________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮-૩૧૧: ૧૬૯
હતી. ભરવાડ ઊભો હતો. ગાયોની આંખમાં આંસુ... અરે! ચારપાંચ દિવસથી ઘાસનું એક તણખલું મળ્યું નથી. ક્યાંથી લાવે પણ? ઘાસ જ નથી ઊગ્યું ને. હમણાં પણ સાંભળ્યું છે: અહીં ઘાસ વિના ૧૨-૧૪ ઢોર મરી ગયાં. થોડું થોડું ઘાસ ઊગ્યું છે. તો ઘણું ફરે તો ખાઈ શકે. બહુ ફરવાની શક્તિ ન હોય, તેથી (ભૂખે ) મરી ગયાં. પણ જે સમયે જે પર્યાય થવાની હતી તેવી થાય છે. ઘાસ ન મળ્યું, માટે દેહ છૂટી ગયો, એમ નથી. દેહની છૂટવાની પર્યાય હતી. દેહમાં આત્મા રહ્યો, તો આયુષ્યના કારણે રહ્યો, એમ પણ નથી. આયુષ્ય છે તે જડ છે. અને ભગવાન આત્મા ચૈતન્ય તો જડથી આત્મા, અંદરમાં રહી શકે, એમ નથી. શરીરમાં રહેવાની પોતાની પર્યાયની ક્રમસરમાં થવાવાળી, યોગયતાથી એટલાં વર્ષ ૨હે છે. અને જ્યારે યોગ્યતા છૂટી જાય છે, તો છૂટીને (બીજી ગતિમાં જાય છે). સમજાણું કાંઈ ?
અહીં તો ધર્મી જીવની (વાત છે). મનુષ્યમાંથી સ્વર્ગમાં (જાય છે). એ દષ્ટાંત પોતાનું લીધું છે. કારણ કે એ આચાર્ય, દેહ છોડીને સ્વર્ગમાં જવાવાળા છે. ‘પંચાસ્તિકાય ’ માં પણ ચાર ગતિનું દૃષ્ટાંત લીધું છે. મનુષ્યથી સ્વર્ગ અને સ્વર્ગથી પછી મુખ્ય થઈને, કેટલાક સંતો-કુંદકુંદ આચાર્ય આદિ-કેવળજ્ઞાન પામીને મોક્ષ જવાવાળા છે. એવી સ્થિતિ છે. મનુષ્યનું દૃષ્ટાંત એવું લીધું કે ‘મનુષ્ય મરીને સ્વર્ગમાં જાય છે'. મનુષ્ય મરીને નરક અને તિર્યંચમાં જાય છે, એવું ન લીધું. કારણ કે પોતાની વાત કરી. પોતાનો દેહુ ક્રમથી છૂટી જશે, ત્યારે ક્રમથી અમને સ્વર્ગની ગતિ મળશે. (કેમકે ) કેવળજ્ઞાન નથી, પૂર્ણ પ્રાપ્તિ નથી, તો દેહ તો મળશે. પણ એ જડ મળશે. જડના કારણથી સંયોગ મળશે. પોતાની યોગ્યતાને કારણે ત્યાં સ્વર્ગમાં રહે છે. નરકમાં પણ અત્યારે શ્રેણિક રાજા છે. શ્રેણિક રાજા (ખરેખર નરકમાં નથી. તે પોતાની પર્યાયમાં અને ગુણમાં છે. ૫૨ને ક્યારેય અડયા પણ નથી. તો ૫૨માં ૨હે, એમ ક્યાં છે? બહુ કઠણ, ભાઈ! સમજાય છે કાંઈ ?
કોઈએ પ્રશ્ન કર્યો હતો કે: શ્રેણિક રાજા મરીને નરકમાં ગયા. તો જુઓઃ નરક ગતિનો ઉદય આવ્યો તો તેમને (નરકે) જવું પડયું! પહેલાં અશાતના કરી હતી; તેથી નરકનું આયુષ્ય મોટું બંધાઈ ગયું. પછી મુનિ મળ્યા અને મુનિ પાસે સમ્યક્ત્વ પામ્યા. અને જે મોટી સ્થિતિ ( આયુષ્યની ) બંધાઈ હતી તે તૂટીને ૮૪ હજાર વર્ષની રહી. હજી અત્યારે ત્યાં છે. પણ એ (ત્યાં) પોતાની પર્યાયની યોગ્યતાથી છે. ગતિનો ઉદય છે, એ કારણથી (તે) ત્યાં ગયાછે, એમ નથી.
નામકર્મની ૯૩ પ્રકૃતિમાં એક અનુપૂર્વી પ્રકૃતિ છે. તે અનુપૂર્વી પ્રકૃતિ શું છે કેઃ એક ગતિમાંથી બીજી ગતિમાં લઈ જવું. એમ કહેવાય છે. એ કથન બધું નિમિત્તથી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com