________________
ગામનું જૈન મહાજન ભેગું થયું અને વિચાર કર્યો: “જો આ વાઘરીને તેના પાપની સજા કરવામાં નહિ આવે, તો એકવાર આમન્યા તૂટતાં બીજા અનેક લોકો હિંસાદિ પાપો બેફામપણે આચરતા થઈ જશે.
મહાજને નિર્ણય કર્યો કે, “જ્યાં સુધી વાઘરી માફી ન માગે ત્યાં સુધી તમામ જૈનોએ દુકાનો બંધ રાખવી.” વેપારીઓની દુકાનો બંધ થઇ. વાઘરી વગેરે ગરીબ-કોમના લોકો રોજેરોજ અનાજ-કરિયાણું અને મીઠું-મરચું ખરીદીને જીવન ચલાવતા. આથી વેપારીની દુકાનો બંધ થતાં સહુને ભારે તકલીફ પડવા લાગી.
આમ છતાં પેલા વાઘરીએ મહાજન પાસે માફી ન જ માગી. વાઘરી-કોમે પણ તેને સાથ આપવા માંડ્યો. તેમણે વિચાર્યું કે વાણિયાઓ ક્યાં સુધી દુકાનો બંધ રાખશે. અંતે તો કંટાળીનેય ખોલશે ને ?
પણ આ બાજુ મહાજન પણ મક્કમ રહ્યું. દુકાનો ન જ ખોલી તે ન જ ખોલી. આમ કરતાં ઓગણીશ દિવસ પસાર થઈ ગયા.
હવે વાઘરીઓ કંટાળ્યાઃ “ક્યાં સુધી આમ ને આમ જીવશું ?” એમનેય બાળ-બચ્ચાંનો પરિવાર હતો ને ! આથી છેવટે પેલો વાઘરી મહાજનની માફી માગવા તૈયાર થયો અને માફી માગી, હવે પછી આવી રીતે હિંસા નહિ જ કરું, તેવી કબૂલાત આપી. ત્યાર બાદ મહાજને દુકાનો ખોલી.
આના કારણે આખા ગામમાં મહાજનની એવી ધાક બેસી ગઈ કે ત્યાર બાદ ગામનો કોઇ માણસ ક્યારેય આ રીતે પ્રાણીઓનો વધ કરી શકતો નહિ.
જો મોટેરાઓના જીવનમાં હિંસાદિ મહાપાપો ન હોય તો જ તેઓ નાનેરાઓ પાસે તેનો ત્યાગ કરાવી શકે છે. જો મોટાઓ (મહાજન) જ હિંસાદિના ધંધાઓ કરતા હોય તો નીચેના વર્ગના માણસો પાસે તેના ત્યાગની અપેક્ષા જ શી રીતે રાખી શકાય ? (૪) જુગારઃ
જુગાર નામનું વ્યસન પણ આલોક અને પરલોક-ઉભયલક માટે અહિતકારી છે.
જુગાર પ્રારંભમાં અતિ મીઠો લાગે છે પણ પરિણામે ભયંકર છે-દારુણ છે. જીવનની ઘોર બરબાદી નોતરનાર જુગારના પનારે પડવા જેવું નથી.
ક
*
**
**