________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૩૭
આહા... હા ! ઘરના (વેપાર-ધંધાના) ચોપડા ફેરવે તો આખો દી આમ ને આમ ફેરવ્યા કરે ! ( પણ ) આ (ભગવાનના ) ચોપડા (-આગમ ) માં શું છે (એને સમજવાની દરકાર કરતો નથી ). સર્વજ્ઞ વીતરાગ-દિગંબર સંતો સિવાય. · આ વાત' ક્યાંય નથી. એના સંપ્રદાયમાં જન્મનારને પણ ખબર નથી!
પ્રભુ! ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવ છે, જે પરમસ્વભાવભાવ છે, જે શુદ્ધઉપાદાનભૂત છે, જે શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે, એ બંધ-મોક્ષનાં કારણથી રહિત છે અને બંધ અને મોક્ષનાં પરિણામથી રહિત છે. મોક્ષનાં પરિણામ કેવળજ્ઞાન આદિ; બંધનાં પરિણામ-મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને યોગ; એ (વસ્તુમાં નથી ).
યોગ ’ એ પરિણામ છે. એ બંધનું કારણ છે. અને બંધ-પરિણામ જ વાસ્તવિક યોગ છે; એ કંપન, એ વસ્તુમાં નથી. યોગનું કંપન છે, એ બંધના કારણમાં છે; અને એ પરિણામ પોતે બંધરૂપ છે. તો એ પરિણામથી અને પરિણામના કારણથી પ્રભુ તો રહિતશૂન્ય છે.
આહા... હા! જેમાં દષ્ટિ દેવી છે અર્થાત્ જેના ઉ૫૨ સમ્યગ્દષ્ટિ દેવી છે, એ ચીજ બંધમોક્ષનાં કારણથી રહિત છે, અને બંધ-મોક્ષની પર્યાયથી રહિત છે. પરિણામ કહો કે પર્યાય કહો ( એકાર્થ છે).
આહા.. હા! આવી વાત!! હવે એના વિચારમાં રહેવું ( જોઈએ; પણ જીવ ) બહારમાં મફતમાં સમય ગુમાવ્યા કરે! પણ ‘ પોતે કોણ છે' એના વિચાર અને નિર્ણયનાં ઠેકાણાં નથી ! ચીજ બહુ જુદી છે, ભાઈ! અરે.. રે! આ મનુષ્યભવ છે... એમાં જો ‘આ વાત' સમજવામાં ન આવી, તો દોરા વિનાની સોય, જેમ ખોવાઈ જાય છે; તેમ સમ્યજ્ઞાન વિનાનો જીવ ચોર્યાસીમાં ખોવાઈ જાય છે. પણ સોય દોરા સહિતહોય, અને (જો ) ચકલી એના માળામાં લઈ જાય, તો ખબર પડે કે એ દોરો અમારો.... એ સોય ત્યાં છે. તેમ સમ્યજ્ઞાનરૂપી દોરો જો પરોવ્યો હોય, તો એ ચોર્યાશીમાં ખોવાઈ જાય નહીં; ચોર્યાશીના અવતારથી મુક્ત થઈ જશે. ‘અષ્ટપાહુડ' માં (સૂત્રપાઠુડ-ગાથા:૩ માં) દષ્ટાંત છે: જેમ દોરા વિનાની સોય હોય તો ખોવાઈ (નષ્ટ થઈ ) જાય અને દોરા સહિત હોય તો ખોવાય (નષ્ટ થાય ) નહીં, તેમ ત્રિકાળી ( આત્મા ) બંધ-મોક્ષનાં પરિણામથી રહિત અને એના કારણથી રહિત ( છે) –એવું સમ્યાનમાં એનું ( આત્માનું) જ્ઞાન જો ન હોય તો (તું) ચોર્યાશીના અવતારમાં ખોવાઈ જઈશ! ક્યાં જન્મીશ ? ક્યાં નરક અને નિગોદનો અવતાર, તિર્યંચ-પશુનો અવતા૨! ત્યાં દુનિયાની સિફારશ (ભલામણ ) કામ નહીં આવે કે -અમને તો ઘણા ધર્મી કહેતા હતા ને? (લોકો) ધર્મી કહેતા હતા, પણ (ખરેખર) હતા કે નહીં? દુનિયા (ધર્મી) કહે છે (તો ) એમાં શું આવ્યું?! સમજાય છે કાંઈ? અમારી આબરૂ મોટી હતી ને? આબરૂ હતી એમાં શું આવ્યું?! તારી ચીજ મોટી (મહાન) છે. એની તો તને દષ્ટિ અને જ્ઞાન નથી. મોટામાં મોટો મહિમાવંત; (જેની )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com