________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર: પ્રવચન નવનીત ભાગ-૧ કે “મને દુઃખે છે. ડોકટરને બોલાવો.” ડોકટર જ્યાં આવે, ત્યાં તો પાંચ મિનિટમાં દેહ છૂટી ગયો. એનાં બધાં મકાન ને બે અબજ ને ધૂળ ને.. બધું પડ્યું રહ્યું! (શ્રોતા ) ડોકટર વહેલા આવ્યા હોત તો બચી જાત ને? (ઉત્તર) ડોકટર તો ધૂળમાં શું (ક) ? આ મોટો ડોકટર નહોતો, ભાવનગરનો, મોટી હોસ્પિટલમાં સર્જન! કોઈકનું ઓપરેશન કરતો હતો ત્યાં “મને કંઈક થાય છે,” બસ....! એમ કહીને ખુરશી ઉપર બેઠો, ત્યાં તો દેહ છૂટી ગયો! (શ્રોતા ) બીજો ડોકટર મોડો પડયો ત્યાં? (ઉત્તર) કાંઈ નહીં કરી શકે, બાપુ! આ ભાવનગરના એક બાપ-દીકરો બન્ને ડોકટર નહોતા? બાપ કહેતા કે મને જ્યારે રોગ થાય, તો હું મારા દિકરાને પૂછું. કારણ કે, તે વખતે હું રોગમાં ઘેરાઈ ગયેલો હોઉં, એટલે એને પૂછું કે, ભાઈ ! આમાં મારે શું લેવું? છતાં એ મરી ગયા. પૂછનાર... ચાલ્યા ગયા. બહુ હોંશિયાર! આહા.. હા ! મૂંઝાઈ જાય. ત્યાં કોઈ ભીંસ પડે. હાર્ટ-એટેકમાં શું થાય છે? લોહી ચોસલાં થઈ જાય, શ્વાસ બેસી જાય.. દેહ છૂટી જાય!
આહા... હા! એ દેહ તો આત્મા નથી. રાગ આત્માનો નાથ. વીતરાગી પરિણતિ પણ આત્મારૂપ નથી ! અરે.. રે!
અહીં કહે છે કેઃ “માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે, (ધ્યાનરૂપ નથી).” –ત્રિકાળી ભગવાન અબદ્ધમુક્તરૂપ, શક્તિરૂપે મુક્તરૂપ, એ સમ્યગ્દષ્ટિનું
ધ્યેય છે, ધ્યાનનું ધ્યેય છે; પણ એ ધ્યાનમય નથી. આહા.... હા ! અંદરમાં ધ્યાન જ્યારે લાગે છે, સમકિત જ્યારે થાય છે, (તો) પ્રથમ એ (ધ્યયરૂપનું) ધ્યાન થાય છે. સમજાણું કાંઈ ?
દ્રવ્યસંગ્રહ’ ગાથા-૪૭માં તો (એમ) કહ્યું છે: “ વિદૃ fપ મોરવર્ડ સાથે પારંદ્રિ નં મુળ ળિયના”- અંદર નિર્વિકલ્પધ્યાન આવી જાય છે, ત્યારે વિકલ્પ પણ પણ રહેતો નથી. એ નિર્વિકલ્પધ્યાનમાં અંદર સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. આહા.. હા ! એ નિશ્ચય મોક્ષમાર્ગ, નિર્વિકલ્પધ્યાનમાં (પ્રાપ્ત થાય છે).
અહીં કહે છે કેઃ “શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી.” જેનું ધ્યાન કરે છે, તે-રૂપે” ધ્યાન (થતું) નથી. આહા.... હા.. હા!
દીવાને માટે તો તેલ અને વાટ જોઈએ; પણ આ ચેતન હીરો ભગવાન અંદર છે, એને ચમક માટે-પ્રકાશ માટે-તેલ અને વાટની જરૂરત નથી, એવો એ ચેતન-પ્રકાશના નૂરનું પૂર છે! એના પ્રકાશને-ઝળહળ જ્યોતિને-કોઈ વાટ અને તેલની ને ઉપદેશની જરૂરનથી. આહા.. હા! એવો જે ભગવાન ચેતન-પ્રકાશના નૂરનું પૂર, એ ધ્રુવ-એ શુદ્ધ ભાવનાપરિણતિરૂપ નથી. “ માટેએમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે.” – સમ્યગ્દષ્ટિનું ધ્યેય ત્યાં છે. છતાં એ ધ્યાનની સમકિતની પર્યાય, એ (ધ્યય) રૂપે નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com