________________
પણ તે પાપ-આચરણની પળોમાંય પાપ પ્રત્યેનો તેનો ધ્રુજારો એવો જોરદાર હોય છે કે પાપ-આચરણમાં તેનો રસ ઘણો મંદ પડી જાય છે અને મંદ રસવૃત્તિથી આચરેલું પાપ કર્મબંધમાં પણ તીવ્રતા પેદા થવા દેતું નથી.
નિત્ય ધર્મશ્રવણનો એક જ લાભ એટલો જોરદાર છે કે આ વાત જાણ્યા અને સમજ્યા પછી હંમેશ ધર્મવાણી સાંભળવાનું મન થયા વગર પ્રાય:રહેશે નહિ.
જેણે પાપો છોડવાં હશે...પાપોથી ડરવું હશે...પાપોનો ડર મારા મનમાં પેદા થાય તો ઘણું સારું.” આવી પણ જેના મનની ઝંખના હશે તેણે નિત્ય ધર્મશ્રવણ' નામના આ ગુણને જીવનમાં અપનાવવો ખૂબ જરુરી છે.
એક ભાઇની વાત યાદ આવે છે. તેઓ એક વાર મને કહેતા હતા કે, “મારા જીવનમાં ઘણો ક્રોધ હતો. વાત-વાતમાં મને ખૂબ ગુસ્સો આવે. મારી પત્ની અને મારા બાળકો મારા ગુસ્સાથી ખૂબ ધ્રૂજે. પણ એક મહાત્માના પ્રવચન-શ્રવણે મને ખૂબ આકર્મો. ધર્મમાં જોડ્યો. અને ધીરે ધીરે અમારા ગામમાં આવતા તમામ મુનિ મહાત્માઓનાં પ્રવચનો હું સાંભળવા લાગ્યો. સતત ધર્મવાણીના શ્રવણના પ્રભાવે આજે મારી પરિસ્થિતિ એવી થઈ છે કે મારે ગુસ્સો કરવો હોય તો પ્રયત્ન કરવો પડે છે. પહેલાં ગુસ્સો સ્વાભાવિક હતો. આજે ક્ષમા સ્વાભાવિક બની ગઇ છે.”
આવો પ્રભાવ છે નિત્ય ધર્મશ્રવણનો !
ધર્મવાણીના શ્રવણે તો અનેક ક્રોધીઓના ક્રોધને ટાઢાબોળ કરી નાંખ્યાં છે. અનેક કામીઓના કામને ઉપશમાવ્યા છે. અનેક અભિમાનીઓનાં માન છોડાવ્યાં છે. અને અનેક માયાવીઓને સરળ સીધા બનાવી દીધા છે.
સતત ધર્મવાણીના શ્રવણના કારણે ગુંડા જેવા માણસો દીક્ષાધર્મ સુધી પહોંચીને ખરેખરા મહાત્મા બની ગયાના દૃષ્ટાંતો પણ મોજૂદ છે.
ધર્મશ્રવણથી કેવો મહાન લાભ પામી શકાય છે ? એ સમજાવતું અતિસુંદર દૃષ્ટાંત છેઃ પેથડમંત્રીના પિતા દેદા શાહનું.
દેદાશાહ ધર્મશ્રવણના અતિ પ્રેમી હતા. તેઓ હંમેશા પોતાનાં ધર્મપત્ની સાથે સુગુરુના શ્રીમુખેથી પ્રવચન શ્રવણ કરવા જતા.
પર્યુષણ પર્વના પુણ્યવંતા દિવસો ચાલી રહ્યા હતા. એ દિવસે પર્યુષણનાં
૨૪૯