Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 369
________________ અ-દેશમાં અને અ-કાળમાં ફરવાથી મોટે ભાગે શિષ્ટપુરુષોમાં ગહ્યું વા અનેક પાપો જીવનમાં પ્રવેશી જવાનો સંભવ છે...કારણ કે આવાં પાપો એવા સ્થાનમાં અને એવા કાળમાં જ આચરી શકાતાં હોય છે...આ ગુણના પાલનના અભાવનું મોટામાં મોટુ નુકશાન એ છે કે આવાં સ્થાનોમાં અને આવા કાળમાં સેવાતાં પાપો પ્રત્યે આત્માની સૂગ બિલકુલ ઊડી જાય છે...અને એક વાર એ સૂગ ઊડી ગઇ તો પછી જીવનમાંથી એ પાપો ૨વાના થવા મુશ્કેલ બની જાય છે... અ-દેશ અને અ-કાળ ચર્ચાના ત્યાગમાં આ ય વાત સાંભળી રાખવી કે સ્ત્રી-પુરુષના એકાંત સ્થાન વગેરેમાંય ન જવું...અને એ જ રીતે બીજાના ધનમાલના ખાસ સ્થાન વગેરેમાં પણ ન જવું તથા એના તરફ દ્રષ્ટિ પણ ન નાંખવી...આવા સ્થાનોમાં ગમન આત્મા માટે ક્યારેક ખૂબ જોખમી બની જતા હોય છે...સદાચારાદિનો નાશ થવાની સાથે મારપીટ વગેરેના પણ આમાં ભોગ બનવું પડે છે ! દસ પૈસા... ભારે અહંકારી એક શ્રીમંત જે આવે તેની પાસે પોતાની બહાદુરીના વખાણ કરે...આપણે તો ચોર-ડાકૂ-ગુંડા વગેરે કોઇથી ડરતા જ નથી...અરે ! રસ્તામાં ભેટી પડે ને તોય એને દેખાડી દીધા વિના ન રહીએ... લોકોને શેઠની આ વાત સાંભળતાં બહુ દાઝ ચડે...એક વાર તો આ શેઠિયાને કો'ક ભટકાવો જોઇએ...બેટાને ખબર તો પડે કે બહાદુરી એ શી ચીજ છે ! અને ખરેખર...એક દિવસ શેઠને કો'કે ચડાવ્યા...‘શેઠ ! લોકો તમારા માટે એવી વાતો કરે છે કે ‘તમે માત્ર ડંફાસ જ લગાવો છો...તમારી તાકાત કાંઇ છે જ નહિ...' મારું માનતા હો તો એકવાર આ ગલીમાંથી પસાર થઇને સામે નીકળો...પછી હું જ લોકોને કહેતો ફરીશ કે ‘ના...શેઠ પરાક્રમી તો ખરા જ !' શેઠને પાવર ચડી ગયો...ગુંડાઓની ગલીમાંથી રાતના દશ વાગ્યા પછી . પસાર થવા નીકળ્યા...હજુ તો અડધે રસ્તે આવ્યા હશે ત્યાં એક સાથે બે ગુંડાઓ શેઠ તરફ ધસી આવ્યા..‘શેઠ ! જ્યાં છો ત્યાં જ ઊભા રહેજો...આગળ વધ્યા છો તો સમજી રાખજો, જાન જશે...' શેઠ તો અવાજ સાંભળીને હેબતાઇ ગયા...ઊભા રહી ગયા... શેઠ ! ૧૦ પૈસાનો સિક્કો આપો...' એક ગુંડા બોલ્યો. ૩૬૨

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394