________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૩ર૯ એ જે “તત્ત્વાર્થસૂત્ર' નું સૂત્ર, તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (રૂપ) વીતરાગી પરિણતિ, (જે અપૂર્વ પૂર્વે કદી કરી નથી, તે) મોક્ષનું કારણ છે. તે રૂપ, પણ (ભગવાન આત્મા) નથી. મોક્ષના કારણભૂત જે ક્રિયા, તે-રૂપ, એ દ્રવ્ય નથી ! આહા. હા ! સમજાય છે કાંઈ ?
આ ગાથા તો ઘણી ઊંચી છે. અંતર્મુખદષ્ટિનો (જે) વિષય, (તે) ધ્રુવ-શુદ્ધપારિણામિક (ભાવ) છે. એમાં દષ્ટિની પર્યાયનો અભાવ છે. આહા.... હા ! જે સમ્યગ્દર્શન છે, “એનો વિષય” દ્રવ્ય-ધ્રુવ છે. પણ એ “મોક્ષના કારણરૂપ ” સમ્યગ્દર્શનની પર્યાય, દ્રવ્યમાં નથી. આહા... હા... હા! આવી વાત છે!! મહાપ્રભુ ધ્રુવનું ધામ; એ તો મોક્ષના કારણની ક્રિયાથી (પણ) રહિત છે. -એ દષ્ટિનો વિષય છે! મોક્ષનું કારણ, જે (મોક્ષમાર્ગની) પર્યાય; તે પણ દષ્ટિનો વિષય નથી ! આહા.. હા ! આવો છે માર્ગ!!
અરે. રે! લોકો ક્યાં રખડે! અને શું શું માને! દિગંબર સાધુ થયો, ૨૮ મૂળગુણ અને મહાવ્રત સાચાં (પાળે); એને માટે ચોકા (રસોઈ) તો શું પણ પાણીનું બિંદુ કરે તોપણ લે નહીં એવી (નિર્દોષ) ક્રિયા અનંત વાર કરી. પણ એ ક્રિયા (તો) રાગની ક્રિયા (છે), પ્રભુ! એમાં (જો) લાભ માન્યો તો મિથ્યાત્વમાં રહ્યો.
અહીં તો આત્માનું સ્વરૂપ, જે પરિપૂર્ણ છે; એ પરિપૂર્ણની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા, એ મોક્ષના કારણભૂત ક્રિયા, “તે-રૂપ” દ્રવ્ય નથી. “તે-રૂપ” તો પર્યાય છે; દ્રવ્ય નથી. આહા.. હા! આવી વાતો છે!!!
મોક્ષના કારણભૂત જે ક્રિયા”- (એને) “કારણભૂત” કેમ કહ્યું? કે એનાથી મોક્ષ તો થશે જ થશે. અર્થાત્ એ મોક્ષના કારણની જે ક્રિયા છે, તેનાથી મોક્ષ થશે જ.
છતાં, “તે રૂપ પણ નથી.” (અર્થાત્ ) એ શુદ્ધ પારિણામિકભાવ, જે “દષ્ટિનો વિષય', ધ્રુવ-દ્રવ્ય. દ્રવ્ય. દ્રવ્ય. દ્રવ્ય દ્રવ્ય-પદાર્થ જે ત્રિકાળ શુદ્ધ (છે) –એમાં, એ મોક્ષના કારણની ક્રિયાનો (અભાવ છે). અને “તે-રૂપે ” આત્મા નથી. એ (મોક્ષકારણભૂત ક્રિયા) તો પર્યાયમાં છે. આવો માર્ગ છે !!
આહા. હા! આ અંદરની લક્ષ્મીની વાત ચાલે છે. બહારની લક્ષ્મી તો આત્મામાં નથી. એ વાતની તો અહીં વાત જ નથી. (આત્મા) તો લક્ષ્મીને અડતો જ નથી. પ્રભુ! આ શરીરને પણ આત્મા ક્યારેય અડયો નથી. રાગને પણ દ્રવ્ય અડયું નથી. અરે! મોક્ષમાર્ગની પર્યાયને પણ (દ્રવ્ય) અયું નથી. આહા... હા! એ તો “અલિંગગ્રહણ” માં આવ્યું ને...! “દ્રવ્ય પર્યાયને સ્પર્શતું જ નથી.'
આહા... હા! (દ્રવ્ય) મોક્ષમાર્ગની પર્યાયને (સ્પર્શતું નથી)! આહાહા! પ્રભુ! તારી પ્રભુતાની તો કોઈ બલિહારી છે! જેની મહિમા અને મોટપનો પાર નથી એવો પ્રભુ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com