________________
માર્ગાનુસારી ગુણોના વિષયમાં ર૦માં નંબરનો ગુણ છે “અભિનિવેશ ત્યાગ...'
અભિનિવેશ એટલે દુરાગ્રહ...ખોટો મતાગ્રહ-હઠાગ્રહ, પોતાનો કક્કો ખરો કરવા મથવું...આ અભિનિવેશનો સર્વેસર્વા ત્યાગ એ એક મહાન ગુણ છે. આ ગુણનું વિવેચન કરતા પહેલાં આ એક દ્રષ્ટાંતને જાણી લઇએ.
સરળતા
‘વંદે માતરમ્'ના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કોઇ એક વિષય પર પોતાનો અભિપ્રાય પ્રગટ કરેલો...પરંતુ પાછળથી તે બરાબર ન લાગતાં એ અભિપ્રાય તેમણે બદલ્યો...બદલાયેલો અભિપ્રાય જાણીને લોકોએ તેમના પર ચંચળ..અસ્થિર મનવાળા...ભૂલકણા...” વગેરે પ્રકારના હલકા આક્ષેપો કર્યા...આટઆટલા આક્ષેપોની ઝડીઓ વરસવા છતાં તેમણે એ આક્ષેપોનો કોઇ રદિયો ન આપ્યો. પરંતુ આ આક્ષેપોથી તેમના મિત્રો અકળાઇ ગયા... “તમે કોઇ ને કોઇ ખુલાસો તો બહાર પાડો જ !...મિત્રોના આવા અતિ આગ્રહથી તેમણે એક ખુલાસો બહાર પાડ્યો...તેમાં તેમણે જણાવ્યું કે,
“જેમને પોતાનો અભિપ્રાય બદલવાની ક્યારેય જરુર જ ન હોય તે ખરેખર મહાપુરુષ છે...પરંતુ પોતાનો અભિપ્રાય ભૂલભરેલો છે એવું જાણવા છતાંય એ અભિપ્રાયને વળગી રહેનારો કપટી છે...હું મહાપુરુષ તો નથી જ, પણ સાથે સાથે કપટી બનવાની પણ મારી તૈયારી નથી. તેથી મને જે ઠીક લાગ્યું છે તે મેં રજૂ કર્યું છે !'
તેમના આ મર્દાનગીભર્યા સરળ ખુલાસાથી વિરોધીઓ તેમની પાસે આવીને ક્ષમા માગી ગયા !
કેટલી મજેની આ વાત છે ! સાચી વાત જાણ્યા પછી પણ પોતાની ખોટી વાતોને છોડવાની જેઓની તૈયારી નથી તેવા માણસો ધર્મ પામવા માટે તો નાલાયક છે જ, પરંતુ સંસારના દરેક ક્ષેત્રમાં તેઓ અંધાધૂંધી સજર્યા વિના રહેતા નથી... ( કૌટુંબિક જીવનમાં કે વ્યાવસાયિક ક્ષેત્રમાં, વિદ્યાર્થી-અવસ્થામાં કે શિક્ષક તરીકેના જીવનમાં, આશ્રિત તરીકે રહેવામાં કે વડીલ તરીકે જીવવામાં આ ગુણનું જો વ્યવસ્થિત પાલન ન હોય તો સંઘર્ષો પેદા થયા વિના રહેતા નથી... “આ
(ા
જ
૩૩૧