________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ : ૨૮૯ પરમાણુ પડયા હોય, એ ખરવા લાયક થઈ જાય, ત્યારે પૈસા જોવામાં આવે છે. જોવામાં આવે છે કે “આ મારી પાસે આવ્યા; પણ એ એના છે નહીં.
અહીંયાં તો દયા, દાન, ભક્તિનો રાગ પણ આત્માની પર્યાયમાં નથી. આહા...હા ! આત્માની પર્યાય જે ધર્મ-પર્યાય છે એ “પર્યાય” દ્રવ્યથી કથંચિત્ જુદી છે.
અહીં મોક્ષમાર્ગની પર્યાય કહેવી છે ને...? સામાન્ય પર્યાયની વ્યાખ્યા નથી. અહીં મોક્ષમાર્ગની પર્યાયની વ્યાખ્યા છે. (તેથી તેને) કથંચિત્ ભિન્ન કહી. અને
અલિંગગ્રહણ ’માં તો દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી; એ પછી લેશે. પર્યાય દ્રવ્ય સ્પર્શતી નથી; એ ૨૦માં (બોલમાં) છે. ૧૯મા (બોલમાં) એ કહે છે કે : પર્યાયવિશેષ જે ધર્મપર્યાય....હોં ! એ પર્યાય, દ્રવ્યને સ્પર્શતી નથી. આહા...હા ! “સ્પર્શતી નથી 'નો અર્થ “સર્વથા ભિન્ન” થઈ ગયો. સમજાણું કાંઈ ? આજનો વિષય સૂક્ષ્મ છે, પ્રભુ! આહા...હા ! કહે છે કે:
પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી” તો ત્યાં શું સર્વથા ભિન્ન થઈ ગઈ ! અને ૨૦માં (અલિંગગ્રહણના) બોલમાં એમ કહ્યું કે : વેદનમાં જ્યારે આનંદની પર્યાય આવે છે, એ પર્યાયવેદનને દ્રવ્ય સ્પર્શતું નથી. અર્થાત્ દ્રવ્ય જે ત્રિકાળી છે, એ વેદનને સ્પર્શતું નથી. (એટલે કે) વેદનમાં એ દ્રવ્ય આવતું જ નથી. અરેરેરે ! આવી વાતો છે!! કે : પ્રત્યભિજ્ઞાનનું કારણ- જે આ છે, એ પહેલાં હતું, એ રહેશે, એવું જે પ્રત્યભિજ્ઞાનનું કારણ દ્રવ્ય, વસ્તુ ત્રિકાળી, આ શુદ્ધપારિણામિકભાવલક્ષણ, શુદ્ધાત્મદ્રવ્ય ! એ અનુભવી જીવને પર્યાયમાં ( અનુભવની પર્યાયને) - એ દ્રવ્ય સ્પર્શતું નથી. બહુ સૂક્ષ્મ વિષય (છે), ભાઈ ! અનુભૂતિને દ્રવ્ય સ્પર્શતું જ નથી. અનુભૂતિ પર્યાય સ્વતંત્ર છે. અહીંયાં કહ્યું: “કથંચિત્ ભિન્ન.” અને ત્યાં (અલિંગગ્રહણમાં) તો (કહ્યું કે :) “પર્યાય સર્વથા ભિન્ન છે. એ પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી.' - એ ૧૯-૨૦ મો બોલ છે. આહા..હા ! સમજાણું કાંઈ? ત્રિકાળી જ્ઞાયકભાવ, જે શુદ્ધ ચૈતન્યવન, જે સમ્યગ્દર્શનનો વિષય, એ ‘દ્રવ્ય'! - એને, સમ્યગ્દર્શનની “પર્યાય' સ્પર્શતી નથી. અને એ ‘દ્રવ્ય' છે, તે (સમ્યગ્દર્શનની ) “પર્યાય ' ને સ્પર્શતું નથી. આહા..હા..હા !
અમૃતચંદ્રાચાર્યનું કથન ઘણું જ સૂક્ષ્મ છે! જયસેન આચાર્યની ટીકામાં કેટલીક વખત વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એમ નિમિત્તથી કથન છે. અહીં તો કડક વાત છે. સમજાય એટલું સમજવું પ્રભુ! આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વર વીતરાગે કહ્યો એ માર્ગ છે. કે કાંઈ સાધારણ રીતે સમજાઇ જાય, એવી ચીજ નથી. હજી તો એનો બાહ્ય વ્યવહાર પણ સમજવામાં આવતો નથી, તો નિશ્ચયની તો વાત શી ?
અહીં તો કહે છે કે : નિશ્ચય જે સમ્યગ્દર્શન-જ્ઞાન પર્યાય છે તે દ્રવ્યથી–ત્રિકાળી ભગવાનથી કથંચિત્ ભિન્ન છે. મોક્ષમાર્ગની પર્યાય લેવી છે ને...? અને (ત્યાં) “અલિંગ ગ્રહણ ’માં તો પર્યાય-દ્રવ્યની સામાન્ય વ્યાખ્યા છે. તેથી પર્યાયને દ્રવ્ય સ્પર્શતું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com