________________
ગુણાનુરાગી આત્મા પ્રાપ્ત ગુણોની સુરક્ષા કરવા સદાય જાગ્રત હોય છે...વ્યવહારમાંય દેખાય છે કે જે વ્યક્તિને જેનું આકર્ષણ હોય છે એ ચીજની સલામતી-રક્ષા ખાતર એ વ્યક્તિ પોતાના તમામ પ્રયત્નો કરતી જ હોય છે...
એ જ ન્યાય લાગુ પડે છે. ગુણની બાબતમાં ! અનંતકાળે પ્રાપ્ત એવા આત્મગુણોની સુરક્ષા ખાતર ગુણવાન આત્મા પોતાની તમામ શક્તિ લગાડ્યા વિના રહેતો નથી...હા...એ સુરક્ષા ખાતર ગમે તેવા પ્રલોભનો આવે તોય એ પ્રલોભનોને લાત મારી દેવાની તેની પૂરી તૈયારી હોય છે. ટૂંકમાં, એ સતત પોતાની આ ગુણોની મૂડી સાચવવા જાગ્રત હોય છે...
રંગ ! જુદા જુદા રંગોથી મસ્ત બનેલા સાગરે સંધ્યાને પૂછયું, “મારામાં કેવળ . ખારાશ છે...મારા તરંગોના ઠેકાણા નથી અને છતાં તું મારા પર આટલી બધી પ્રસન્ન કેમ છે ? તારા લીધે તો મારી કાયાનો રંગ બદલાઈ જાય છે !'
સાગર ! તું ગમે તેટલો ખારો હોય તોય તારામાં મેં બે અદભુત વિશેષતાઓ જોઇ છે...એક તો તારામાં અગણિત રત્નો પડ્યા છે છતાં તું કેટલો બધો ગંભીર છે ?'...અને બીજું એ કે આખી દુનિયાનો કચરો તું સંઘરે છે અને નિર્મળ બનવાનો યશ તું બીજાને આપે છે...બસ, તારા આ બે ગુણો પર હું ઓવારી જાઉ છું ! સંધ્યાએ જવાબ આપ્યો..
ગુણાનુરાગી આત્માની આ જ વિશેષતા છે...એ પોતાનામાં રહેલા અગણિત ગુણોને છૂપાવી રાખે છે તો બીજાની ગમે તેવી ગાળોને તે ગળી જતો હોય છે...! બનો ગુણાનુરાગી...ગુણવાન બનીને જ રહેશો...
ઓહ ! કેટલું જોખમ છે આ ગુણોને ?
આની સામે તમે લાવો દોષને ! નિગોદગતિમાં રહેલા અનંતાનંત જીવોના દોષો કેટલા? અક્ષરનો એક અનંતમો ભાગ માત્ર ને ખુલ્લો ! બાકી તેમાં કાંઇ મળે નહિ ! છતાં તેઓને નુકસાન શું ? કાંઈ જ નહિ...કારણ કે નુકસાનની પરાકાષ્ટાએ તો તેઓ બેઠા જ છે ! હવે આથી વધુ નુકસાન તેઓને કોઇ સંભવી શકતું નથી...
આ વાતને હૃદયમાં પાકે પાયે ઉતારી દેજો...પગ નીચે પુષ્પોને કચડના
૩૫૧