________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨૦ – ૨૯૫ અમૃતચંદ્રાચાર્ય, જયસેનાચાર્ય પણ એવા મળી ગયા! અમૃતચંદ્રાચાર્યની ટીકા ઘણી ગંભીર છે.
ત્યાં “પ્રવચનસાર” ટીકામાં તો એ લઈ લીધું કે : પર્યાયને આત્મા સ્પર્શતો નથી. (પર્યાય) કથંચિત નહીં (પણ) સર્વથા ભિન્ન (છે). એ વાત કઈ અપેક્ષાથી ચાલી છે (તે લક્ષમાં રાખવું જોઈએ). દ્રવ્યને પર્યાય સ્પર્શતી નથી. પર્યાય સ્વતંત્ર થાય છે, દ્રવ્યમાંથી આવે છે, પણ આવે છે એ સ્વતંત્રપણે આવે છે. બહુ ઝીણી વાત !
દ્રવ્ય જે છે તે પરિપૂર્ણ એકરૂપ છે. તેમાંથી પર્યાય જો ખરેખર આવે તો પર્યાય એકસરખી આવવી જોઈએ. (પણ) એકસરખી (પર્યાય) તો આવતી નથી. તો એનો અર્થ એ (ક) પર્યાય સ્વતંત્ર આવે છે. આહા..હા! આજનો વિષય જરી સૂક્ષ્મ છે.
( શિક્ષણ શિબિરને) આજ તો પંદર દિવસ થઈ ગયા. હજુ ચાર દિવસ છે. પાંચમો દિવસ તો બેનનો (પૂજય ચંપાબહેનનો) જન્મ-દિવસ છે.
જિજ્ઞાસા : આપ બન્ને વાત (-કથંચિત્ ભિન્ન અને સર્વથા ભિન્ન) કરો છો !
સમાધાન: બન્ને વાત અપેક્ષાથી સાચી છે. આ મોક્ષમાર્ગની પર્યાય છે. અને સામાન્ય વાત કરી તો સામાન્ય પર્યાય ત્રિકળી સમુચ્ચય છે. એક જ વાત છે. સમજાય છે કાંઈ ? એક આચાર્ય એમ કહે છે કે : (દ્રવ્ય) પર્યાયને બિલકુલ સ્પર્શતું નથી.' અને આ (જયસેનાચાર્ય) એમ કહે કે : પર્યાય કથંચિત્ ભિન્ન છે. કથંચિત્ અભિન્ન છે. અર્થાત્ પરથી ભિન્ન અને પોતાનાથી અભિન્ન છે, એમ (અહીં) બતાવવું છે. પરથી ભિન્ન છે અને રાગથી પણ ભિન્ન છે. રાગથી તો ભિન્ન છે તો પોતાનાથી અભિન્ન છે, એમ કથંચિત્ બતાવવું છે. અને “કથંચિત ભિન્ન છે” એમ જે કહ્યું છે તે) યથાર્થ છે. જે અપેક્ષાથી કહે તે અપેક્ષાથી યથાર્થ છે. સમજાણું કાંઈ ?
ચિવિલાસ'માં એમ લીધું છે : ઘણીવાર બહાર આવી ગયું છે. પર્યાય (રૂપે ) ગુણ પરિણમે છે, ત્યારે ગુણપરિણતિ (એવું) નામ પામે છે. માટે ગુણ કારણ છે અને પર્યાય કાર્ય છે. એટલી વાત પહેલાં લીધી. પછી (કહ્યું:) “પર્યાયનું કારણ પર્યાય જ છે. પર્યાય, જે ઉત્પન્ન થાય છે (એમાં) કારણકાર્ય – પર્યાય કારણ અને પર્યાય કાર્ય. દ્રવ્ય કારણ અને પર્યાય કાર્યએમ નથી. સમજાય છે કાંઈ?
આમાં (બહાર) કાંઈ મળે એવું નથી. પૈસા મળી જાય કરોડો. (પણ) એ કયાં મળ્યા છે? “મારા છે” એમ માની લીધું છે. એ તો જગતની ધૂળ છે. જગતનો પદાર્થ છે. એ તારો કય ાંથી થઈ ગયો? લક્ષ્મીને તો આત્મા કયારે ય સ્પર્શતો નથી. શરીરને (આત્મા) સ્પર્શતો નથી.
અહીં તો કહે છે કે : પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી કારણ કે, પર્યાયનું કારણ પર્યાય અને પર્યાયનું કાર્ય પર્યાય. “પર્યાયનું કારણ પર્યાય જ છે” – એવો શબ્દ છે (“ચિવિલાસ')
Please inform us of any errors on rajesh@AtmaDharma.com