________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ : ૨૯૭ (નિયમસાર'માં) કહે છે કે : કરણપર્યાય છે, એ ઉત્પાદ-વ્યય વિનાની છે. કેવી રીતે ? કે : ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, એ (જે) પદાર્થ છે, તેની બધી પર્યાય એકસરખી છે. પારિણામિકની (જેમ) એકસરખી. દ્રવ્ય ત્રિકાળી – ધ્રુવ ત્રિકાળી; અને પર્યાય એકસરખી-સદશ છે; ઓછી – વિપરીત- એમાં કાંઈ એમ નથી. તો એવી પર્યાય અને ગુણ-દ્રવ્ય થઈને દ્રવ્ય થયું. આત્મદ્રવ્યની આ પર્યાય જે સંસારની છે, તે વિકારી છે. અને વિકારનો (આંશિક ) નાશ થઈને મોક્ષમાર્ગની પર્યાય અપૂર્ણ પવિત્ર છે. અને મોક્ષમાં પૂર્ણ પવિત્ર છે. (તો એમ એમાં) ભેદ થઈ ગયો. (પરંતુ) ધર્માસ્તિકાયમાં તો પર્યાય એકરૂપ-ત્રિકાળી છે. તો આમાં (આત્મદ્રવ્યમાં પણ) એકરૂપ (પર્યાય ) ત્રિકાળી હોવી જોઇએ કે નહિ? આહાહા ! જરી (સૂક્ષ્મ વિષય છે). ના સમજાય તો રાત્રે (ચર્ચામાં) પૂછવું સંકોચ ન કરવો. કોઈ પણ પૂછી શકે છે, બાપુ! આ તો ભગવાન (ના ઘરની વાત છે ).
અહીં કહે છે કે આત્મામાં જે ધ્રુવતા ત્રિકાળ છે, એની સાથે પર્યાય પણ એક ત્રિકાળી-ધ્રુવ છે, એ પર્યાયથી દ્રવ્ય અભિન્ન છે. પણ આ જે ઉત્પાદવ્યય (રૂપ) મોક્ષમાર્ગની પર્યાય છે, એનાથી દ્રવ્ય કથંચિત્ ભિન્ન (છે, એમ) અહીં કહ્યું. અને
અલિંગગ્રહણ માં (કહ્યું કે:) (પર્યાય) સર્વથા ભિન્ન છે, (દ્રવ્યને) સ્પર્શતી નથી. આહા...હા...હા ! સમજાણ કાઈ ?
ભાઈ ! પ્રભુનો માર્ગ!! આ તો હીરાની ખાણો ખોલવાની છે. સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગે જે જોયું અને કહ્યું એ અલૌકિક ચીજ છે. બિચારા સાધારણ લોકોને તો (આ વાત) કાને ય પડી નથી. જૈન નામ ધરાવે (છતાં) કાને ય પડી નથી! અરે..૨.૨!
કહે છે કે : “કારણપર્યાય” ત્રિકાળી – ધ્રુવ છે. અને “ક્રમબદ્ધપર્યાય' ઉત્પાદવ્યયવાળી છે, (છતાં) જે સમયે ઉત્પન્ન થવાની હશે તે સમયે જ ઉત્પન્ન થશે, આઘીપાછી નહીં. તીર્થકર પણ પોતાની પર્યાયને આઘીપાછી કરી શકતા નથી. એ પર્યાય ઉત્પાદવ્યયવાળી છે, તે પર્યાય દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. એટલે અહીં કહેવું છે. અને અહીં (“ચિવિલાસ'માં) એ કહ્યું કે : “પર્યાયનું કારણ પર્યાય જ છે. ગુણ વિના જ (અર્થાત ગુણની અપેક્ષા વગર જ) પર્યાયની સત્તા પર્યાયનું કારણ છે.” શું કહ્યું? (કે :) પર્યાય જે છે, તે ગુણ વિના પર્યાયની સત્તા સ્વતંત્ર છે. (એટલે) પર્યાયની સત્તા, ગુણ વિના, પર્યાયનું કારણ છે. અર્થાત ગુણ કારણ અને પર્યાય કાર્ય-એમ નથી. ગુણની સત્તા અને પર્યાયની સત્તા તદ્દન ભિન્ન છે!
અર....ર! આવી વાતો !! (શિક્ષણ શિબિરમાં આવેલા લોકો) હવે થોડો થોડો નમૂનો તો લઈ જાય! કે વીતરાગ-માર્ગ શું છે ? (આ લોકો) કયાં કયાંથી આવ્યા છે, પોતાના ઘરની સગવડ છોડીને. એક ભાઈ કહેતા હતા ને... કે આ (તત્ત્વ (સમજવાની) સગવડ છે! (એની) વાત સાચી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com