________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૨): ૨૫૩ જિજ્ઞાસાઃ અમારે તો ધર્મ કરવો છે, આ વાતોથી શું મતલબ?
સમાધાનઃ “આ” ધર્મ છે! બીજો ધર્મ શું? ભટકે છે બહાર! “ધર્મ' એ નિર્મળવીતરાગી પર્યાય છે. તો એ ધર્મની વીતરાગી પર્યાય કેમ થાય? (કે.) એ ત્રિકાળી પારિણામિક સ્વભાવ જે વીતરાગમૂર્તિ પ્રભુ છે, (એ) વીતરાગમૂર્તિ, ધ્રુવ, ચૈતન્ય, પારિણામિક સ્વભાવ (છે); એના અવલંબનથી સમ્યગ્દર્શન થાય છે. કોઈ બીજાના અવલંબનથી સમ્યગ્દર્શન થતું નથી. આહા.. હા! ઝીણી વાત, ભાઈ ! અરે બાપુ! (આ) અપૂર્વ વાત (છે).
જિજ્ઞાસાઃ અમને સમ્યગ્દર્શન નહીં (પણ) ધર્મ જોઈએ!
સમાધાનઃ સમ્યગ્દર્શન એ જ ધર્મ છે. ધર્મનું મૂળ એ છે “વારિતું સુ થમ્યો” (પણ) ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે.
આહા.. હા! ઝીણી વાત, પ્રભુ! દુનિયાને કઠણ પડે. જ્ઞાનમાં (સ્વ) વસ્તુ (અજ્ઞાનીને) આવતી નથી, અનાદિથી પર આવે છે. જો એ (સ્વ) વસ્તુ જ જ્ઞાનમાં આવી જાય, તો અતીન્દ્રિય આનંદનું વેદન થઈ જાય. તો તો સમ્યગ્દર્શન થઈ જાય. સમ્યગ્દર્શન થતાં અતીન્દ્રિય આનંદનું વેદન થઈ જાય. ભલે પછી અસ્થિરતાના રાગાદિ હોય; પણ દષ્ટિએ પોતાના સ્વરૂપને પકડી લીધું.
(જેમ) ઘો (–ચંદન ઘો) હોય છે ને ! તે દીવાલ ઉપર ચોટી જાય છે. ચોર લોકોને (મકાનમાં) બહારથી જાવું (ચઢવું) હોય તો તેને તે લોકો દીવાલ પર નાખે. ત્યાં તે એવી ચોંટી જાય છે કે તેને પકડીને ચોર લોકો મકાન ઉપર ચઢે તો પણ તે પોતાની પકડને છોડ નહીં. એમ ભગવાન ત્રણ લોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ! એના ઉપર શ્રદ્ધાની એવી ચોંટ લગાવી દે કે એના અવલંબનથી ચારિત્ર-સ્વરૂપમાં (સ્થિર) થઈને, વીતરાગ થઈને કેવળજ્ઞાન થઈ જાય.
આહા. હા! (આવો) માર્ગ વીતરાગનો, બાપુ ! લોકોને જરી એવું પણ લાગે.. ક્રિયાકાંડમાં (ધર્મ) માનવાવાળાને તો એવું લાગે કે અરે. રે! આ તો એકાંત છે. પ્રભુ ! એકાંત છે, (પણ) છે તો વાસ્તવિક-સમ્યક એકાંત ! શુદ્ધ ચૈતન્ય પરમાત્મસ્વરૂપ ભગવાન, નિશ્ચય શુદ્ધચિદાનંદરૂપ, પરમાત્મસ્વરૂપ-એનું અવલંબન દૃષ્ટિમાં આવે છે, ત્યારે સમ્યગ્દર્શન થાય છે. એ પારિણામિક ભાવનો આશ્રય છે. એ “શુદ્ધ પારિણામિક' એવી સંજ્ઞાવાળો છે. એ શુદ્ધપરિણામિક સહજ સ્વભાવ લક્ષણવાળું નામ છે. એને સ્પર્શ કરવો છે, શ્રદ્ધામાં લેવો છે અને જ્ઞાનમાં જ્ઞય બનાવવો છે. એ ચીજ શુદ્ધપારિણામિક સ્વભાવ નામવાળી છે. આહા.. હા! તે તો બંધ-મોક્ષપર્યાય-પરિણતિ રહિત છે. એ શુદ્ધ પારિણામિક સ્વભાવ-ધ્રુવ નામવાળી છે. આહા.. હા ! તે તો બંધ-મોક્ષપર્યાય-પરિણતિ રહિત છે. એ શુદ્ધ પારિપામિક સ્વભાવ-ધ્રુવ જે સમ્યગ્દર્શનનો વિષય (છે), ( એવા) એ દ્રવ્ય ઉપર દર્શન (શ્રદ્ધા) ની ચોંટ લાગે છે. એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com