મ૨ણ, શુભાશુભ કર્મને બાંધે છે). એ જીવ શુભ અને અશુભ પરિણામથી પરિણમતો હોવાથી, (તે ) વર્તમાનમાં શુદ્ધ અનુભૂતિથી રહિત જીવ છે. (તો પણ ) એ (શુદ્ધ અનુભૂતિ) પણ જીવમાં-દ્રવ્યમાં નથી. પણ એ અનુભૂતિ જેને નથી (તે શુભાશુભ ઉપયોગરૂપે પરિણમે છે ). આવે છે ને... ‘ સમયસાર નાટક' માંઃ “ વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિશ્રામ. રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભૌ યાકૌ નામ આહા... હા! ‘રસ સ્વાદત સુખ ઉપજે’ અતીન્દ્રિય ૨સથી ભરેલા ભગવાનને જ્યારે અનુભવમાં ચાટે છે, અનુભવે છે; જેમ દૂધપાકને ચાટે છે તેમ; પહેલેથી ( સમ્યગ્દર્શન થયું ત્યારથી જ) ધર્મી, અતીન્દ્રિય આનંદના નાથને ચાટે છે, અનુભવે છે. આહા.. હા ! આવી વાત છે બાપુ! એ અનુભૂતિનો અભાવ થતાં, શુભાશુભ ઉપયોગરૂપે પરિણમીને જન્મ, મરણ અને શુભ-અશુભ બંધને કરે છે, અને શુદ્ધ આત્માની અનુભૂતિના સદ્ભાવમાં, અર્થાત્ ) ભગવાનઆત્મા, પૂર્ણ આનંદની અનુભૂતિની દશા પ્રગટ કરી તો (તે) અનુભૂતિના સદ્ભાવમાં, અનુભૂતિની હયાતીમાં, ભગવાન દ્રવ્યના અનુભવ (ની દશાના સદ્દભાવમાં ); (જો કે) અનુભવ તો પર્યાયનો છે, પણ એની (દ્રવ્યની ) સન્મુખ થયો તો એનો (દ્રવ્યનો ) અનુભવ, એમ કહેવામાં ( આવે છે ); આમ અનુભૂતિના સદભાવમાં, શુદ્ધ ઉપયોગરૂપે પરિણમીને; (જે અનુભૂતિના અભાવમાં શુભાશુભરૂપે પરિણમતો હતો (તે હવે,) અનુભૂતિના સદ્દભાવમાં શુદ્ધપણે પરિણમે છે, (એમ ) શુદ્ધ ઉપયોગરૂપે પરિણમીને ); મોક્ષ પણ કરે છે. તોપણ શુદ્ધ પારિણામિક પ૨મભાવ ગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જન્મમરણ અને બંધમોક્ષને કરતો નથી. -એનો ‘ કર્તા’ એ પર્યાયદષ્ટિથી છે, એમ જાણવું. પણ દ્રવ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com -

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357