________________
જો તમે શારીરિક આરોગ્ય ધરાવતા હશો તો જ તમે તમારા આત્મકલ્યાણને સાધવામાં સફળ થશો તેમજ બીજાઓના હિતનાં કાર્યો કરવામાં પણ અગ્રેસર બની શકશો.
માત્ર જૈન શાસન જ નહિ, આર્યાવર્તની તમામ સંસ્કૃતિઓ મોક્ષલક્ષી છે...સઘળી સંસ્કૃતિઓનું અંતિમ ધ્યેય મોક્ષ છે...અને તેથી જ જીવનના તમામ ક્ષેત્રમાં મોક્ષને અગ્રતા આપવામાં આવી છે.
મોક્ષ એટલે સંસારની તમામ વાસનાઓમાંથી અને તે વાસનાઓનાં કારણો (શરી૨ વગેરે)થી મુક્તિ.
આવો મોક્ષ પામવા માટે બુદ્ધિની નિર્મળતા અત્યન્ત અનિવાર્ય છે.
તેની જ બુદ્ધિ અત્યંત નિર્મળ બને જેનું સત્ત્વ શુદ્ધ હોય...જે સદા સાત્વિકભાવોમાં રમતો હોય...
કોનું સત્ત્વ શુદ્ધ હોય ? કોણ સદા સાત્ત્વિક-વૃત્તિઓમાં રમતો રહે ? તેનો ઉપાય છે ઃ આહારશુદ્ધિ :
આહાર શુદ્ધી સપ્તશુદ્ધિ... सत्त्वशुद्ध ध्रुवा स्मृतिः સ્મૃતિ-વિપ્રમે મોક્ષનામઃ ।।
જેની આહાર શુદ્ધિ...તેનું સત્ત્વ.શુદ્ધ જેનું સત્ત્વ શુદ્ધ...તેની બુદ્ધિ શુદ્ધ
જેની બુદ્ધિ શુદ્ધ...તેને મોક્ષલાભ અવશ્ય થાય.
આથી જો આપણે મોક્ષલાભ મેળવવા માગતા હોઇએ તો આહાર શુદ્ધિને જીવનમાં ખૂબ જ મહત્ત્વ આપવું જોઇએ.
જે મળ્યું તે ખાવું, જેવુ મળ્યું તેવું ખાવું અને ગમે તેટલી વાર ખાવું, ઘરનુંય ખાવું ને બજારનુંય ખાવું, આવી આહાર-પદ્ધતિ જીવનને ભ્રષ્ટ કરનારી છે. આવી આહાર-પદ્ધતિ તન (શરીર)ને બગાડે. તન બગડે એટલે પ્રાયઃ મન બગડે.
અને મન બગડે એટલે આખું જીવન બગડે.
૨૬૮