________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦: ૨૩૧
હવે, સવિપાક-અવિપાક નિર્જરા. એ ત્યાં સુધી તો ચાલ્યું છે કાલે. ‘વિપાક’ શું? કેઃ કર્મનો ઉદય જેમ મનુષ્યગતિનો છે, (ચાર ગતિની પ્રકૃતિ છે ને?) તો અંદર તિર્યંચગતિનો ઉદય પણ છે. તો એ ઉદય ખરી જાય છે, એનું નામ સવિપાક નિર્જરા કહે છે; અવિપાક નહીં. અર્થાત્ અહીં અંદર જે ગતિ છે, તે તો મનુષ્યગતિ છે. આ મનુષ્યદેહ છે, તે આ ‘ગતિ ’ નથી. આ તો જડ છે. આ મનુષ્યગતિ નહીં, મનુષ્ય-ગતિની અંદર (આત્મામાં) જે યોગ્યતા છે- મનુષ્ય થવાની લાયકાત છે, એ ‘ગતિ’ એ ગતિનો વિપાક છે, અને બીજી ગતિનો વિપાક આવે છે. પણ આ એક ગતિમાં બીજી ગતિ આવે છે; તો (તે) વિપાક (થઈને) ખરી જાય છે. એનું નામ સવિપાક નિર્જરા કહે છે. એ થાય છે; એને પણ જ્ઞાની તો જાણે છે. સવિપાક નિર્જરા કરું, એમ પણ નહીં.
અહા.. હા ! ‘ ચૈતન્ય ’ શું કરે ? ‘નેત્ર’ શું કરે ? એમ ભગવાન ચૈતન્ય-નેત્ર ! જગત દશ્ય ને પ્રભુ દષ્ટા! જગત જ્ઞેય ને પ્રભુ જ્ઞાતા! એ ‘જ્ઞાતા ’ શું કરે ? જ્ઞાતા જ્ઞેયને જાણે. એમાં પણ પોતાની મોક્ષ-પર્યાયને પણ જાણે, કરે નહીં-એમ કહે છે. આહા.. હા.. હા! ગજબ વાત છે, ભાઈ ! બંધમોક્ષ ( કરે નહીં ).
હવે નિર્જરાઃ સવિપાક નિર્જરા-ગતિનો-કર્મનો ઉદય આવે છે. ગતિ તો મનુષ્યગતિ છે. બીજી પ્રકૃતિનો ઉદય તો આવે છે અને તે ખરી જાય છે, તેને વિપાક નિર્જરા કહે છે. એને પણ જ્ઞાની જાણે છે. અવિપાક નિર્જરા-પોતાના સ્વભાવસન્મુખ થઈને જે પુરુષાર્થમાં રહ્યો ત્યારે રાગનું ખરી જવું; એને અવિપાક નિર્જરા કહે છે. ( અર્થાત્ ) પુરુષાર્થથી-પોતાના-પુરુષાર્થસ્વભાવસન્મુખ થયો, તો જાણનાર–દેખના૨ રહે છે, ત્યારે જે કર્મનો ઉદય છે; રાગાદિ આવે છે, એ ખરી જાય છે, એ અવિપાક નિર્જરા. એ ગતિ આદિની સવિપાક અને રાગાદિની અવિપાક નિર્જરા. ધર્મીનો પુરુષાર્થ પોતાના સ્વરૂપસન્મુખ છે, તો રાગની સન્મુખ નથી; ત્યારે રાગ આવે છે તે ખરી જાય છે. એને અવિપાક નિર્જરા કહેવામાં આવે છે. (જ્ઞાની) એ અવિપાક નિર્જરાને પણ જાણે છે, કરતા નથી. આહા... હા.. હા..!
અહીં તો (લોકો ) આખો દી.... હું પૈસાવાળો છું, આટલા અહીં ખર્ચે ને અહીં કરે ને અહીંયાં કરે ને મોટો વેપાર ને ધંધો... મારી નાખે! અહીં તો કહે છે કે: વેપાર- પૈસાને તો આત્મા કરી શકતો નથી. પણ આત્મામાં જે કર્મનો ઉદય આવે છે, એ વર્તમાન ગતિમાં ભિન્ન ગતિનો ઉદય ખરી જાય છે, એનો પણ કર્તા આત્મા નથી. અને રાગ આવ્યો, પુરુષાર્થથી વિપાકમાં એનું ખરી જવું એને અવિપાક નિર્જરા કહે છે. એ અવિપાક નિર્જરાને પણ ( જ્ઞાની ) કરતા નથી. ધર્મી રાગનો તો કર્તા નથી. આત્મા દયા-દાન-વ્રતનાં પરિણામનો કર્તા નથી ( પરિણામ ) આવે, (પણ ) કર્તા નથી. એ નિર્જરા થઈ જાય છે. પોતાના સ્વભાવસન્મુખ દષ્ટિ છે, એનાથી એ અવિપાક નિર્જરા થાય છે, એને પણ જાણે છે. આહા... હા ! આ ગાથા અલૌકિક છે. બે વાત તો કાલે ચાલી હતી. હવે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com