________________
એટલું જ નહિ પરંતુ બિરબલની બુદ્ધિના ચમકારા એવા હતા કે તેના કારણે રાજસભામાં બિરબલે પોતાનું અનોખું સ્થાન જમાવી લીધું હતું.
- કોઈ કારણસર બિરબલને અકબરના વિરોધી એવા રાજાની સભામાં જવાનો પ્રશ્ન આવ્યો.
ત્યારે તે વિરોધી રાજાએ બિરબલને એક વિચિત્ર સવાલ કર્યો. એણે પૂછ્યું “બિરબલ ! બોલો મહાન કોણ? કે તમારો રાજા અકબર ! તમને શું લાગે છે ?”
ક્ષણભર બિરબલ વિચારમાં પડ્યો. કારણ કે જો આ રાજાની સમક્ષ એમ કહે કે અકબર મહાન ! તો આ રાજા નારાજ થઇ જાય. કંઇક અજુગતું પણ કરી બેસે. અને જો એમ કહે કે અકબર કરતાં તો આપ ઘણા મહાન છો. તો આ વાત કોઇ પણ રીતે અકબર પાસે પહોંચે તો ખરી જ. અને તો અકબરનું ય માથું ફરી
જાય.
બન્ને બાજુ મુશ્કેલી તો હતી જ. પરંતુ મુશ્કેલીમાંય રસ્તો ન કાઢે તો તે બિરબલ શાનો ? તેણે “કોણ મહાન ?' એ પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે કહ્યું “રાજન્ ! આપની તે શી વાત થાય ? આપ તો પૂરેપૂરા ખીલેલા પૂનમનો ચાંદ છો, પૂનમ ! જ્યારે અમારા જહાંપનાહ અકબર તો બીજનો ચાંદ છે, બીજનો. બાકી તો આપ બહુ સમજુ છો ?
પેલા રાજા તો બિરબલનો જવાબ સાંભળીને ખુશ થઇ ગયા. તેઓ બરોબર એમ સમજ્યા કે બિરબલ મને જ મહાન કહેવા માગે છે.
આ વાત વહેતી વહેતી અકબર પાસે પહોંચી. જ્યારે બિરબલ અકબર પાસે પહોંચ્યા ત્યારે અકબરનું મોં ગુસ્સાથી લાલચોળ હતું. " બિરબલ તરત જ સમજી ગયો. એણે નમસ્કાર કરીને પૂછ્યું “જહાંપનાહ ! આપ ખૂબ નારાજ લાગો છો. આપની ખફગીનું કોઇ કારણ સેવકને જણાવશો ?”
રોષથી રાતાચોળ અકબરે કહ્યું “પારકા રાજાઓની સમક્ષ મારી ફજેતી કરી આવે છે. અને મને ખફગીનું કારણ પૂછે છે ?'
બિરબલ હસી પડ્યો અને બોલ્યો : “મહારાજ ! આપ પણ મારી વાતનો મર્મ નહિ સમજી શકો તેની મને ખબર નહિ. મેં તે રાજાને પૂનમનો ચાંદ' કહ્યો
[૨૪૧]