________________
જે ઘરેણાં આપી દેશે પણ શેઠની ધારણા સાવ ઊલટી પડી. સરલાએ સાફ શબ્દોમાં સંભળાવી દીધું “ઘરેણાં તે કાંઈ અપાતાં હશે ? તમારે જે કરવું હોય તે કરો. હું ઘરેણાં આપવાની નથી.”
શેઠ સરલાનો આ જવાબ સાંભળીને જબ્બર આઘાત અનુભવી રહ્યા. તેમણે સરલાને તેના શબ્દોની યાદ આપતાં જણાવ્યું “તું તો મારા માટે પ્રાણ આપવાની તૈયારી બતાવતી હતી, તો આજે ઘરેણાં માટે કેમ ના પાડે છે ?” પરંતુ સરલા કોઇ રીતે માનવા તૈયાર ન જ થઇ, તે ન જ થઇ.
શેઠને આબરુ બચાવવાનો છેલ્લો ઉપાય પણ નિષ્ફળ જતો દેખાયો અને શેઠે તુરત જ ઘરનો ત્યાગ કર્યો. સરલા એમ સમજતી હતી કે : “ક્યાં જશે ? હમણાં પાછા આવશે.”
પણ શેઠ ગયા તે ગયા. ત્રીસ ત્રીસ વર્ષ બાદ પણ શેઠનો કોઇ પત્તો ન હતો. છતાં નફ્ફટ સરલા બની-ઠનીને બહાર નીકળતી. ઘરેણાં પણ પહેરતી. અને કોઇ કહેતું “સરલા ! હવે તારે વિધવાની જેમ રહેવું જોઇએ. તને આ બધું શોભતું નથી.'
તો સરલા સાફ સુણાવી દેતી: “મારા પતિનું મડદું લઈ આવો તો જ હું વિધવા કહેવાઉં.'
નાથાલાલ શેઠની જિંદગીને બરબાદ કરી નાખનાર કોણ ? કોઈ પણ કહેશે કે : એમની પત્ની સરલા.
પણ ના...આ જવાબ સાચો નથી. સાચો જવાબ આ છે કે સરલા જેવી હલકી સ્ત્રીને પરણવાની શેઠ નાથાલાલની અતિ ગંભીર ભૂલ. એ જ નાથાલાલની જીવન-બરબાદીનું મૂળ કારણ છે.
આપણું જીવન ઘણું મૂલ્યવાન છે. મોંઘેરા માનવજીવનને સફળ કરવામાં કે બરબાદ કરવામાં બહુ મોટો હિસ્સો “જીવનસાથીનો છે માટે જ લગ્ન કરતાં પહેલા જીવનસાથીની પસંદગીમાં અત્યંત વિવેક કેળવવો જરૂરી છે.
સવાલ : અમને મળેલ જીવનસાથી ગમે તેવી વ્યક્તિ હોય..પણ જો આપ ભલા તો જગ ભલા.” આપણો સારા હોઈએ તો સામી વ્યક્તિ પણ સારી થાય અને આપણે આપણા જીવનમાં ધર્મ વગેરેની આરાધના કરવી હોય તો
૫૫
છે
work