________________
ઉગ્ન ડોઝો આપે છે, તેના પરિણામે એલોપેથી દવાઓ એક દર્દને મટાડીને બીજા દર્દને ઉત્પન્ન કરે છે. એને મટાડવા ત્રીજી જાતની દવા ડોકટ૨ આપે છે. તેના ‘રીએકશન’ રુપે ચોથું ‘કાંક' દર્દીના શરીરમાં ઊભું થાય છે. આમ દરદી આ વિષચક્રમાંથી બહાર નીકળી શકતો જ નથી.
ઘણા ડોકટરો તો નિદાન કરવામાં જ ભારે ગોથું ખાઇ જતા હોય છે...પણ દરદીને પોતાની અણઆવડત પરખાઇ ન જાય માટે ગમે તે દવા આપી દે છે. પરિણામે દરદીનું શરીર ઉગ્ર દવાઓનાં રીએકશનોનો ભોગ બનીને સદાનું બીમાર બની જાય છે.
કેટલીક મહત્ત્વની સર્જરીની વાત છોડીને, એલોપથી-દવાઓ દરદીઓના દર્દને મૂળમાંથી નિર્મૂળ કરવામાં સરિયામ નિષ્ફળ જાય છે. જ્યારે ધીરજ અને ખંતથી, પરેજીના યથાર્થ પાલનપૂર્વક ઔષધ લેવામાં આવે તો આજેય આયુર્વેદિક દવાઓ રોગને મૂળમાંથી મટાડવાનું સામર્થ્ય ધરાવે છે.
આવાં તો અનેક દૃષ્ટાંતો છે. જે પ્રાચીન પરંપરાઓનાં મૂલ્યોને છોડીને નવા અખતરાઓ અને પ્રયોગો કરવાથી થતાં નુકસાનોની સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે. છતાં હજીય આપણી પરંપરાગત રુઢિઓની ભારે હાંસી ઉડાવાઇ રહી છે. એ પરંપરાઓ અને રુઢિઓની વિરુદ્ધમાં અનેક માણસો પોતાનો ફાળો જાણે-અજાણે નોંધાવી રહ્યા છે.
આર્ય પરંપરાના પ્રસિદ્ધ આચારો :
આર્ય પરંપરાના બીજા પણ અનેક પ્રસિદ્ધ આચારો હતા. જેવા કે...અતિથિનો સત્કાર કરવો...ગરીબોને દાનાદિ આપવાં...વેષ આપણી શોભા અને વૈભવના અનુસાર અનુદભટ પહેરવો...દુકાળ વગેરેના સમયે ગરીબોને વિશેષ પ્રકારે દાન આપવું. તેવા ખાસ ખાસ પ્રસંગોએ બીજાઓના ઘરે જવું. કોઇની દેખાદેખીમાં ન પડવું...લગ્ન વગેરે પ્રસંગોમાં ઉડાઉ ન બનવું...જીવન જીવવાની પદ્ધતિ ખૂબ ખર્ચાળ ન બનાવવી...ધર્મવિહીન જીવન ન જીવવું...એકલપેટા ન બનવું...વગેરે પ્રકારના પ્રસિદ્ધ આચારો કહેવાય.
તે તે દેશના પ્રસિદ્ધ આચારોનું જ્ઞાન અવશ્ય હોવું જોઇએ. જો તેવું જ્ઞાન ન હોય તો કેટલીકવાર ભારે મુશ્કેલી ઊભી થાય.
૯૦