________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૩૩ ભાઈ ! માર્ગ બીજો છે. એમ ને એમ કહી દેવો ને વાંચવું એ બીજી ચીજ છે. અંતરમાં સમજવું-અંતર્દષ્ટિ કરવી-એ કોઈ અલૌકિક ચીજ છે. અત્યારે બધા સંપ્રદાયમાં ગરબડ થઈ ગઈ છેઃ વ્રત કરો, ઉપવાસ કરો, મંદિર બનાવો, પૂજા કરો, જાત્રા કરો! (પણ) એ તો બધી રાગની ક્રિયા છે. અને પરની ક્રિયા-જડની ક્રિયાનો “કર્તા” થાય કે “મેં આ મંદિર બનાવ્યું” – (એ) મિથ્યાત્વ છે. આહા... હા!
જિજ્ઞાસા: મંદિર પણ બનાવે અને મિથ્યાત્વા પણ (થાય) ?
સમાધાનઃ કોણ બનાવે? એની પર્યાય એ સમયે કમસર એ પરમાણુમાં જન્મક્ષણ અર્થાત્ ઉત્પત્તિનો કાળ છે, તો ઉત્પત્તિ થાય છે. એને કોઈ બીજો બનાવે, (એમ) ત્રણ કાળમાં હોતું નથી. મંદિર (બનાવવા) માં (જેણે) આઠ લાખ આપ્યા, તો (તેને) ચાલીશ લાખ પેદા થઈ ગયા! (પણ) કોને પેદા થયા? કોની લક્ષ્મી છે, પ્રભુ? એમાં જો કદાચિત શુભ ભાવ થાય તો એ પણ પુણ્ય-બંધનું કારણ છે અને (જો) એ શુભ (ભાવ) નો “કર્તા' થાય તો તે મિથ્યાદષ્ટિ છે. અર.. ૨. ૨! આવી વાત છે !
(અહીંયાં કહે છે કે, ભગવાન આત્મા, અનંત શક્તિથી ભર્યો પડ્યો જ્ઞાનસ્વરૂપી એકલા જ જળથી ભર્યો છે ! એવા પ્રભુ (ની) જેને દષ્ટિ થઈ અને શુદ્ધ જ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ, એ શુદ્ધજ્ઞાનપરિણત (જીવ) બંધ-મોક્ષને કરતો નથી, પણ જાણે છે; અને સવિપાક-અવિપાક નિર્જરાને પણ જાણે છે. (પાઠમાં) છે “બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે.”
આહા.. હા! બહુ આકરી ભાષા. આચાર્યોએ ગજબ કામ કર્યા છે ! લોકોને સાંભળવા મળે નહીં, અને સાંભળવા મળે તો ઝટ દઈને પકડાય નહીં (કે) આ શું વાત કહે છે. આખો દી કરીએ છીએ અને દુકાને બેસીએ છીએ. આમ કરો, આ લાવો, આ તૈયારી કરો, આ માલ લાવો, ઉપરથી ઉતારો એ કપડાં, પાંચ લાખના કપડાં ઉપર નવાં ભર્યા છે.. એ કપડાં ઉપરથી લાવો, ઘરાકને આપો! ( અહીં) કહે છે કે એ કપડાં ઉતારીને નીચે મૂકવાં.. એ આત્મા કરી શકતો જ નથી. એ કપડાં બીજાને (ઘરાકને ) આપે છે. તો (આત્મા) આપી શકતો જ નથી. અરે ? એ તો ઠીક.. પણ બીજાને પૈસા આપે છે. તો એ પૈસા, આત્મા આપી શકતો જ નથી. પૈસા જડ છે.. અજીવની ક્રિયા થાય છે. તો (પણ એમ જો) માને કે “મેં બીજાને પૈસા આપ્યા” તો એ તો અજીવની ક્રિયાનો સ્વામી થઈને મિથ્યાદષ્ટિ થયો. (શ્રોતાઃ) રૂપિયા પણ ધો, અને મિથ્યાદષ્ટિ પણ ગણાવું ? (ઉત્તર) રૂપિયા ક્યાં એના (અધિકારના) હતા? –એના ક્યાં હતા? રૂપિયા તો અજીવના હતા. રૂપિયા તો જે છે તે તો અજીવના છે. નોટ હોય, રૂપિયા હોય, સોનું હોય, હીરા-માણે ક હોય, ( એ તો બધા અજીવના છે). (એન) કોણ આપે ને કોણ લે? અહીં કહે છે કેઃ હીરાનું દેવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com