________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦: પ્રવચન નવનીત ભાગ-૧
=
‘સમયસાર–કળશ ’ ટીકામાં ૨૫૨- શ્લોકમાં આવે છે ને..? સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પ૨કાળ અને પરભાવ. - શું કહ્યું ? (કે:) અખંડાનંદ પૂર્ણ પ્રભુ એ ‘ સ્વદ્રવ્ય ’. અને એ દ્રવ્યમાં વિકલ્પ ઉઠાવવો કે: આ દ્રવ્ય છે, આ ગુણ છે – એ ' ૫૨દ્રવ્ય ’. અભેદમાં ભેદ-કલ્પના અર્થાત્ અભેદમાં ‘આ ગુણ છે ને આ આવું છે' ( એવી ) ભેદ–કલ્પના, એને ‘૫૨દ્રવ્ય ’ કહ્યું.
આહા... હા ! હજી તો શ૨ી૨ પરદ્રવ્ય, કર્મ પરદ્રવ્ય, સ્ત્રી પરદ્રવ્ય, પૈસા પદ્રવ્ય-એ બેસે નહીં અ૨... ૨! આ બધા કરોડપતિ છે પૈસા... ધૂળ... ધૂળ! કરોડપતિ એટલે પૈસાનો પતિ, એટલે જડનો પતિ. ભેંશનો પતિ પાડો હોય, એમ અજીવનો પતિ અજીવ થઈ જાય. (એવું બેસે નહીં, તો એ ) મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ ?
અહીં કહે છે: “શુદ્ધાત્માભિમુખ પરિણામ, શુદ્ધોપયોગ ઇત્યાદિ (પર્યાયસંજ્ઞા પામે છે)”. એને મોક્ષમાર્ગ કહો, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહો, શુદ્ધાત્માભિમુખ કહો. શુદ્ધોપયોગ-શુભ નહીં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ શુદ્ધોપયોગ છે.
દયા-દાન-વ્રત-તપનો વિકલ્પ, આ બાહ્ય ત્યાગનો ભાવ (-રાગ મંદ કરતો હોય તો) શુભ ઉપયોગ છે. (પણ એ ક્રિયાનું) અભિમાન કરે તો (તે) મિથ્યાત્વભાવ છે. પણ રાગની મંદતાનો ભાવ એ પણ પરભાવ છે; અને પાપ છે, સંસાર છે. આહા... હા... હા! એ ‘શુદ્ધ ઉપયોગ' એ સંસારનો નાશ કરવાળો છે. ‘શુભ ભાવ’ એ સંસાર છે. ગજબ વાત છે, પ્રભુ ! શું
થાય ?
જિજ્ઞાસાઃ શુભ ભાવને ‘પાપ ’ (તો ) ન કહો, મહારાજ!
–
સમાધાનઃ અહીંયાં તો ‘પાપ' કહ્યું ને હમણાં! ‘કલશ ટીકા' જોવી છે? પહેલાં એક વાત યોગીન્દુદેવની તો કહી – પાપને પાપ તો સૌ કહે પણ અનુભવીજન પુણ્યને પણ પાપ કહે. કેમકે, ‘ પુણ્ય ' એ દુર્ગતિનું કારણ છે; ચૈતન્યની ગતિનું કારણ નથી ! ‘મોક્ષપાહુડ' ૧૬મી ગાથામાં તો ભગવાન કુંદકુંદાચાર્યે એમ કહ્યું: પ્રભુ! મારી સામે જોઇશ અને તને ભાવ થશે એ દુર્ગતિ છે. અર.........! એમ ત્રણલોકના નાથ પોકારે છે. એમ સંતો-કુંદકુંદ આચાર્ય આદિનો પોકાર છે કેઃ અમે ૫દ્રવ્ય છીએ, અમારી તરફ તારું લક્ષ જશે, તો તને રાગ થશે; અને રાગ તો ચૈતન્યગતિનો વિરોધી ( ભાવ ) છે (તેથી ) દુર્ગતિ થશે. આહા... હા! આકરું કામ છે! ભગવાન એમ ફરમાવે છે અને કુંદકુંદ આચાર્ય એમ (૪) ફરમાવે છે. અરે રે! મહાપ્રભુ (આત્મા ) બિરાજે છે. એનો ઉપયોગ તે ‘શુદ્ધ ઉપયોગ’ છે. બાકી પર તરફનો ૫રદ્રવ્યનો ઉપયોગ, તે શુભ અને અશુભ બન્ને ‘અશુદ્ધ ઉપયોગ' છે. સ્ત્રી-કુટુંબ-પરિવાર-લક્ષ્મી તરફ લક્ષ જવું એ પાપ અશુભ પરિણામ (છે ); અને દેવ- ગુરુ શાસ્ત્રની ભક્તિ આદિનાં પરિણામ એ શુભ (પરિણામ છે) એ બન્ને અશુદ્ધ અર્થાત્ શુભ અને અશુભ બન્ને અશુદ્ધ (ઉપયોગ છે). પોતાની ચીજ અંદર પૂર્ણાનંદનો નાથ
1
Please inform us of any errors on rajesh@AtmaDharma.com