________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬O: પ્રવચન નવનીત ભાગ-૧
સમ્યગ્દર્શન' નો વિષય બતાવવા માટે “આ વાત ચાલે છે. પ્રથમ-સમ્યગ્દર્શન શું ચીજ છે? એ અનંત કાળમાં ક્યારે ય સાંભળી નથી. પ્રગટ કરી નથી. અને સમ્યગ્દર્શન હોય તો કેવી દશા થાય છે? એની પ્રરૂપણા-ઉપદેશ કેવો હોય છે? (ખબર નથી). સમ્યગ્દષ્ટિના ઉપદેશમાં એવો ઉપદેશ ક્યારે ય ન આવે કે – વ્રત ને તપસ્યા કરતાં, શુભ ભાવ કરતાં કરતાં કલ્યાણ થઈ જાય! એવો ઉપદેશ આવે નહીં. અને (જો) એવો ઉપદેશ આવે તો તે સમ્યગ્દષ્ટિ નથી. તે તો મિથ્યાદષ્ટિ છે. કેમકે અશુદ્ધ પ્રાણ જે રાગાદિ છે, એનાથી અંતરમાં શુદ્ધ સ્વભાવનો લાભ થશે; જે ભાવ અંતરમાં નથી, એ ભાવથી અંતરનો લાભ થશે;- (તે) ભ્રમ છે. સમજાણું કાંઈ?
“અલિંગગ્રહણ” ના “પ્રવચનસાર” ગાથા-૧૭ર માં ૨૦ બોલ છે ને..? “અલિંગગ્રહણ” -છ અક્ષર, પણ ૨૦ બોલ છે! એમાં પહેલો બોલ એવો લીધો છે કે ઇન્દ્રિયનો વિષય આત્માનો નથી. ઇન્દ્રિયથી જાણવામાં આવે એ આત્મા નથી. ઇન્દ્રિયનું પ્રત્યક્ષપણું એ આત્મા નથી. અને બીજા દ્વારા, અનુમાન દ્વારા જણાય એવો ય એ નથી. અને એ આત્મા પોતે અનુમાન કરે ને જણાય, એમ પણ નથી. ત્યારે છઠ્ઠી બોલમાં એમ લીધું કે પોતાના સ્વભાવથી જાણવામાં આવવાવાળો પ્રત્યક્ષ જ્ઞાતા છે.
બધાં વ્યાખ્યાન થઈ ગયાં છે. વ્યાખ્યાન બહાર પડશે. એમાં આ બધું આવશે: ૪૭ નય, ૪૭ શક્તિ, ૬ અવ્યક્ત-૪૯મી ગાથા, અલિંગગ્રહણના ૨૦ બોલ, શ્રીમદ્ના (૧૦ બોલ-) એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં નથી, એ વગેરે છે. એ બધાં વ્યાખ્યાન ચાર માસના છે; એ આવશે.
અહીં કહે છે: “ભવ્યત્વ” પણ દ્રવ્યસ્વભાવમાં નથી. ગજબ વાત છે !! એક કોર “ભવ્યત્વ” ને “જૈનસિદ્ધાંતપ્રવેશિકા” માં ગુણ કહે. એનો તો પ્રશ્ન ઊઠયો (ક) ગુણ છે, તો સિદ્ધમાં (તે) નથી, તો “ભવ્યત્વ” ગુણ કેવી રીતે રહ્યો? પણ બાપુ! એ “ગુણ' નથી. ભાઈ ! એ “પર્યાયની યોગ્યતા છે. ભવ્યમાં પર્યાયની યોગ્યતા છે. અભવ્યમાં (તેવી) પર્યાયની યોગ્યતા નથી. દ્રવ્ય તો એમ જ છે. (અર્થાત ) દ્રવ્યમાં તો ભવ્ય અને અભવ્ય પર્યાયની યોગ્યતા અંદરમાં નથી, એવી ચીજ છે ! “જૈનસિદ્ધાંત પ્રવેશિકા' માં ભવ્યત્વ” ને “ગુણ' કહ્યો છે, એ ગુણનો અર્થ ત્યાં “પર્યાય' લેવો. ભવ્યત્વ એક પર્યાય છે. એ પર્યાયનો તો સિદ્ધમાં નાશ થઈ જાય છે. સિદ્ધમાં ભવ્યત્વ નથી. ભવ્યપણું સિદ્ધમાં નથી. જેને મોક્ષ થવા લાયક “ભવ્યપણું' છે, એ તો મોક્ષે ગયા; તો એ ભવ્યત્વપણું ક્યાં રહ્યું? મોક્ષ થવા લાયક છે તો મુક્ત થઈ ગયા, (તો પછી) “મોક્ષ થવા લાયક છે' એવું ભવ્યપણું (ક્યાં ) રહ્યું ?
જિજ્ઞાસા: એ ક્યા ગુણની પર્યાય છે? સમાધાન: અદ્ધરથી પર્યાય છે. આહા. હા ! એક ઠેકાણે તો ચાલ્યું છે. કર્મમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com