Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 353
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪: પ્રવચન નવનીત ભાગ-૧ આહા... હા.. હા! આવી વાતો છે!! અરે ભગવાન! તારી વાતો (અલૌકિક છે), બાપુ! અરે. રે! અત્યારે તો (મૂળ વાત જ) ઢંકાઈ ગઈ. (સંપ્રદાય) બહારની કડાકૂટમાં પડી ગયો! જ્યાં ભગવાન (આત્મા) બિરાજે છે, ત્યાં જવું છોડી દીધું અને રાગ-પુણ અને પાપનાં પરિણામ, જે સ્વભાવથી વિરુદ્ધ છે, ત્યાં રમી ગયો! પણ આતમરામ નિજપદમાં રમે તેને “રામ” કહીએ, નાથ ! પણ એ રાગમાં રમે એને તો “હરામ’ કહીએ; એ “રામ” નથી. આહા. હા! સ્વભાવની પૂર્ણતામાં જેની રમત જામી છે, ઉપશમ-ક્ષયોપશમક્ષાયિક ભાવની રમત જામી છે-એને, “જ્ઞાનની અપેક્ષાએ શું કહેવું? એમ કહે છે. જ્ઞાન તો ક્ષયોપશમ અને ક્ષાયિક બે છે. અને તમે મોક્ષમાર્ગના ભાવ તો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ત્રણ કહ્યા ! મોક્ષમાર્ગની વાત છે. હોં! અત્યારે ક્ષાયિકકેવળજ્ઞાનની વાત નથી. સમકિતીને જે ક્ષાયિક આદિ સમકિત હોય છે, એ અહીં લેવું. કહે છે કે તમે (મોક્ષમાર્ગમાં) તો “ભાવ” ના ત્રણ પ્રકાર લીધા. (પણ) જ્ઞાનમાં તો ઉપશમભાવ છે નહીં. જ્ઞાનનો ઉપશમ થતો નથી. જ્ઞાનનો કાં તો ઉદય, કાં ક્ષયોપશમ કે ક્ષાયિક, એમ ત્રણ (હોય ) છે. તથા મોહની અપેક્ષાથી ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક, ( એવા) ચાર (ભાવ) છે. પણ અહીં તો નિર્મળ લેવું છે ને? તેથી અહીં ઉદયને તો કાઢી નાખ્યો. એ સાધક નથી. સાધકને તો (ઉદય સિવાયના) ત્રણભાવ છે. અહીં જ્યારે જ્ઞાનની અપેક્ષાથી લ્યો તો જ્ઞાનમાં ઉપશમ નથી. અને અહીંયાં તો ઉદયની વાત છે નહીં. અહીં તો (જેને) વીતરાગ શ્રદ્ધા-જ્ઞાન પ્રગટયું છે ( એની વાત છે ). પ્રભુ! તારી દશામાં જે સાધકભાવ પ્રગટે છે, એ ભાવની અપેક્ષાથી, એને ઉપશમ-ક્ષયોપશમ-ક્ષાયિક કહ્યા. અહીં તો આચાર્ય મહારાજ કહે છે કે એને (સાધકને) જ્ઞાનની દશા કઈ કહેવી? કે: જ્ઞાનની દશાને ક્ષયોપશમ કહેવી. પણ “એ જ્ઞાન” કેવું ક્ષયોપશમ? કેઃ નિર્વિકલ્પસ્વસંવેદનલક્ષણ (ક્ષયોપશમજ્ઞાન ) ! એકલું ક્ષયોપશમજ્ઞાન તો અનાદિથી અજ્ઞાનીને (પણ) છે. નિગોદમાં પણ ક્ષયોપશમભાવે અંશે (જ્ઞાન) છે. (જો) અંશે ન હોય તો તે જડ થઈ જાય. (પરંતુ) અહીં એ (ક્ષયોપશમજ્ઞાન) નથી લેવું. અહીં તો “નિર્વિકલ્પસ્વસંવેદનલક્ષણ ક્ષાયોપથમિક જ્ઞાન” (લેવું છે). - શું કહ્યું? સમજાણું કાંઈ ? ક્ષયોપશમજ્ઞાન તો નિગોદ (ના જીવને) પણ અનાદિનું છે. જૈનસાધુ નવમી રૈવેયકે ગયો અને અગિયાર અંગનું જ્ઞાન પણ હતું. પણ એ જ્ઞાન, કાંઈ (સ્વલક્ષી) ક્ષાયોપથમિક જ્ઞાન નથી. પણ એ ક્ષયોપશમ તો પરલક્ષી ક્ષયોપશમ ( જ્ઞાન) છે. સમજાય છે કાંઈ ? આ (ઉપશમાદિ) ત્રણ ભાવને, કઈ જાતનો ક્ષયોપશમ કહેવો છે? કે: નિર્વિકારસ્વસંવેદનલક્ષણ.” જુઓ ને.! આચાર્યદવની ગજબ વાત છે! આહા.. હા ! સાધક Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357