________________
પૂછ્યું “અલ્યા અય ! તારું નામ શું છે ? તું ક્યાં રહે છે અને તું શો ધંધો કરે
છે ??
- રોહિણેય ઉસ્તાદ હતો. તેણે કહ્યું “હું તો શાલિ નામના ગામમાં રહેનારો દુર્ગચંડ નામનો સદ્ગૃહસ્થ છું. આ નગરીમાં કોઇક કામે આવેલો, ત્યાં તમારા જમદૂત જેવા સિપાહીઓએ મને બેકસૂર પકડી લીધો. જો આપ ખરેખર “ન્યાયી હો તો પહેલાં પૂરતી તપાસ કરો અને પછી મને શિક્ષા કરો.”
રાજાને રોહિણેયની વાત સાચી લાગી. તેથી તેને જેલમાં પૂર્યો અને પહેલાં શાલિ ગામમાં તપાસ કરાવી...રૌહિણેયે પહેલેથી જ પોતાના માણસો તે ગામમાં ગોઠવી રાખેલા...તેના દ્વારા રાજાના માણસોને ખાતરી થઇ ગઈ કે દુર્ગ ચંડ નામનો સજ્જન અહીં રહેતો હતો...અને હાલ તે રાજગૃહી ગયો છે.
અભયકુમાર સમજી તો ગયો કે આ જ તે મહાબદમાશ રોહિણેય ચોર છે. પરંતુ એની ચતુરાઈ એટલી જબરી છે કે તેને પકડવા કોઇ યુક્તિ કરવી પડશે.
અભયકુમારે રત્નો-મઢેલો સાતમાળનો અતિ ભવ્ય મહેલ તૈયાર કરાવ્યો. એમાં અપ્સરા સમાન રુપાળી રમણીઓ...દિવ્ય ગીત-સંગીત...અને નાચ-ગાન ચાલુ કરાવ્યાં. અને રોહિણેયને નશો ચઢે એવું ભોજન કરાવ્યું...સુન્દર ભોજન કરીને તે મૂચ્છિત થઈ ગયો. તેને દેવતાઇ વસ્ત્રો પહેરાવીને દેવની જેમ શય્યામાં સૂવડાવ્યો.
જ્યારે ઘેન ઊતર્યું ત્યારે રૌહિણેય જાગ્યો. તેણે પોતાની જાતને દિવ્ય વિમાન જેવા સ્થાનમાં જોઇ તે વિસ્મય પામી ગયો... - કૃત્રિમ દેવ-દેવીઓ તેના માટે સ્વાગત-વચનો બોલવા લાગ્યાં...“અહો ! આપ મહાપુણ્યવાન છો. આપ દેવલોકમાં દેવરુપે ઉત્પન્ન થયા છો. આપ અમારા સ્વામી છો. અને અમે આપના સેવક છીએ.”
રોહિણેય વિચારમાં પડી ગયો: “શું હું દેવ થયો છું ? આ બધું શું છે ? શું આ ખરેખર દેવ અને દેવીઓ હશે !” તેટલામાં તો એક દેવ જેવો પુરુષ આવીને કહેવા લાગ્યો: “સ્વામી ! દેવલોકનો એવો આચાર છે કે જે નવો દેવ ઉત્પન્ન થાય તેણે સ્વર્ગલોકના દેવ-દેવીઓ સમક્ષ પોતે પૂર્વ-ભવમાં કરેલાં સારાં
૨૫૫