________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬: પ્રવચન નવનીત ભાગ-૧
(અહીં કહે છે કે:) (જ્યારે ) પર્યાય, પોતાના દ્રવ્ય તરફ ઝૂકે; પર્યાયનું મુખ બદલે; (એટલે કેઃ) પર્યાયનું મુખ, રાગ અને પુણ્ય-દયા-દાન અને વિકલ્પ ઉપર છે, એ પર્યાય (પોતાનું) મુખ, (જ્યારે) પોતાના દ્રવ્ય તરફ બદલે; તો “દષ્ટિ' દ્રવ્ય ઉપર જાય છે, ત્યારે એને ક્રમબદ્ધમાં સમ્યગ્દર્શન અને ધર્મ થાય છે.
જિજ્ઞાસાઃ મુખ કેમ બદલવું?
સમાધાનઃ કેમ કરવું...? આ છે; એને આમ કરવું. મોટું આમ (બહિર્મુખ) છે, તેને આમ (સ્વસમ્મુખ) કરવું! સમજાણું કાંઈ ?
ગમે તે કોઈ પરનું કરી શકે એમ હોય, તો જુઓ આ (આંગળી) આમ છે, તો (એને) (બીજી બાજુ ) કરી દો. (પણ) એમ નહીં થાય ! આ આ બાજુ રહેશે. આહા... હા ! વાત ] બહુ ઝીણી, બાપુ!
ભગવાન સર્વજ્ઞ પરમાત્માએ અનંત દ્રવ્ય જોયાં છે. તો અનંત, અનંતપણે ક્યારે રહેશે? કે: અનંતમાં એક દ્રવ્યની પર્યાયને, બીજો કર્તા ન હોય, તો અનંત, અનંતપણે રહેશે. જો બીજું દ્રવ્ય બીજાની પર્યાયનો કર્તા થાય, તો એ દ્રવ્ય, એ પર્યાય વિનાનું રહ્યું. પર્યાય વિનાનું દ્રવ્ય રહેતું નથી. અને એ જ એક પર્યાય ન રહી, તો બીજાનો કર્તા (થાય) છે, તો એ પર્યાય પણ રહી નહીં. પર્યાય વિનાનું દ્રવ્ય રહેતું નથી. (છતાં એક દ્રવ્યની પર્યાયનો કર્તા, બીજા દ્રવ્યને માને, તો એના અભિપ્રાયમાં) તો દ્રવ્યનો પણ નાશ થાય છે. સમજાય છે એમાં? આહા.... હા ! ઝીણી વાત છે! દુનિયાથી જુદી જાત છે. અત્યારે તો...!
અહીં તો કહે છે. કોઈ પણ પરમાણુના સ્કંધમાં જે પરમાણુ છે, તે પરમાણુ પણ કમસર (પોતે) પોતાની પર્યાયથી ઉત્પન્ન થાય છે. એ (પરમાણુ) સ્કંધમાં આવ્યા છે, તો એવી (પર્યાય) થઈ, એમ નથી. એ પરમાણુની લોહીની જે પર્યાય થઈ, તે આ (આહારના) પરમાણુ (જે) અહીં (હોજરીમાં) આવ્યા તો (એ) લોહીની પર્યાય થઈ, એમ નથી. એ પરમાણુની પર્યાય, લોહીની થવાની યોગ્યતાથી, ક્રમબદ્ધમાં આવવાવાળી છે, તે (પર્યાય) આવી છે. આહા... હા!
પ્રભુ! તું તો જ્ઞાતા-દ્રષ્ટા છો ને..! જાણવા–દેખવાવાળો જો કર્તા થઈ જાય, તો મિથ્યાત્વપણું આવી જાય છે. તું તો જ્ઞાતા-દ્રષ્ટા છો. અહીં તો “અકર્તા” સિદ્ધ કરવું છે. ગાથાને મથાળે છે ને..? “હવે આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે”. અમૃતચંદ્ર આચાર્યને અકર્તુત્વ (સિદ્ધ કરવું છે).
(વેદાંત) ઈશ્વને કર્તા કહે છે. (પણ) અહીં તો કહે છે કે: દ્રવ્ય, પર્યાયનું કર્તા નથી. કોઈ ચીજનો કર્તા, ઈશ્વર તો નથી. પણ ચીજની જે પર્યાય છે, એ પર્યાયનું કર્તા દ્રવ્ય નથી. બીજાં દ્રવ્ય તો કર્તા નથી (જ). આહા.... હા... હા! આકરી વાત છે, ભાઈ ! આ તો પરમાત્મા જિનેશ્વરદેવ ત્રિલોકનાથે સર્વજ્ઞસ્વભાવમાં પદાર્થની જેવી મર્યાદા અને સ્થિતિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com