________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ : ૨૮૧ પ્રભુ – એની સન્મુખ થઈને, જે મોક્ષના માર્ગનાં પરિણામ થયાં, એને અહીં “શુદ્ધ ઉપયોગ' કહે છે. શુદ્ધાત્માભિમુખ (પરિણામ) કહે છે. (ચૈતન્ય-) ઉપયોગ કહે છે. મોક્ષનો માર્ગ કહે છે. નિર્મળ પરિણામ કહે છે. નિર્મળ પરિણતિ કહે છે. નિર્મળ પર્યાય કહે છે. આહા...હા!
અરે..! બાકી તો “નિયમસાર માં (એમ) આવ્યું છે કે : સ્વધર્મ પરિત્યાગ. સ્વધર્મનો ત્યાગ કર્યો? આ પરનો ત્યાગ-કપડાં વગેરે છોડીને - મેં ત્યાગ કર્યો, એમાં (0) ધર્મનો ત્યાગ કર્યો. અર્થાત્ પરનો ત્યાગ કરીને માને કે “અમે ત્યાગ કર્યો” તો પરનો ત્યાગ તો આત્મામાં છે જ નહીં (કેમકે, ) પરના ત્યાગ-ગ્રહણથી તો પ્રભુ શૂન્ય છે; (છતાં )
એનો ત્યાગ મેં કર્યો ... આટલો ત્યાગ કર્યો...” (એમાં તો એણે ) મિથ્યાત્વનું પોષણ કર્યું ! આહા...હા !
અહીં કહે છે કે : એ બધા ભાવ-વિકાર-શુભાશુભભાવ-એ અશુદ્ધ ઉપયોગ છે. એ સંસાર છે. આહા...હા ! જેમાં સંસાર અને સંસારના ભાવ નથી એવી ચીજ જે ભગવાન-આત્મા છે, એના તરફ વળવું (અર્થાત્ ) પરિણામને તે તરફ વાળવાથી જે પરિણામ ઉત્પન્ન થયાં તે શુદ્ધાત્માભિમુખ પરિણામ' કહે છે અને “શુદ્ધ ઉપયોગ” કહે છે. બાકી જે દયા-દાન-વ્રતભકિત-પૂજા આદિના ભાવ છે તે અશુભ ઉપયોગ છે, મલિન છે, બંધનું કારણ છે. (શુભભાવ) આવે.સમ્યગ્દષ્ટિને પણ એવા ભાવ આવે. પણ (તે તેને) બંધનું કારણ માને છે. (પરંતુ ) અજ્ઞાની માને છે કે (એ) ધર્મનું કારણ છે.
અહીં એ કહ્યું : ““ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પામે છે''. એ ભાષા આવી જુઓ ! – શુદ્ધપારિણામિક (ભાવ) સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અશુદ્ધ પારિણામિક (ભાવ) સંજ્ઞા પ્રાપ્ત થાય છે. (ગાથા-) ૧૪૪માં કહ્યું “સમ્યગ્દર્શન નામ પામે છે. એ નામ કહો કે સંજ્ઞા કહો. એ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પામે છે''. એ પર્યાય નામ પામે છે. મોક્ષના માર્ગનું નામ “પર્યાય 'ને પ્રાપ્ત થાય છે. એ પર્યાય છે! આશ્રય કરવા લાયક નથી ! અર્થાત્ એના અવલંબનથી – આશ્રયથી લાભ થાય, એમ નથી. પર્યાયનો આશ્રય કરવા જઈશ તો વિકલ્પ-રાગ (જ) ઉત્પન્ન થશે. આહા...હા!
એમ કહે છે કે : “પર્યાય સંજ્ઞા પામે છે”. આહાહા! અંતરમાં અપૂર્વ મોક્ષમાર્ગ (માટે) અનંત કાળમાં, કયારેય (કંઈ ) કર્યું નથી. અને અનંત કાળમાં જે કર્યું તે બધા રખડવાના ભાવ કર્યા. હવે જ્યારે એનાથી વિરુદ્ધ ભાવ થયા, એટલે કે શુદ્ધ ચૈતન્યસન્મુખ થઈને (જે) પરિણામ થયાં, એ પરિણામને (શુદ્ધાત્માભિમુખ પરિણામ ) પર્યાય સંજ્ઞા-નામ મળે છે.
આહાહા! આવી વાત!! હવે માણસ સમજે નહિ તો પછી એમ જ કહે ને...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com