________________
૧૧) હિતકારી, માપસરની અને પ્રિય વાણીને બોલનારો હોય. ૧૨) જેવું બોલે તેવું આચરનારો હોય. ૧૩) આવક પ્રમાણે ખર્ચ કરનારો હોય. ૧૪) અતિ ઊંઘ, વિકથા અને આળસનો ત્યાગ કરનારો હોય. ૧૫) શિષ્ટ પુરુષોના આચારોનો આદર રાખનારો હોય. ૧૬) સારાં કામો પ્રત્યે આદર રાખનારો હોય. ૧૭) જ્યાં જ્યાં જે ઉચિત હોય ત્યાં ત્યાં તેને આચરનારો હોય. ૧૮) પ્રાણ જાય તો ભલે પણ નિંદનીય કાર્યને જે કદી ન આચરે. ૧૯) જે કાર્ય આરંભ્ય તેમાં સિદ્ધિ મેળવીને જ જંપનારો હોય.
આર્યદેશની આ ધરતી ઉપર અનેક પ્રકારના શિષ્ટ પુરુષો થઇ ગયા. આવા શિષ્ટજનોની પ્રશંસા અવશ્ય કરવી જોઇએ. - અરે ! શાહુકારોની વાત જવા દઇએ. પણ આ આર્યદેશના ચોરોમાં પણ નિમકહલાલી જેવા શિષ્ટ ગુણોનો વાસ જોવા મળતો. ચોરમાં પણ નિમકહલાલીનો શિષ્ટ ગુણ :
જૂના જમાનાની એક વાત છે. '
એક ચોર ચોરી કરવા નીકળ્યો. એક શ્રીમંત શેઠના ઘરે એ ચોરી કરવા ઘૂસ્યો. રાતના બાર વાગ્યાનો સમય હતો. અંધારૂં પુષ્કળ હતું. - ચોર આખા દિવસનો ભૂખ્યો હતો. કુદરતી રીતે જ એ જે બારીએથી ઘૂસ્યો તે બારી રસોડાની હતી. એથી તે સીધો રસોડામાં જ પહોંચ્યો. એણે ફાંફાંફોળા કરી જોયા, કાંઇ ખાવાનું મળે એ આશાથી અને એક ડબ્બામાં કાંઇ ચૂર્ણ જેવું એના હાથમાં આવ્યું. એણે ચાખી જોવાનું વિચાર્યું. ચાખ્યું તો એ નમક (મીઠું) નીકળ્યું.
અરરર.. હવે શું થાય ? એણે વિચાર્યું જે ઘરનું મેં નમક ખાધું તેના ઘરમાં હવે ચોરી કેમ કરાય ? તો તો હું નિમકહરામ કહેવાઉં ! આર્યદેશની સંસ્કૃતિ મને આમ કરવાની ના પડે છે.”
, ૩૭