________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬: પ્રવચન નવનીત ભાગ-૧ મોક્ષમાર્ગનો તો અભાવ-વ્યય થાય છે. અને વ્યયની અપેક્ષા ઉત્પાદન નથી. (તો) એ ઉત્પાદ, ઉત્પાદથી (છે). બહુ કહો તો દ્રવ્યના આશ્રયથી (મોક્ષ) ઉત્પન્ન થયો, એમ કેવામાં આવે છે. મોક્ષ-માર્ગનો તો વ્યય-અભાવ થઈ જાય છે. અને કેવળજ્ઞાન-મોક્ષ પર્યાય છે, એ તો ભાવવાળી છે. તો એ ભાવ ક્યાંથી ઉત્પન્ન થયો? કે: દ્રવ્યમાંથી ઉત્પન્ન થયો. – એમ એક અપેક્ષાથી કહેવામાં આવે છે. દ્રવ્ય “કર્તા' અને પર્યાય “કર્મ' એ પણ ઉપચારથી કથન છે. અમૃતચંદ્ર આચાર્યની “કલશટીકા” માં એવું આવે છે કે આ નિર્મળ પરિણામ પોતાનું “કાર્ય અને આત્મા કર્તા' – એ બે પણ ઉપચારથી છે. આહા... હા.. હા !
અરે ભગવાન! તારી તો અંદર બલિહારી છે! તું તો ભગવાન છો. ચૈતન્ય હીરલો! તારા હીરાની કિંમત શું !! આહા.. હા.. હા ! “બડા બડા બોલે નહિ, બડા ન બોલે બોલ; હીરા મુખસે ન કહે, લાખ અમારા મોલ'. એમ ભગવાનની કિંમત કરવા જતાં, બાપુ ! એ કિંમત વિનાની (અણમોલ) ચીજ; એ તો મહા ચીજ છે, બાપુ! એ કોઈ સાધારણ ચીજ નથી. સમ્યગ્દર્શન – જ્ઞાન, એ કોઈ સાધારણ ચીજ નથી. એના વિના, વ્રત લઈ લ્યો ને... પડિમાં લઈ
લ્યો ને... આ લઈ લ્યો-ધૂળ છે; બધું સંસાર છે. આહા... હા! જ્યાં મૂળ ચીજનાં ઠેકાણાં નથી, (તો) વ્રત – તપ - પડિમા – પૂજા – ભક્તિ આવી ક્યાંથી? એ તો બધા રાગ છે. (પણ) એ ધર્મનું કારણ છે, (એમ જો માને) તો એ મિથ્યાત્વ છે. આહા... હા! આકરી વાત છે, ભાઈ !
અહીં કહે છે. પોતાનાં પરિણામોથી ઊપજતો થકો “જીવ છે.' એમ નથી કહ્યું પણ “જીવ જ છે' (એમ કહ્યું). “નીવ ઇવ” સંસ્કૃતમાં છે. “નવ વ” – “જીવ જ છે”.
પ્રશ્ન: પ્રભુ! તમો તો કહેતા હતા ને... કે. પરિણામમાં દ્રવ્ય આવતું નથી. અને (અહીં) તમે આ પરિણામને દ્રવ્ય કહો છો!
સમાધાનઃ ભાઈ ! પરથી જુદાં અને પોતાનાં પરિણામથી અભિન્ન છે. અભિન્નનો અર્થ: પરિણામ દ્રવ્યમાં એકમેક થઈ ગયાં, એમ નથી. અભિન્નનો અર્થ: પરિણામ પરિણામીમાં અભેદ થાય છે, એકમેક થાય છે, એમ નથી. પણ એ (પરિણામ) સન્મુખ થયાં, તો પરથી વિમુખ થઈ ગયાં; તો એમ કહેવામાં આવ્યું (કેટ) પરિણામ આત્મામાં અભેદ થયાં. આહા... હા.. હાં.. હા !
આવો માર્ગ ત્રિલોકનાથ જિનેશ્વરદેવનો !! અરે! જેને સાંભળવા ય ન મળે, એ વિચારે ક્યારે અને એને બેસે કયારે? બાપુ! આવો (દુર્લભ) મનુષ્યદેહ ચાલ્યો જાય છે! એનો મૃત્યુનો જે સમય છે તે તો પાકો – ( નિશ્ચિત) છે. જેટલા દિવસ જાય છે એટલો મૃત્યુની સમીપ જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com