________________
માર્ગાનુસારીના ગુણોમાં બારમા નંબરનો ગુણ બતાવ્યો છે ઉચિત-વ્યય.
માણસે પોતાની આવકના પ્રમાણમાં જ ખર્ચ કરવો જોઇએ. આવકઅનુસાર ખર્ચ કરવો તે જ સાચી પંડિતાઇ છે. પેલી પંક્તિને જરા યાદ કરો: पतदेव हि पाण्डित्यं, आयादल्पतरो व्ययः ॥ . વ્યર્થ દૂર કરી સાર્થક આપોઆપ પ્રગટશેઃ
અહીં યાદ આવે છે: પ્રસિદ્ધ શિલ્પકાર માયકલ એંજિલોની એક ઘટના.
માયકલને રસ્તે ચાલતા જતાં એક પથ્થર ખૂબ ગમી ગયો. એ પથ્થરને તે ઉપાડીને ઘરે લાવ્યો. પોતાની શિલ્પકળા દ્વારા તેણે ટાંકણાંઓ મારીને પથ્થરમાંથી એક નયનરમ્ય મનોહર મૂર્તિ તૈયાર કરી, પછી તે મૂર્તિને કોઈ મ્યુઝિયમમાં મૂકી. હજારો માણસો માયકલની આ મૂર્તિને જોઇને આનંદિત બની ગયા.
કોઇકે જ્યારે માયકલને પૂછયું “માયકલ સાહેબ રસ્તે પડેલા એક નકામા જેવા પથ્થરમાંથી તમે આવી મનોહર પ્રતિમાનું નિર્માણ શી રીતે કર્યું. ?”
A. માયકલ જવાબ આપ્યો: “ભાઇ સાચું કહું તો હું પ્રતિમાનું નિર્માણ કરતો જ નથી. હું પથ્થરમાં રહેલા વ્યર્થ-ભાગોને ટાંકણાંઓ દ્વારા દૂર કરી દઉં છું એટલે પ્રતિમા આપોઆપ તૈયાર થઇ જાય છે. પ્રત્યેક પથ્થરમાં આવી કોઇ પ્રતિમા છુપાયેલી છે. તે પ્રતિમાને બહાર ઉપસાવી લાવવા તેના વ્યર્થ-ભાગોને દૂર કરવાની જ જરુર હોય છે.”
માયકલે જે વાત કહી તે ખરેખર ખૂબ જ સમજવા જેવી છે. જીવનના વ્યવહારમાંથી વ્યર્થ ખર્ચાઓ-નકામી ઉડાઉવૃત્તિને જો દૂર કરી દેવામાં આવશે તો તમારા જીવનમાં પણ એક નયનરમ્ય વ્યક્તિત્વની પ્રતિમા ખીલી ઊઠશે.
“સાર્થક અને જરૂરી ખર્ચાઓ જ કરો” એમ કહેવા કરતાં નકામા ખર્ચાઓ દૂર કરો” એમ જ કહેવામાં આવે તો અંતે સાર્થક જ ઊભું રહેશે. વ્યર્થની બાદબાકી કરતાં જે ઊભું રહે તેનું નામ જ છે, સાર્થક. આવું પૈસાનો ઘમંડ જ બોલાવે ?
જેના જીવનમાં આવક પ્રમાણે જ ખર્ચ હોય તેનું જીવન સુખી હોય છે. તેનું ચિત્ત પ્રસન્ન હોય છે. તેનું ધર્મધ્યાન વગેરે પણ પ્રસન્નતાપૂર્વક ચાલતું રહે છે.
૧૭